Pages

Thursday, June 7, 2018

રાજ્ય સરકારનો શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય, નવરાત્રિમાં મળશે ૭ દિવસનું વેકેશન

રાજ્ય સરકારનો શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય, નવરાત્રિમાં મળશે ૭ દિવસનું વેકેશન

રાજ્ય સરકાર દ્વારા વધુ એક શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા અને વેકેશનમાં એકસૂત્રતા જળવાય અને સુચારૂ રૂપે એક સાથે તમામ કાર્યક્રમો કરી શકાય તે હેતુથી કોમન એકેડેમિક કેલેન્ડર અમલમાં મુકવામાં આવ્યું છે.
પ્રતિકાત્મક તસવીર

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા વધુ એક શિક્ષણલક્ષી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા અને વેકેશનમાં એકસૂત્રતા જળવાય અને સુચારૂ રૂપે એક સાથે તમામ કાર્યક્રમો કરી શકાય તે હેતુથી કોમન એકેડેમિક કેલેન્ડર અમલમાં મુકવામાં આવ્યું છે. જેમાં પ્રથમ સત્રમાં ૯૫ તેમજ દ્વિતીય સત્રમાં ૧૦૨ દિવસ શૈક્ષણિક કાર્ય કરાશે. કોલેજોમાં પ્રથમ વાર ૭ દિવસનું નવરાત્રિ વેકેશન અપાશે તેમજ ૪૯ દિવસનું ઉનાળું વેકેશન રહેશે. આ કોમન એકેડેમિક કેલેન્ડર મેડિકલ અને ફાર્મસી સિવાયના તમામ અભ્યાસક્રમમાં આગામી શૈક્ષણિક સત્ર-૨૦૧૮ થી અમલમાં આવશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.
તમામ યુનિવર્સિટીમાં શૈક્ષણિક એકસૂત્રતા જળવાય તે માટે વાઇસ ચાન્સેલરોની એક કમિટિ દ્વારા અભ્યાસ કરીને સુપ્રત કરેલા કોમન એકેડેમિક કેલેન્ડરમાં ધોરણ-૧૨ની પ્રવેશ પરીક્ષાની પ્રક્રિયા પરિણામ જાહેર થયાના ૧૫ દિવસમાં એટલે કે મહત્તમ તા.૧૫ જૂન સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. પ્રથમ શૈક્ષણિક સત્ર તા. ૧૨ જૂન ૨૦૧૮ થી ૪ નવેમ્બર ૨૦૧૮ એમ પરીક્ષા સમય સિવાય ૯૫ દિવસનું રહેશે જ્યારે કોલેજની આંતરિક મુલ્યાંકન / પરીક્ષાઓ સતત મુલ્યાંકનની જેમ સાપ્તાહિક ટેસ્ટ, પ્રોજેક્ટ વર્ક, સમૂહ ચર્ચા વગેરે તા.૧૫ ઓક્ટોબર ૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
તા. ૧૫ ઓક્ટોબર થી ૨૧ ઓક્ટોબર ૨૦૧૮ સુધી ૭ દિવસનું નવરાત્રિ વેકેશન હશે. ઉપરાંત તા.૨૨ થી ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ દરમિયાન સેમિસ્ટર ૧, ૩ અને ૫ની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા તેમજ તા.૨૮ નવેમ્બર ૨૦૧૮ થી ૭ ડિસેમ્બર-૨૦૧૮ સુધી સેમિસ્ટર ૨, ૪ અને ૬ના વિષયોની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા યોજાશે.તા. ૫ નવેમ્બર ૨૦૧૮ થી તા. ૧૮ નવેમ્બર ૨૦૧૮ દરમિયાન ૧૪ દિવસનું દિવાળી વેકેશન રહેશે.
આ ઉપરાંત દ્વિતીય શૈક્ષણિક સત્ર તા.૨૬ નવેમ્બર-૨૦૧૮થી તા.૨૪ એપ્રિલ ૨૦૧૯ દરમિયાન ૧૦૨ દિવસ પરીક્ષા સમય સિવાયનું રહેશે. તા.૫ માર્ચ-૨૦૧૯ થી ૧૪ માર્ચ ૨૦૧૯ દરમિયાન સેમિસ્ટર ૧, ૩ અને ૫ના વિષયોની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા તેમજ તા.૧૯ માર્ચ ૨૦૧૯ થી ૨૮ માર્ચ ૨૦૧૯ દરમિયાન સેમિસ્ટર ૨, ૪ અને ૬ની યુનિવર્સિટી કક્ષાની પરીક્ષા યોજાશે. તા.૨૪ એપ્રિલ ૨૦૧૯ થી તા.૧૧ જૂન ૨૦૧૯ એમ કુલ ૪૯ દિવસનું ઉનાળુ વેકેશન રહેશે, તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

Wednesday, June 6, 2018

બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેંક સહિત 4 બેંક થશે બંધ, મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેંક સહિત 4 બેંક થશે બંધ, મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય


બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેંક સહિત 4 બેંક થશે બંધ, મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

બેંકિંગ સેક્ટરની પરિસ્થિતિ સુધારવા માટે સરકાર બહુ જલ્દી મોટું પગલું લઈ શકે છે 

નવી દિલ્હી : બેંકિંગ સેક્ટરની પરિસ્થિતિ સુધારવા માટે મોદી સરકાર બહુ જલ્દી મોટું પગલું ભરવાનું પ્લાનિંગ કરી રહી છે. હાલમાં સરકાર એક મેગા મર્જરના પ્લાન પર કામ કરી રહી છે. હવે 4 સરકારી બેંકો મળીને એક મોટી બેંક બનાવવાની તૈયારી ચાલી રહી છે. સુત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે  IDBI, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC), સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા (BoB)ને ભેગી કરીને એક મોટી બેંક બનાવવાનો પ્રસ્તાવ છે. જો આવું થયું તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પછી આ બેંક દેશની બીજા નંબરની બેંક બની જશે જેની પાસે 16.58 લાખ કરોડ રૂ.ની એસેટ હશે.  
નાણાંકીય વર્ષ 2018માં આ ચાર બેંકોને કુલ મળીને લગભગ 21646 હજાર કરોડ રૂ.ની ખોટ પડી છે. આ સંજોગોમાં સરકારે ચારેય બેંકોને મર્જ કરીને એક નવી બેંક બનાવવાની તૈયારી કરી લીધી છે. નાણા મંત્રાલયના સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે આ પગલાથી બેંકોની હાલત સુધારવામાં સફળતા મળશે. મળતી માહિતી પ્રમાણે જે રીતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સહયોગી બેંકોનું મર્જર કરવામાં આવ્યું હતું એવી જ રીતે આ પ્રક્રિયાને પણ ન્યાય આપવામાં આવશે. 

2018માં કઈ બેંકને થયું કેટલું નુકસાન?
  • IDBI - 8237 કરોડ રૂ.
  • ઓરિએન્ટ બેંક ઓફ કોમર્સ (OBC) - 5872 કરોડ રૂ.
  • સેન્ટ્રલ બેંક - 5105 કરોડ રૂ. 
  • બેંક ઓફ બરોડા (BoB) - 2432 કરોડ રૂ. 
સરકારી બેંકોમાં સરકાર આઇડીબીઆઇ બેંક પર ખાસ નજર રાખી રહી છે કારણ કે એમાં સરકારની 51 ટકા ભાગીદારી છે. સરકાર પોતાના આ આખા હિસ્સાને વેચવાની તૈયારી કરી રહી છે અને આ વેચાણમાંથી 10000 કરોડ રૂ. ભેગા કરવાની યોજના છે. સરકાર પોતાનો હિસ્સો કોઈ ખાનગી કંપનીને વેચી શકે છે પણ હજી સુધી આ મામલે કોઈ નક્કર નિર્ણય નથી લેવામાં આવ્યો.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser