Pages

Monday, August 12, 2019

રિલાયન્સે કર્યો ધડાકો, જિયો ગિગાફાઇબરના માત્ર 700 રૂપિયાના પ્લાનમાં મળશે અઢળક સુવિધા

રિલાયન્સે કર્યો ધડાકો, જિયો ગિગાફાઇબરના માત્ર 700 રૂપિયાના પ્લાનમાં મળશે અઢળક સુવિધા




રિલાયન્સે આજે થયેલી પોતાની એન્યૂઅલ જનરલ મીટિંગમાં જિયો ગીગાફાયબરના લોન્ચની જાહેરાત કરી દીધી છે. કંપની આ સર્વિસની શરૂઆતમાં ભારતનાં 1100 શહેરોમાં ઉપલબ્ધ કરાવશે. કંપનીને આશા છે કે જિયો ગીગાફાયબર ભારતના બ્રોડબેન્ડ સેક્ટરને સમગ્ર રીતે બદલી નાંખશે.

5 સપ્ટેમ્બરે જિયોના ત્રણ વર્ષ પુરા થવાના છે. આ ત્રણ વર્ષમાં જિયોના 340 મિલિયન યૂઝર્સ થઈ ગયા છે. જિયોના નેટવર્ક પર દર મહીને 1 કરોડ નવા ગ્રાહક જોડાઈ રહ્યાં છે. આ આંકડાઓની સાથે જિયો દુનિયાનું બીજું સૌથી મોટું ઓપરેટર બની ગયું છે. જિયોના અત્યારે લગભગ બધા નેટવર્ક 5G સપોર્ટ કરે છે. તેની સાથે જ જિયોએ હવે 4G+ સર્વિસ આપવાની શરૂ કરી દીધી છે.

ગીગાફાયબર કનેક્શન લેનાર સબસ્ક્રાઈબરને હાઈ સ્પીડ બ્રોડબેન્ડની સિવાય લેન્ડલાઈન કોલિંગ, જિયો આઈપીટીવીની સાથે સ્માર્ટ હોમ સોલ્યૂશનનો અનુભવ થશે. કંપની ગત કેટલાક મહીનાઓથી દેશના કેટલાક શહેરોમાં તેનું ટેસ્ટિંગ કરી રહી હતી. થોડા દિવસ પહેલા એક ઈવેન્ટમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ પણ કહ્યું હતુ કે ગીગાફાયબરનું ટ્રાયલ પૂરું થઈ ચૂક્યું છે અને હવે ભારતના 5 કરોડ યૂઝર્સને સ્માર્ટહોમ સોલ્યૂશન આપવા માટે સમગ્ર રીતે તૈયાર છે.


જિયો ગીગાફાયબરના પ્લાનની કિંમત 700 રૂપિયાથી 10,000 હજાર રૂપિયા વચ્ચે હશે. કંપની આ કિંમતની વચ્ચે અલગ-અલગ યૂઝર્સ માટે ઘણા પ્લામ ઓફર કરાવશે. જિયો ગીગાફાયબરના સૌથી ઓછી કિંમતવાળા પ્લાનમાં યૂઝર્સને 100Mbpsની સ્પીડ આપવામાં આવશે. તો તેના પ્રીમિયમ પેકમાં આ સ્પીડ 1Gbps સુધીની રહેશે.

જિયો ગીગાફાયબર સબસ્ક્રાઈબરને હાઈસ્પીડ ઈન્ટરનેટની સાથે શાનદાર કોલિંગ બેનિફિટ પણ મળશે. કંપનીએ આજે જણાવ્યું કે ગીગાફાયબર યૂઝર્સને વોઈસ કોલ કે ડેટામાં કોઈપણ એકને જ ચૂકવણી કરવાની રહેશે. ફિક્ડ લાઈન પર કંપની યૂઝર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે કંપનીએ ઈન્ટરનેશનલ કોલિંગ માટે નવો પ્લાન પણ લોન્ચ કર્યો છે. 500 રૂપિયાના આ પ્લાનમાં યૂએસ અને કેનેડા માટે અનલિમિટેડ કોલિંગ આપવામાં આવશે.
Source Sandesh News
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment