Pages

Sunday, January 26, 2020

ચીનમાં ભરડો લઈ રહેલા કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી, જાણો કેવા છે લક્ષણો અને કેવી રીતે કરવો બચાવ

ચીનમાં ભરડો લઈ રહેલા કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી, જાણો કેવા છે લક્ષણો અને કેવી રીતે કરવો બચાવ


ચીનમાં ભરડો લઈ રહેલ કોરોના વાયરસ હવે ધીમે-ધીમે એક વિષય બની ગયો છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં પણ કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ બંને શંકાસ્પદ દર્દીઓને કસ્તૂરબા હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જો કે, હાલમાં તો આ બેને વ્યક્તિઓની તપાસ ચાલી રહી છે. આ વચ્ચે કોરોના વાયરસથી ચીનમાં 26 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 830 લોકોને ચેપ લાગ્યો છે.
ખરેખર ભારતીય સ્વાસ્થ મંત્રાલયે દિલ્હી, મુંબઈ અને કોલકતા એરપોર્ટ પર ચીનથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોના થર્મલ સ્કેનર થકી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સંબંધમાં વિમાનોની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. ચીન જતા આવતા મુસાફરો માટે એક પરામર્શ જાહેર કરવામાં આવ્યો છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવા પર જલ્દી જ નિર્ણય લેવામાં આવી શકે છે. કારણ કે, આ રીતની જાહેરાત પર કોરોના વાયરસના પ્રકોપથી બચવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસ વધારી દેવામાં આવ્યા છે.

શું છે કોરોના વાયરસ?

કોરોના વાયરસ વિષાણુઓના પરિવારનો છે. આ વાયરસ ઉંટ, બિલાડી અને ચમગાદડ સહિત ઘણા પશુઓમાં પણ પ્રવેશ કરી શકે છે. WHO ના જણાવ્યા પ્રમાણે, કોરોના વાયરસ C ફૂડ સાથે જોડાયેલો છે.

કોરોના વાયરસના લક્ષણો

કોરોના વાયરસના દર્દીઓમાં શરદી, ખાંસી, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવા શરૂઆતી લક્ષણ જોવા મળે છે. ત્યારબાદ આ લક્ષણ ન્યૂમોનિયામાં બદલી જાય છે અને કિડનીને પણ નુકસાન પહોંચાડે છે. સાથે તેના ફેફસામાં પણ ખતરનાક પ્રકારના સંક્રમણ થઈ જાય છે.
અત્યાર સુધીમાં આ વાયરસથી છુટકારો મેળવવા માટે કોઈ રસી બનાવવામાં આવી નથી, પરંતુ તેના લક્ષણોના આધાર પર ડૉક્ટર આ રોગના ઈલાજમાં બીજી જરૂરી દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે, હવે આ રોગની દવા પણ શોધવામાં આવી રહી છે.

આ છે બચાવના લક્ષણો

  • તમારા હાથને સાબુ, પાણી અને આલ્કોહલ યુક્ત હેન્ડ રબરથી સાફ કરો.
  • ખાંસી અને છીંકો આવતી વખતે તમારા નાક અને મોંઢાને ટિશ્યુ અને રૂમાલથી ઢાંકેલ રાખો
  • જે લોકોને શરદી અથવા ફ્લૂ જેવા લક્ષણો હોય તેમની વધારે નજીક જવાથી બચો
  • તે સિવાય જમવાનું બનાવતી વખતે તેને વધુ સારી રીતે પકાવો, મીટ અને ઈંડાને પણ રાંધીને જ ખાવું જોઈએ. સાથે જ જાનવરોના સંપર્કમાં ઓછા આવજો.
  • એક રિપોર્ટ પ્રમાણે, જર્મનીમાં કેટલાક વૈજ્ઞાનિકોએ આ રોગની રસી તૈયાર કરવાના ફોર્મ્યુલાના પ્રથમ પડાવને પાર કરી લીધો છે. જેથી જલ્દીજ આ રોગની સત્તાવાર દવાની જાહેરાત કરવામા આવશે.
ભારતની સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સૂદને જણાવ્યું કે, WHOના જણાવ્યા પ્રમાણે, સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ વાયરસ માનવથી માનવ સંક્રમણ વૈશ્વિક સ્તર પર ઓછું છે. તેથી જ સીમિત માનવથી માનવ સંક્રમણ તથ્યને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

