Pages

Search This Website

Thursday, April 26, 2018

બિન અનામત જ્ઞાતિઓ માટે સરકારનો નિર્ણય, મળી શકશે આ અનામત યોજનાઓમાં લાભ...

બિન અનામત જ્ઞાતિઓ માટે સરકારનો નિર્ણય, મળી શકશે આ અનામત યોજનાઓમાં લાભ...




ગાંધીનગરઃ સરકાર દ્વારા બિન અનામત જ્ઞાતિઓને લઇ મહત્વનો નિર્ણય લેવાયો છે. બિન અનામત જ્ઞાતિઓને રીઝવવા માટે સરકારે યોજનાઓમાં લાભ આપવાની વિચારણા કરી છે. અનામત કેટેગરીમાં લાભ બિન અનામત જ્ઞાતિઓને પણ મળશે.

સરકાર બિન અનામત જ્ઞાતિઓને 35 જેટલી યોજનાઓમાં લાભ આપવાની વિચારણા કરી રહી છે. બિન અનામત આયોગ સરકારને ભલામણ કરશે. ઉચ્ચ અભ્યાસ માટે લોન તથા સરકારી નોકરીઓમાં લાભ અપાશે. 2થી 4 ટકામાં શૈક્ષણિક લોન આપવાની વિચારણા કરાઇ રહી છે.

વય મર્યાદામાં છૂટછાટ, મહિલા કેટેગરીમાં પણ લાભ મળશે. સબસીડીમાં પણ બિન અનામત જ્ઞાતિઓને લાભ મળશે. બિન અનામત જ્ઞાતિઓ શું ઇચ્છે છે તેનો આયોગ એક મહિનામાં સર્વે કરાવશે. જિલ્લા દીઠ 500થી 600 સેમ્પલ લેવામાં આવશે.

ગુજરાતમાં જ્ઞાતિ સમીકરણોમાં ભાજપે પછડાટ ખાધા બાદ હવે અેક મહત્તવના નિર્ણય તરફ સરકાર અાગળ વધી રહી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર તમામ સમાજોને અેક સાથે રાખવાનો પ્રયત્ન કરી રહી છે. ગામડામાં ભાજપની પકકડ ઘટતી જાય છે. શહેરી મતદારોના ભરોસે બેસવાને બદલે ભાજપે ગ્રામીણોને પણ રીઝવવાનો પ્રયત્ન કર્યો છે. લોકસભાની ચૂંટણીમાં ગામડાના મતદારોની નારાજગી ભાજપને ભારે પડી શકે છે. ભાજપે હવે તમામ અાંદોલનોને અેક સાથે દાબી દેવા માટે માસ્ટરપ્લાન ઘડ્યો છે. જે અાગામી સમયમાં અમલમાં અાવી શકે છે. અા મામલે અાજે સાંજે કદાચ અધિકારીક જાહેરાત પણ ભાજપ દ્વારા થઈ શકે છે.

35 જેટલી યોજનાઓમાં લાભ આપવાની વિચારણા

લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લે તેવી સંભાવના છે. બિન અનામત જ્ઞાતિઓને રીઝવવા માટે સરકારનો મોટો નિર્ણય હોઈ શકે છે. અનામત કેટેગરીમાં જે યોજનાનો લાભ મળે છે એ લાભ બિન અનામત જ્ઞાતિઓ ને પણ મળી શકે છે. બિન અનામત જ્ઞાતિઓને 35 જેટલી યોજનાઓમાં લાભ આપવાની વિચારણા કરાઈ રહી છે. બિન અનામત આયોગ સરકારને  ભલામણ કરે તેવી સંભાવના છે.

3 માસમાં બિન અનામત આયોગ સરકાર ને ભલામણ કરશે

વિદેશ ભણવા માટેની શૈક્ષણિક લોન, ઉચ્ચ અભ્યાસ માટેની લોન તેમજ સરકારી નોકરીઓમાં લાભ અપાશે. 2 થી 4 ટકામાં શૈક્ષણિક લોન આપવાની વિચારણા ચાલી રહી છે. વય મર્યાદા માં છૂટછાટ અને મહિલા કેટેગરીમાં પણ બિન અનામત જ્ઞાતિઓને પણ લાભ મળી શકે છે. સરકારની યોજના અને સબસીડીમાં પણ બિન અનામત જ્ઞાતિઓને પણ  લાભ મળી શકે તેવી સંભાવના છે. બિન અનામત આયોગ થોડા દિવસોમાં સરકારને ભલામણ કરે તેવી સંભાવના છે. 3 માસમાં બિન અનામત આયોગ સરકાર ને ભલામણ કરશે તે બાદ અાગામી કાર્યવાહી શરૂ થવાની શક્યતા છે.

બિન અનામત આયોગ એક મહિનામાં સરવે કરે તેવી શકયતાઅો

સરકાર પણ આ ભલામણોનો ત્વરિત અમલ કરવાના મૂડમાં છે. બિન અનામત આયોગ ભલામણ કરે અને સરકાર ની મંજૂરી મળે એટલે બિન અનામત નિગમ તેનો અમલ કરશે.  બિન અનામત જ્ઞાતિઓ શું ઈચ્છે છે એ માટે બિન અનામત આયોગ એક મહિનામાં સરવે કરે તેવી શકયતાઅો છે. જિલ્લા દીઠ 500 થી 600 સેમ્પલ લેવામાં આવશે. ત્યાર બાદ બિન અનામત જ્ઞાતિઓ ની ખરેખર શું જરૂરિયાત છે તે નક્કી કરાશે. જો અા નિર્ણયને મંજૂરી મળે તો અત્યારસુધી ચાલતા તમામ અાંદોલનો પર પડદો પડી શકે છે. લોકસભાની ચૂંટણીમાં રૂપાણી સરકારનો અા માસ્ટરપ્લાન સાબિત થઈ શકે છે. હવે લોકસભાની ચૂંટણીની ઘડીઅો ઘડાઈ રહી છે ત્યારે અા નિર્ણય ભાજપને ફાયદો કરાવી શકે છે.

બિનઅનામત આયોગના ચેરમેને પ્રેસ કોન્ફરન્સ સંબોધી

રાજ્ય સરકાર દ્વારા બિનઅનામત આયોગ અંતર્ગત સવર્ણોને વિવિધ લાભ આપવાની જાહેરાત બાદ બિનઅનામત આયોગના ચેરમેન હંસરાજ ગજેરાએ પત્રકાર પરિષદ સંબોધી હતી. રાજકોટમાં ચેરમેન હંસરાજ ગજેરાએ જણાવ્યું હતું કે, અનામતના લાભથી વંચિત અન્ય જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને લાભ આપવા એ સરકારની પ્રાથમિકતા છે. સરકારની 35 જેટલી વિવિધ યોજનાઓ છે. જે બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને લાભકર્તા છે. આ મુદ્દે અભ્યાસ કર્યા બાદ માળખાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે અને સરકારને મોકલી આપવામાં આવશે સાથે જ વિદ્યાર્થીઓ માટે જરૂરી યોજનાઓ પણ ઝડપથી કાર્યરત કરવામાં આવશે તેમ હંસરાજ ગજેરાએ વધુમાં જણાવ્યું હતું.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment