Pages

Monday, March 11, 2019

માવાનું વ્યસન છોડાવવા માટે આવી ગયો આર્યુર્વેદીક માવો

માવાનું વ્યસન છોડાવવા માટે આવી ગયો આર્યુર્વેદીક માવો 



માવો ખાવાના ફાયદા:

જુનાગઢઃ
માવો એટલે કે જેને લોકો મસાલો અને ફાકીના નામથી પણ ઓળખવામાં આવે છે. એવા અનેક લોકો છે જેઓ વ્યસનમાં પોતાની આખી જિંદગી ખરાબ કરી નાંખે છે. વ્યસન મુક્તિની અનેક શિબિરો એટેન્ડ કર્યા બાદ પણ લોકો માવો ખાવાનું છોડી શકતા નથી.


જોકે જૂનાગઢના રહીશોએ તમાકુના વ્યસનનો અનોખો તોડ શોધ્યો છે. આ માવો એવો છે જેને ખાવાથી અનેક ફાયદા થાય છે. સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ગુણકારી સાબિત થાય છે.

આ રીતે તૈયાર થાય છે હર્બલ માવો:

શરીર માટે નુકસાનકારક તમાકુવાળા માવાને બદલે જૂનાગઢના ગોકુલધામ સોસાયટીના સંચાલકોએ અનોખો હર્બલ માવો તૈયાર કર્યો છે. હર્બલ માવામાં સોપારી સહિત 11 પ્રકારનો ઔષધનો સમાવેશ કરાયો છે.



જેમાં હર્બલ માવો, સોપારી, સેકેલી વરિયારી, અજમાનો પાવડર, લવિંગ પાવડર, લિંડી પિપર, જેઠીમધ, કપૂર, ઈજમેટના ફૂલ, અમૃતબિંદુ, નાગરવેલ પાનના ટુકડા મિક્સ કરવામાં આવે છે.

આ માવાથી વ્યસન છોડી શકાય છે:

સૌરાષ્ટ્રમાં માવા ખાવા વાળા લોકોનું પ્રમાણ વધારે છે. જેની કુટેવ લોકો સરળતાથી છોડી શકતા નથી. આ માટે જૂનાગઢમાં રહેલા કાંતિલાલ જાંજરૂકિયાએ આ માવો તૈયાર કર્યો છે.


તેમનું કહેવું છે કે, અમે જેટલા લોકોને આ માવો આપ્યો તેમાંથી 90 ટકા લોકોએ તંમાકુવાળા માવા ખાવાનું છોડી દીધું છે, જેનાથી સાબિત થાય છે કે ભવિષ્યમાં પણ તંબાકુ છોડવા માટે આ હર્બલ માવાનો ઉપયોગ સફળ સાબિત થશે.

હર્બલ માવાનું વેચાણ:

હર્બલ માવાને શરૂઆતમાં 3 થી 7 એપ્રિલ સુધી દરેક વ્યક્તિને 2-2 પાર્સલ ફ્રી માં આપવામાં આવશે. ત્યાર બાદ એક કિલો માવાનું પેકેટ 360 રૂપિયાના ભાવે આપવામાં આવશે. જેમાંથી કુલ 70 માવા બનાવી શકાય છે.


તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો :

(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક


જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment