Pages

Thursday, April 26, 2018

બિન અનામત જ્ઞાતિઓ માટે સરકારનો નિર્ણય, મળી શકશે આ અનામત યોજનાઓમાં લાભ...

બિન અનામત જ્ઞાતિઓ માટે સરકારનો નિર્ણય, મળી શકશે આ અનામત યોજનાઓમાં લાભ...




ગાંધીનગરઃ સરકાર દ્વારા બિન અનામત જ્ઞાતિઓને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. બિન અનામત જ્ઞાતિઓને રીઝવવા માટે સરકારે યોજનાઓમાં લાભ આપવાની વિચારણા કરી છે. અનામત કેટેગરીમાં લાભ બિન અનામત જ્ઞાતિઓને પણ મળશે.

સરકાર બિન અનામત જ્ઞાતિઓને 35 જેટલી યોજનાઓમાં લાભ આપવાની વિચારણા કરી રહી છે. બિન અનામત આયોગ સરકારને ભલામણ કરશે. ઉચ્ચ અભ્યાસ માટે લોન તથા સરકારી નોકરીઓમાં લાભ અપાશે. 2થી 4 ટકામાં શૈક્ષણિક લોન આપવાની વિચારણા કરાઇ રહી છે.

વય મર્યાદામાં છૂટછાટ, મહિલા કેટેગરીમાં પણ લાભ મળશે. સબસીડીમાં પણ બિન અનામત જ્ઞાતિઓને લાભ મળશે. બિન અનામત જ્ઞાતિઓ શું ઇચ્છે છે તેનો આયોગ એક મહિનામાં સર્વે કરાવશે. જિલ્લા દીઠ 500થી 600 સેમ્પલ લેવામાં આવશે.

ગુજરાતમાં જ્ઞાતિ સમીકરણોમાં ભાજપે પછડાટ ખાધા બાદ હવે અેક મહત્તવના નિર્ણય તરફ સરકાર અાગળ વધી રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર તમામ સમાજોને અેક સાથે રાખવાનો પ્રયત્ન કરી રહી છે. ગામડામાં ભાજપની પકકડ ઘટતી જાય છે. શહેરી મતદારોના ભરોસે બેસવાને બદલે ભાજપે ગ્રામીણોને પણ રીઝવવાનો પ્રયત્ન કર્યો છે. લોકસભાની ચૂંટણીમાં ગામડાના મતદારોની નારાજગી ભાજપને ભારે પડી શકે છે. ભાજપે હવે તમામ અાંદોલનોને અેક સાથે દાબી દેવા માટે માસ્ટરપ્લાન ઘડ્યો છે. જે અાગામી સમયમાં અમલમાં અાવી શકે છે. અા મામલે અાજે સાંજે કદાચ અધિકારીક જાહેરાત પણ ભાજપ દ્વારા થઈ શકે છે.

35 જેટલી યોજનાઓમાં લાભ આપવાની વિચારણા

લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લે તેવી સંભાવના છે. બિન અનામત જ્ઞાતિઓને રીઝવવા માટે સરકારનો મોટો નિર્ણય હોઈ શકે છે. અનામત કેટેગરીમાં જે યોજનાનો લાભ મળે છે એ લાભ બિન અનામત જ્ઞાતિઓ ને પણ મળી શકે છે. બિન અનામત જ્ઞાતિઓને 35 જેટલી યોજનાઓમાં લાભ આપવાની વિચારણા કરાઈ રહી છે. બિન અનામત આયોગ સરકારને  ભલામણ કરે તેવી સંભાવના છે.

3 માસમાં બિન અનામત આયોગ સરકાર ને ભલામણ કરશે

વિદેશ ભણવા માટેની શૈક્ષણિક લોન, ઉચ્ચ અભ્યાસ માટેની લોન તેમજ સરકારી નોકરીઓમાં લાભ અપાશે. 2 થી 4 ટકામાં શૈક્ષણિક લોન આપવાની વિચારણા ચાલી રહી છે. વય મર્યાદા માં છૂટછાટ અને મહિલા કેટેગરીમાં પણ બિન અનામત જ્ઞાતિઓને પણ લાભ મળી શકે છે. સરકારની યોજના અને સબસીડીમાં પણ બિન અનામત જ્ઞાતિઓને પણ  લાભ મળી શકે તેવી સંભાવના છે. બિન અનામત આયોગ થોડા દિવસોમાં સરકારને ભલામણ કરે તેવી સંભાવના છે. 3 માસમાં બિન અનામત આયોગ સરકાર ને ભલામણ કરશે તે બાદ અાગામી કાર્યવાહી શરૂ થવાની શક્યતા છે.

બિન અનામત આયોગ એક મહિનામાં સરવે કરે તેવી શકયતાઅો

સરકાર પણ આ ભલામણોનો ત્વરિત અમલ કરવાના મૂડમાં છે. બિન અનામત આયોગ ભલામણ કરે અને સરકાર ની મંજૂરી મળે એટલે બિન અનામત નિગમ તેનો અમલ કરશે.  બિન અનામત જ્ઞાતિઓ શું ઈચ્છે છે એ માટે બિન અનામત આયોગ એક મહિનામાં સરવે કરે તેવી શકયતાઅો છે. જિલ્લા દીઠ 500 થી 600 સેમ્પલ લેવામાં આવશે. ત્યાર બાદ બિન અનામત જ્ઞાતિઓ ની ખરેખર શું જરૂરિયાત છે તે નક્કી કરાશે. જો અા નિર્ણયને મંજૂરી મળે તો અત્યારસુધી ચાલતા તમામ અાંદોલનો પર પડદો પડી શકે છે. લોકસભાની ચૂંટણીમાં રૂપાણી સરકારનો અા માસ્ટરપ્લાન સાબિત થઈ શકે છે. હવે લોકસભાની ચૂંટણીની ઘડીઅો ઘડાઈ રહી છે ત્યારે અા નિર્ણય ભાજપને ફાયદો કરાવી શકે છે.

બિનઅનામત આયોગના ચેરમેને પ્રેસ કોન્ફરન્સ સંબોધી

રાજ્ય સરકાર દ્વારા બિનઅનામત આયોગ અંતર્ગત સવર્ણોને વિવિધ લાભ આપવાની જાહેરાત બાદ બિનઅનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજકોટમાં ચેરમેન હંસરાજ ગજેરાએ જણાવ્યું હતું કે, અનામતના લાભથી વંચિત અન્ય જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને લાભ આપવા એ સરકારની પ્રાથમિકતા છે. સરકારની 35 જેટલી વિવિધ યોજનાઓ છે. જે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને લાભકર્તા છે. આ મુદ્દે અભ્યાસ કર્યા બાદ માળખાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે અને સરકારને મોકલી આપવામાં આવશે સાથે જ વિદ્યાર્થીઓ માટે જરૂરી યોજનાઓ પણ ઝડપથી કાર્યરત કરવામાં આવશે તેમ હંસરાજ ગજેરાએ વધુમાં જણાવ્યું હતું.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

Wednesday, April 25, 2018

હવે 'આ' લોકો નહીં ચલાવી શકે WHATSAPP, કંપનીએ કર્યા બે મોટા બદલાવ

હવે 'આ' લોકો નહીં ચલાવી શકે WHATSAPP, કંપનીએ કર્યા બે મોટા બદલાવ


હવે 'આ' લોકો નહીં ચલાવી શકે Whatsapp, કંપનીએ કર્યા બે મોટા બદલાવ

વોટ્સએપ પોતાના ફિચર્સમાં સતત ફેરફાર કરતું રહે છે

નવી દિલ્હી : વોટ્સએપ નિયમિત સમયાંતરે પોતાના ફિચર્સમાં ફેરફાર કરતું રહે છે. હાલમાં કંપનીએ બે મોટા બદલાવ કર્યા છે તેમજ પ્રાઇવસીને મજબૂત બનાવવા માટે પગલાં લીધા છે. ફેસબુક ડેટા લીક પછી યુરોપમાં આવતા મહિનાથી જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR) લાગુ થવાનું છે. આ 25 મેથી લાગુ થઈ શકે છે.  આ પહેલાં વોટ્સએપે પોતાની ટર્મ અને પ્રાઇવેસી પોલીસી અપડેટ કરી છે. કંપનીએ પોતાની બ્લોગ પોસ્ટમાં આ વાતની જાણકારી આપી છે. વોટ્સએપે આપેલી માહિતી પ્રમાણે આ અપડેટ પછી યુઝર પછી કોઈ પર્સનલ માહિતી કે નવો અધિકાર માગવામાં નહીં આવે. 
ઉંમરમાં બદલાવ
વોટ્સએપે પ્રાઇવસી સેટિંગ સિવાય બીજા બે બદલાવ કર્યા છે. યુરોપના દેશોમાં વોટ્સએપે યુઝરની ન્યુનતમ વયમર્યાદા 16 વર્ષ કરી દેવામાં આવી છે. આ સિવાય પહેલીવાર હવે યુઝર એ ડેટાને ડાઉનલોડ કરી શકશે જે વોટ્સએપ સાથે શેયર કરી રહ્યો છે. આવતા કેટલાક અઠવાડિયામાં વોટ્સએપનું આ ફિચર તમામ યુઝર સુધી પહોંચી જશે. આ સિવાય કંપનીના વેબપેજ પર વોટ્સએપ પર તમારો ડેટા સલામત રાખવાની ટિપ્સ પણ આપવામાં આવી છે.
ક્યો ડેટા સેવ કરે છે વોટ્સએપ?
વોટ્સએપે ઉલ્લેખ કર્યો છે કે એ યુઝર્સના એ ડેટાને ભેગો કરે છે જે એની સર્વિસ સાથે જોડાયેલો હોય છે. વોટ્સએપ યુઝરના મેસેજ કે ફાઇલ સેવ નથી કરતું અને કોલ લોગ પણ સ્ટોર નથી કરવામાં આવતો. વોટ્સએપ યુઝરનેમ, રિપોર્ટનો સમય, ઓનલાઇનનો સમય, ઓફલાઇનનો સમય, આઇપી એડ્રેસ, ફોન ટાઇપ, ગ્રૂપના નામ, ટર્મ ઓફ સર્વિસ તેમજ બ્લોક યુઝરની જાણકારી સ્ટોર થતી હોય છે.
થશે બીજા બદલાવ
વોટ્સએપ હવે એન્ડ્રોઇડ યુઝર માટે નવું ફિચર લાવવાનું છે. આ ફિચરને વોટ્સએપ બીટા વર્ઝન પર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે વોટ્સએપ બીટા વર્ઝન 2.18.123 પર સેવ્ડ વોઇસ મેસેજનું ફિચર ટેસ્ટ કરી રહ્યું છે. આ ફિચર વોઇસ મેસેજને સેવ કરવા માટે છે. આ ફિચરની મદદથી તમે વોઇસ મેસેજ કોઈને મોકલતા પહેલાં સેવ કરી શકશો.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

Tuesday, April 24, 2018

30 વર્ષ સુધી આ બ્રાન્ડેડ AC ફ્રીમાં આપશે ઠંડી હવા, નહિ આવે 1 રૂપિયો વીજળી બિલ | VIDEOCON SOLAR AC DETAIL

30 વર્ષ સુધી આ બ્રાન્ડેડ AC ફ્રીમાં આપશે ઠંડી હવા, નહિ આવે 1 રૂપિયો વીજળી બિલ | VIDEOCON SOLAR AC DETAIL

30 વર્ષ સુધી આ બ્રાન્ડેડ AC ફ્રીમાં આપશે ઠંડી હવા, નહિ આવે 1 રૂપિયો વીજળી બિલ | VIDEOCON SOLAR ACDETAIL

 

યુટિલિટી ડેસ્કઃ હાલના દિવસોમાં એર કન્ડીશનર(AC)ની મોટી રેન્જ આવી રહી છે. તેમાં ઘણ કંપનીઓ સામેલ છે. તેમાં 2 સ્ટારથી 5 સ્ટાર સુધીના AC સામેલ છે.  એર કન્ડીશનરના ઉપયોગથી વિજળીનું બિલ સૌથી વધુ આવે છે. જો એસીનું રેટિંગ 5 સ્ટાર પણ હોય તો પણ વિજળીના બિલમાં કોઈખાસ ફરક પડતો નથી. ઈલેકટ્રિક ACની વચ્ચે વિડિયોકોન તેનું હાઈબ્રિડ સોલર એસી લઈને આવ્યું છે. કંપનીનો દાવો છે કે તેમાં કોઈ પણ પ્રકારનું વિજળીનું બિલ આવતું નથી.

યુટિલિટી ડેસ્કઃ હાલના દિવસોમાં એર કન્ડીશનર(AC)ની મોટી રેન્જ આવી રહી છે. તેમાં ઘણ કંપનીઓ સામેલ છે. તેમાં 2 સ્ટારથી 5 સ્ટાર સુધીના AC સામેલ છે.  એર કન્ડીશનરના ઉપયોગથી વિજળીનું બિલ સૌથી વધુ આવે છે. જો એસીનું રેટિંગ 5 સ્ટાર પણ હોય તો પણ વિજળીના બિલમાં કોઈખાસ ફરક પડતો નથી. ઈલેકટ્રિક ACની વચ્ચે વિડિયોકોન તેનું હાઈબ્રિડ સોલર એસી લઈને આવ્યું છે. કંપનીનો દાવો છે કે તેમાં કોઈ પણ પ્રકારનું વિજળીનું બિલ આવતું નથી.
🔹નહિ આવે વિજળીનું બિલ
કંપનીન એવા દાવો છે કે એર કન્ડીશનર સંપૂર્ણ રીતે હાઈબ્રિડ અને સોલર એનર્જીથી ચાલે છે. એટલે કે એસીથી વિજળીનું બિલ નહિ આવે. કંપની એસીની સાથે સોલર પેનેલ પ્લેટ અને DC અને AC કન્વર્ટર સાથે આપશે. એટલે કે તમારે તેના માટે અલગથી પૈસા ખર્ચ કરવા પડશે નહિ. આ પેનેલ કોઈ પણ કલાયમેટ કન્ડીશનમાં કામ કરશે અને તેનું મેન્ટેનન્સ પણ ખૂબ જ ઓછું છે. કંપનીએ આ કન્ડીશનરને 2 અલગ-અલગ કેપેસિટીમાં નીકાળ્યું છે. તેમાં 1 ટન અને 1.5 ટન AC સામેલછે.
🔹આટલી છે કિંમત:
વિડિયોકોને 1 ટન અને 1.5 ટન કેપેસિટી વાળું AC નીકાળ્યું છે. તેમાં 1 ટન વાળું કન્ડીશનરની કિંમત 1.39 લાખ રૂપિયા છે. કંપની આ કિંમતમાં તમને સોલર પેનલ પ્લેટ અને DCમાંથી AC કન્વર્ટર આપે છે. આ AC તે જ સમયે કામ કરશે જયારે સૂર્ય પ્રકાશ હશે. રાતે તે કામ કરશે નહિ. એવામાં તેના માટે તમારે 1 લાખ રૂપિયાની બેટરી અલગથી ખરીદવાની રહેશે. જે આખી રાત તમારા એર કન્ડીશનરને ચાલુ રાખશે. કંપનીનું કહેવું છે કે આટલા ખર્ચમાં તમે 25થી 30 વર્ષ સુધી ફ્રીમાં ઠંડી હવા લઈ શકો છો.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser