Duolingo એપ. ડાઉનલોડ કરો, અંગ્રેજી શીખવા બેસ્ટ એપ.
ટૅક્નોલૉજી સતત બદલાતી રહી છે અને સતત બદલાઈ રહી છે. ટૅક્નોલૉજીએ રોજિંદા જીવનના દરેક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે તથા એ દરેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન કર્યું છે. તો ટૅક્નોલૉજીના પરિવર્તન પામેલા આ યુગમાંથી શિક્ષણનું ક્ષેત્ર કેમ બાકાત રહી શકે ? ટૅક્નોલૉજીએ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયામાં પણ પરિવર્તન કર્યું છે, બાળકોની અધ્યયન શૈલીમાં પરિવર્તન કર્યું છે. ટૅક્નોલૉજી આપણી ભાષા શીખવાની અને શીખવવાની રીત બદલી રહી છે. ટૅક્નોલૉજીએ શિક્ષકોને અધ્યાપન માટે નવી સુવિધા અને અભિગમો પ્રદાન કર્યા છે અને વિદ્યાર્થીઓની રુચિને અનુરૂપ પુષ્કળ સર્જનાત્મક અને અધિકૃત સંસાધનો પૂરાં પાડ્યાં છે, જે નવી ભાષા શીખવાની પ્રક્રિયાને સરળ બનાવી શકે છે.
ભાષા શીખવામાં ટૅક્નોલૉજી ઘણી રીતે ભાગ ભજવે છે. ટૅક્નોલૉજી પોડકાસ્ટ, વોડકાસ્ટ, ઓનલાઇન શબ્દકોશ, વેબલોગ્સ વગેરે જેવાં અધ્યયન સંસાધનો પૂરાં પાડે છે. ટૅક્નોલૉજી અધ્યયન અનુભવોમાં વૃદ્ધિ કરે છે એટલે કે તે ભાષા શીખવા માટે યોગ્ય માર્ગ ચીંધે છે અને અધ્યેતાને પોતાની ક્ષમતા અને ગતિ અનુસાર જ્યાં અને જયારે શીખવું હોય ત્યાં અને ત્યારે વિપુલ તક પૂરી પાડે છે. ભારતીય ભાષાઓ શીખવા માટે આવી તકનિકી સુવિધા ખૂબ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ વિદેશી ભાષાઓ શીખવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધછે.
અન્ય ભાષાઓ શીખવા માટે ઉપલબ્ધ વેબસાઇટ્સઃ
● www.learnlanguage.com
આ વેબસાઇટની મદદથી અંગ્રેજી, સ્પેનિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન વગેરે વિદેશી ભાષાઓ શીખી શકાય છે.
www.openculture.com
આ વેબસાઇટમાં વિવિધ ભાષાઓ શીખવા માટેના યૂ-ટ્યૂબ વીડિયો ઉપલબ્ધ છે.
www.surfacelanguage.com
આ વેબસાઇટમાં વિવિધ ભાષાઓ શીખવા માટેના ઓડિયો લેસન, ક્વિઝ વગેરે ઉપલબ્ધ છે.
Important Links
જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો | અહીં ક્લિક કરો |
www.interpolyglot.com
આ વેબસાઇટમાં વિવિધ ભાષાઓ શીખવા માટે ઓડિયો લેસન, ગેમ્સ વગેરે ઉપલબ્ધ છે.
- આ જ રીતે ભાષા શીખવા માટે કેટલાક MOOC કોર્સ, વીડિયો ટ્યૂટોરિયલ અને મોબાઇલ એપ્સ પણ ઉપલબ્ધ છે.
- વિવિધ ભાષા શીખવા માટેની આ બધી સુવિધાઓ પૈકી કેટલીક મૂલ્યવર્ધિત સેવાઓ છે, તો કેટલીક નિઃશુલ્ક છે. આ લેખ લખાય છે ત્યારે ગૂગલ પ્લેસ્ટોર પર શૈક્ષણિક એપ્લિકેશનમાં તૃતીય ક્રમ ધરાવતી એપ્લિકેશન ‘Duolingo’ પણ અન્ય ભાષાઓ શીખવા માટેની આવી ખૂબ સારી અને રસપ્રદ એપ્લિકેશન છે, જે બિલકુલ નિઃશુલ્ક છે. ‘Duolingo’ની મદદથી જે તમે જો કોઈ એક ભાષા સારી રીતે જાણતા હો, તો તેના આધારે ૩૦થી વધારે અન્ય ભાષાઓ સરળતાથી અને રસપ્રદ રીતે શીખી શકાય છે.
બીજી ભાષા શીખવાનું ઉપયોગી માધ્યમ Duollingo
- Duolingo એ ભાષા શીખવા માટેની ઘણી સારી મોબાઇલ એપ્લિકેશન છે. તેના દ્વારા તમે ૩૦ થી વધુ ભાષાઓ શીખી
- શકો છો. આ એપ પર એક ભાષા પરથી બીજી ભાષા શીખી શકાય છે તે માટે તમે તેમાં ઉપલબ્ધ ભાષાએ પૈકી કોઈ એક ભાષા
- જાણતા હોવા જોઈએ, ભારતીય ભાષાઓ પૈકી હિન્દી ભાષા તેમાં ઉપલબ્ધ છે. અધ્યેતા જાણતો હોય તે દરેક ભાષા માટે જુદી
- જુદી સંખ્યામાં અન્ય વિદેશી ભાષા શીખવા માટેના વિકલ્પો તેમાં ઉપલબ્ધ છે. જેમ કે, હિન્દી ભાષા જાણનાર માટે અંગ્રેજી
- ભાષા શીખવા માટેનો એક જ વિકલ્પ ઉપલબ્ધ છે. જયારે અંગ્રેજી ભાષા જાણનાર માટે ફ્રેન્ચ, સ્પેનિશ, રશિયન વગેરે જેવી
- ૩૦ભાષા શીખવા માટેના વિકલ્પો ઉપલબ્ધ છે. આ જ રીતે ચાઇનીઝ ભાષાના જાણકાર વ્યક્તિ માટે અંગ્રેજી, સ્પેનિશ વગેરે
- જેવી ૬ ભાષા શીખવા માટેના વિકલ્પો ઉપલબ્ધ છે. એ રીતે જોઈએ તો હિન્દી ભાષાનો જાણકાર અધ્યેતા પહેલાં અંગ્રેજી
- ભાષા શીખી અને પછી અંગ્રેજી પરથી અન્ય ૩૦ વિદેશી ભાષા પૈકી કોઈપણ ભાષા શીખી શકે છે. ભાષા શીખવાની આ
- પ્રક્રિયાપ્રમાણમાં ઘણી સરળ અને ખૂબ રસપ્રદ છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser
No comments:
Post a Comment