Friday, January 24, 2020

ગુજરાત સરકારની યોજના : સખીમંડળ યોજના

રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) ના સહયોગમાં સખીમંડળો (સ્વસહાય જુથો/એસ.એચ.જી.) ની રચના દ્વારા સશક્તિકરણ કરવાની યોજના

યોજનાનું નામ




આ યોજના "સખીમંડળ" સ્વસહાય જુથો/એસ.એચ.જી તરીકે પણ ઓળખાશે અને સમગ્ર રાજયના ગ્રામીણ વિસ્તારમાં અમલમાં મુકવામાં આવશે. આ યોજનાની મુદત પ્રથમ તબક્કે આ ઠરાવની તારીખથી તા.31/1/2010 સુધીની રહેશે. આ યોજના સંકલીત બાળ વિકાસ કાર્યક્રમ (આઈ.સી.ડી.એસ.) દ્વારા ચલાવવામાં આવેશ.


યોજનાનો ઉદેશ

  • આ યોજના હેઠળ રચાયેલા સખીમંડળો (સ્વસહાય જુથો/એસ.એચ.જી) તરીકે ઓળખાશે.
  • આ યોજના ગ્રામીણ વિસ્તારમાં તા.2/2/2007થી અમલમાં મુકવામાં આવેલ છે. અને તે તા.31/1/2010 સુધી અમલમાં મુકેલ. જેની અવધિ તા. 03/11/2011 સુઘી અને ત્યારબાદ નિર્ણય થાય ત્યાં સુઘી અમલમાં રહેશે.
  • આ યોજના સંકલીત બાળ વિકાસ યોજના (આઈ.સી.ડી.એસ.) દ્વારા ચલાવવામાં આવશે.
  • ગ્રામીણ ગરીબ કુટુંબો જુથમાં સંગઠીત થઈ બચત અને આંતરિક ધિરાણનો અભિગમ અપનાવે તો તેમની નાની મોટી આર્થિક જરૂરિયાતો સંતોષી શકાય.
  • સ્વસહાય જુથો રચી સંગઠીત કરી તેમને સક્ષમ કરવા કૌશલ્ય વર્ધન તાલીમ પુરી પાડવી, આંતરિક માળખાકીય સુવિધાઓ પુરી પાડી આર્થિક પ્રવૃતિ સાથે સાંકળવા તેમજ રીવોલ્વીંગ ફંડ, બેંક ધિરાણ સાથે જોડવા.
  • રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના સહયોગમાં સ્વસહાય જુથોને સક્રીય કરવાની અને બેંક લીંકેજ સાથે જોડવાની સખીમંડળો નામાભિધાન દ્વારા અભિયાન સ્વરૂપે સશક્તિકરણ કરવાનો નવો અભિગમ અપનાવવો.


યોજનાની વ્યુહરચના




પ્રવર્તમાન સ્વસહાય જુથોને ઓળખવા બેંક સેવા સાથે સાંકળવા વગેરે અંગે જરૂરી ડેટા અને પત્રકો તૈયાર કરવાની કામગીરી ગ્રામ વિકાસ વિભાગના પરામર્શમાં નાબાર્ડ તૈયાર કરશે.
  • આ યોજના અંતર્ગત સખીમંડળના સભ્યોને અલગ અલગ પ્રકારની તાલીમ આપવામાં આવશે.
  1. ગૃપ ડાયનેમીક
  2. સંઘર્ષ નિવારણ
  3. નેતૃત્વ વિકાસ
  4. બુક કીપીંગની તાલીમ
  5. આર્થિક પ્રવૃતિ માટે તાલીમ
  • આ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર્તા, એ.સી.ડી.પી.ઓ., સુપરવાઈઝર અને સી.ડી.પી.ઓ.ને ઈન્સેટીવ (પ્રોત્સાહક રકમ) મળવાપાત્ર છે.


રીવોલ્વીંગ ફંડ




આ યોજના હેઠળ રચવામાં આવનાર સખીમંડળને રૂ.5000/- રીવોલ્વીંગ ફંડ ગ્રાન્ટ (ઓછામાં ઓછું રૂ.10000/- બેંક ધિરાણ) મેળવવાને પાત્ર થશે સખીમંડળને રીવોલ્વીંગ ફંડ ચુકવવામાં આવશે.
    • આ યોજના હેઠળ આંગણવાડી કાર્યકરો, સી.ડી.પી.ઓ., સુપરવાઈઝર, બેંકો, લીડ જિલ્લા મેનેજર, સ્વૈચ્છિક સંસ્થા, અને નાબાર્ડની ભુમિકા નક્કી કરેલી છે.
    • સખીમંડળ યોજના અંતર્ગત નીચે મુજબની સમિતિની રચના કરવામાં આવી છે
    જિલ્લાકક્ષા સમિતિ
    1
    જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ખેડા
    અધ્યક્ષ
    2
    નિયામકશ્રી, જિ.ગ્રા.વિ.એ., ખેડા
    સભ્ય
    3
    ડિસ્ટ્રીકટ ડેવ.મેનેજર નાબાર્ડ
    સભ્ય
    4
    ચાર વીમા કંપનીના પ્રતિનિધિ
    સભ્ય
    5
    પ્રોગ્રામ ઓફીસરશ્રી, આઈ.સી.ડી.એસ.
    સભ્ય
    6
    જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી
    સભ્ય
    7
    આસી.પ્રોજે.ઓફીસર (SGSY,DRDA)
    સભ્ય
    8
    આસી.પ્રોજે.ઓફીસર (મોની.) જિ.ગ્રા.વિ.એ.
    સભ્ય
    9
    મહીલા સામખ્ય/સ્વશક્તિ પ્રોજેકટના ડીસ્ટ્રીકટ કોઓર્ડીનેટર
    સભ્ય
    10
    જિલ્લામાં કાર્યકરતી બે સ્વૈ.સંસ્થાના મહીલા પ્રતિનિધિ
    સભ્ય
    11
    જિલ્લા કન્સલટન્ટ
    સભ્ય
    12
    બે તાલુકા પંચાયતના મહીલા પ્રમુખ
    સભ્ય
    13
    લીડ બેંક ઓફીસર/મેનેજરશ્રી
    સભ્ય સચિવ
    • આ યોજના અંતર્ગત મંડળના દરેક સભ્યોને આઈકાર્ડ આપવા માટે આઈકાર્ડ છપાવવાની પ્રક્રિયા ચાલુ છે.
    • સખી મંડળ યોજના માર્ગદર્શિકા

    For Best View Please Open This Website In CHROME / OPERA Browser

    Tuesday, January 21, 2020

    ખેતીની જમીનમાં / વારસાઈ, ખાતેદારના મૃત્યુ પહેલાં, વહેંચણી, હયાતીમાં હક્ક દાખલ / કમી વિગેરેની જોગવાઈઓ

    ખેતીની જમીનમાં / વારસાઈ, ખાતેદારના મૃત્યુ પહેલાં, વહેંચણી, હયાતીમાં હક્ક દાખલ / કમી વિગેરેની જોગવાઈઓ


    ખેતીની જમીનમાં / વારસાઈ, ખાતેદારના મૃત્યુ પહેલાં, વહેંચણી, હયાતીમાં હક્ક દાખલ / કમી વિગેરેની જોગવાઈઓ

    લોકાભિમુખ માર્ગદર્શન - એચ.એસ. પટેલIAS(નિ.)



    જમીનના વ્યવસ્થાપન અંગે બ્રિટીશ જમાનામાં ઘડાયેલ કાયદો ૧૮૭૯ જમીન મહેસુલ કાયદો આજે પણ અમલમાં છે અને આ કાયદાનું મુળ હાર્દ જમીન મહેસુલ વસુલ કરવાનું અને કબજેદારોના (Occupants) હક્કની જાળવણી કરવી.

    જેને સર્વસ્વીકૃત પરિભાષામાંEntries in Revenue Record has a fiscal valueઅને વિરૂધ્ધનું પુરવાર ન થાય ત્યાં સુધી મહેસુલી રેકર્ડની નોંધો / વ્યવહાર માન્ય ગણવાના છે.

    જ્યારે ૧૯૦૭માં કબજેદારોના હક્ક અંગે હક્કપત્રકRecord of Rightsઉમેરવામાં આવ્યું જે નમુના નં. ૬ ની નોંધો તરીકે ઓળખાય છે. તેમાં જમીનનો ધારક જે મહેસુલ ભરવાને જવાબદાર છે તેનું નામ કબજેદારમાં એટલે દર્શાવવામાં આવે છે કે તે સરકારને મહેસુલ આપવા પાત્ર માટે જવાબદાર છે.

    અગાઉની સામાન્ય પ્રચલિત પ્રણાલિકા પ્રમાણે ખેડુત ખાતેદારના કુંટુંમ્બનો જયેષ્ઠ પુત્ર કે વડીલનું નામ ૭/૧૨માં કે મિલ્કત રજીસ્ટરમાં દાખલ કરવામાં આવતું અને જ્યારે તે મૃત્યુ પામે ત્યારે જ વારસાઈ કરવામાં આવતી, ઘણીવાર બે પેઢી સુધી વારસાઈ કરવામાં આવતી ન હતી અને મૃત્યુ પામેલ વ્યક્તિના નામે જમીનો ચાલતી, એવું પણ બનતું કે જયેષ્ઠ પુત્ર કુંટુંમ્બના કર્તા તરીકે જેમનું ખાતેદાર તરીકે નામ ચાલતું તેના કાકા/ભાઈઓના નામ વારસાઈ હક્કે દાખલ કરવાના બદલે અગાઉની પેઢીના વડીલના નામે ચાલતું, જેથી મહેસુલી રેકર્ડ અદ્યતન કરવાના ભાગરૂપે અમો જ્યારે ડે કલેક્ટર પાલનપુર પ્રાન્ત કે સુરત પ્રાન્ત હતા, ત્યારે ઝુંબેશ સ્વરૂપે વારસાઈ કરવાના વિશેષ પ્રયત્નો કર્યા. દાંતા જેવા કે ઉચ્છલ નિઝર તાલુકામાં આદિવાસીઓની ત્રણ પેઢી સુધીની વારસાઈ એક સાથે કર્યાના કિસ્સા હતા.


    કહેવાનો મતલબ એ છે કે, વડિલોપાર્જીત કે સ્વપાર્જીત મિલ્કતમાં મુખ્ય કર્તાના મૃત્યુ સુધી અને વારસાઈ થાય ત્યાં સુધી મુળ ખાતેદારના નામ ચાલુ રાખવાની પ્રણાલીકા હજુ પણ ઘણા વિસ્તારમાં ચાલે છે અને વારસાઈને ગામડામાં 'મોં બદલો'Change of nameતરીકે ઓળખાય છે.

    હવે બદલાતા સંજોગોમાં હું જ્યારે પ્રાન્ત સુરત કે કલેક્ટર રાજકોટ હતો ત્યારે ઘણા કિસ્સા એવા અપીલ કક્ષાએ કેસ આવતા કે જે તે સમયે વારસાઈમાં કાકા કે ભાઈઓ અને બહેનોના નામ દાખલ ન થવાની ફરીયાદો તેમજ ખોટી રીતે પાછળથી હક્કો ઉપસ્થિત કરવાની બાબતો આવતી, આજે પણ જમીનના વધતા જતા ભાવો / તેમજ કૌટુંમ્બિક વ્યવસ્થામાં પણ બદલાવ થવાને કારણે, કાયદાથી વડીલોપાર્જીત કે સ્વપાર્જીત મિલ્કતમાં હક્ક મેળવવાને પાત્ર ખાતેદારો કે વ્યક્તિઓના હક્ક ડુબે નહિ અને મહેસુલી તંત્ર પણ લોકોના હક્કની યોગ્ય સ્વરૂપે જાળવણી થાય અને સાચું માર્ગદર્શન આપવામાં આવે તે જરૂરી છે કેમ કે જેમ જણાવ્યું તેમ અગાઉ એવી જ માન્યતા હતી કે જ્યાં સુધી મુળ ખેડુત ખાતેદાર કે કબજેદાર જ્યાં સુધી મૃત્યુ ન પામે અને વારસાઈ ન થાય ત્યાં સુધી કોઈના નામ દાખલ થાય નહિ.

    આ અંગે જેમ જણાવ્યું તેમ હક્કપત્રકમાં જે ફેરફાર કરવામાં આવે છે તે ૭/૧૨ માં કે મિલ્કત રજીસ્ટરમાં અથવા તો હક્કપત્રકમાં થતા ફેરફારો કબજેદાર તરીકે મહેસુલ વસુલ કરવાપાત્રના હેતુથી અદ્યતન સ્વરૂપે નિભાવવામાં આવે છે.

    રાજય સરકારના મહેસુલ વિભાગની રેકર્ડ અદ્યતન કરવાના ભાગરૂપે જે વારસાઈના કિસ્સામાં કે હક્ક ઉઠાવવાના, હયાતીમાં નામ દાખલ કરવાના, જમીનના વિભાજનના આ બધી બાબતો જાહેરજનતા સમક્ષ તેમજ ખાતેદારો સુધી પહોંચે અને જાણકારી મેળવે તેમજ જાગૃતિ કેળવાય તે માટે પ્રસ્તૃત કરું છું.


    સૌ પ્રથમ તો જમીન કે મિલ્કતના 'ટાઈટલ' કે માલિકી હક્કનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે પ્રસ્થાપિત સિધ્ધાંતો મુજબ તે નક્કી કરવાની સતા - સિવીલ કોર્ટને છે અને તેના હુકમ મુજબ મહેસુલી રેકર્ડમાં ફેરફાર થાય છે.

    પરંતુ તમામ લોકોએ પોતાના હક્ક / હિસ્સા - કબજાહક્કે માલિકી હક્ક પુરવાર કરવા માટે સિવીલ કોર્ટમાં જવાની જરૂર નથી, જો આ વિષયને લગતી જોગવાઈઓ તેમજ જાગૃતિ હોય, પહેલું તો કોઈપણ ખાતેદાર / મિલ્કત ધારણકર્તાના મૃત્યુ બાદ વારસાઈ નોંધ (Heirship) પાડવામાં આવે છે. તે મહેસુલ વિભાગના 'હક્કપત્રક' ના નિયમો હેઠળ કરવામાં આવે છે.


    પરંતુ આ અંગેના સાશકીય કાયદાઓ 'Governing Act' જોવામાં આવે તો 'Succession Act' વારસા અધિનિયમ, 'Hindu/Muslim' હિન્દુ મુસ્લીમ લો, 'Transfer of Property Act' મિલ્કત હસ્તાંતર અધિનિયમ, કા. પાર્સનર પ્રોપર્ટી 'Hindu Marriage Act' સ્ત્રીઓને મિલ્કતમાં અધિકાર આપતો કાયદો ૧૯૫૬ આ બધાના કાયદાકીય સિધ્ધાંતો અનુસરવાના છે.

    સૌ પ્રથમ વારસાઈની બાબત જોઈએ તો ખાતેદારના મૃત્યુ બાદ મરણના દાખલા સાથે સીધી લીટીના તમામ વારસો પુરૂષ - સ્ત્રી - બહેન સગીર સહિતનાનું પેઢીનામું તૈયાર કરવાનું છે અને મહેસુલ વિભાગના તા.૧૪-૩-૨૦૧૬ના પરિપત્ર મુજબ રૂ. ૨૦ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું કરવાનું છે અને તે આધારે ઈ ધરા કેન્દ્રમાં વારસાઈ નોંધ પાડવામાં આવે છે અને નાયબ મામલતદાર કક્ષાથી ઉતરતા ન હોય તેવા મહેસુલી અધિકારી દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે.


    પ્રવર્તમાન સામાજીક માળખામાં (Societal Transformation) બદલાવ તેમજ વિભક્ત કુંટુંમ્બોનો વ્યાપ વધવાથી, સબંધિત ખાતેદારના મૃત્યુ બાદ જમીનના હક્ક / ભાગમાં પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે હયાતીમાં કોટુંમ્બિક વહેંચણી કરી શકાય છે. અગાઉ મહેસુલી અધિકારીઓ પણ ખાતેદારના મૃત્યુ સુધી વારસાઈ ન થાય ત્યાં સુધી હયાતીમાં વહેંચણી કે ભાગની નોંધો ન પાડવાનું વલણ હતું.

    પરંતુ આ અંગે વડીલોપાર્જીત કે સ્વાપાર્જીત વંશપરંપરાગત ખેડુતોના કિસ્સામાં આ અંગે કોઈ પ્રતિબંધ નથી અને આવા વહેંચણી લેખ રજીસ્ટર્ડ કરાવવાની જરૂર નથી પરંતુ જો કોઈ વારસો અવેજ એટલે કે નાણાંકીય લેવડદેવડ કરે તો લેખ રજીસ્ટર્ડ કરાવવો જરૂરી છે. બાકી ખેડુત ખાતેદારની હયાતીમાં વહેંચણી લેખ કરી, હક્કપત્રકમાં નોંધ કરાય છે. આ ઉપરાંત ખાતેદારના મૃત્યુ બાદ પણ કાયદેસરના વારસો વચ્ચે કૌટુંમ્બિક વહેંચણી રૂ. ૧૦૦ ના સ્ટેમ્પ ઉપર એકરારનામાથી (Undertaking) થઈ શકે.

    તે જ રીતે કૌટુંમ્બિક વારસદારો વચ્ચે વહેંચણી કરવી હોય તો પાંચ વર્ષની સમયમર્યાદામાં થાય અને સંયુક્ત નામે જમીન હોય અને બિન અવેજ એટલે કે નાણાંકીય વ્યવહાર વગર વહેંચણી થાય તો જમીનની કિંમત ઉપર ૧૦૦ થી ૫૦૦ રૂ. ના સ્ટેમ્પ પેપર ઉપર અન્ડરટેકીંગ આપવાથી થઈ શકે.

    આ ઉપરાંત જમીનની વારસાઈ થયા બાદ કાયદેસરના વારસો દ્વારા પોતાનો હક્ક જતો કરવાનો થાય અને જેમાં નાણાંકીય અવેજ ન હોય તો રૂ. ૧૦૦ ના સ્ટેમ્પ પેપર તે અંગેનો લેખ એટલે કે ફારગતી લેખ (Release deed) કરવામાં આવે તો જતો કરી શકે છે અને તે મુજબ હક્કપત્રકમાં નોંધ થઈ શકે છે.

    આ જ રીતે હયાતીમાં સહ હિસ્સેદાર કે કાયદેસરના હક્કદાર તરીકે નામ દાખલ કરવામાં આવેલ હોય તો તે પણ રૂ. ૧૦૦ ના સ્ટેમ્પ ઉપર એકરાર નામાથી થઈ શકે.

    આ જ રીતે સ્વાપાર્જીત મિલ્કતમાં હયાતીમાં સીધી લીટીના વારસોના નામ દાખલ કરવામાં આવેલ હોય તેમાં પણ બિનઅવેજ સ્વરૂપે રૂ. ૧૦૦ ના સ્ટેમ્પ ઉપર એકરાર કરવાથી હક્ક જતો કરી શકે છે. આ ઉપરાંત હયાતીમાં પણ સહ હિસ્સેદાર તરીકે નામો દાખલ થઈ શકે. આ બધી જ બાબતોમાં હિત ધરાવતા તમામ પક્ષકારોની અનુમતિ / સંમતિની જરૂર છે.

    આમ હાલના સંજોગોમાં જે સ્વરૂપે કૌટુંમ્બિક વ્યવસ્થામાં પરિવર્તન આવી રહ્યું છે અને જમીનોના ભાવના મૂલ્યમાં વધારો થવાથી સબંધિત કુંટુંમ્બના કાયદેસરના વારસો વચ્ચે મૃત્યુ બાદ ઝઘડા / વિવાદો થાય છે અને લાંબી કાનુની મહેસુલ / દિવાની કોર્ટોમાં પ્રક્રિયામાં પડવું પડે છે.

    જેથી મૃત્યુ બાદ વારસાઈ કરાવવાને બદલે હયાતીમાં જ કૌટુંમ્બિક વહેંચણી / સહ ખાતેદાર / ભાગીદાર / હિસ્સા વહેંચણી કરાવી લેવી હિતાવહ છે અને આ અંગે મહેસુલી અધિકારીઓ પણ લોકોને ઉપર જણાવેલી બાબતોનું માર્ગદર્શન આપી હક્કપત્રકમાં નોંધો પાડી મંજૂર કરે અને આ કૌટુંમ્બિક ઉપર જણાવ્યા તે વ્યવહારમાં ટુંકડા ધારા કે રજીસ્ટ્રેશન કાયદાનો ભંગ થતો નથી.

    ફક્ત જયારે નવીન ટુંકડાની જમીન ખરીદવાની થાય ત્યારે તે નિયમો લાગુ પડે છે અને ઉક્ત જોગવાઈઓ સીટીસર્વેમાં આવેલ મિલ્કતોમાં પણ ફેરફારો આ પ્રક્રિયા અનુસરી ને કરી શકાય છે.


    જો તમને આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો લાઈક કરી શેર જરૂર કરજો…
    For Best View Please Open This Website In CHROME / OPERA Browser