કંડકટર ભરતી ખાલી જગ્યાઓ
GSRTC Conductor Recruitment માટે નીચે મુજબની ખાલી જગ્યાઓ છે.
કુલ જગ્યા | બિ.અ. | બિ.અ. | EWS | EWS | SEBC | SEBC | SC | SC | ST | ST | |
સામાન્ય | મહિલા | સામાન્ય | મહિલા | સામાન્ય | મહિલા | સામાન્ય | મહિલા | સામાન્ય | મહિલા | ||
ફાળવણી | 1299 | 307 | 151 | 201 | 98 | 201 | 98 | 52 | 25 | 112 | 54 |
શરતી (1) | 765 | 212 | 104 | 51 | 25 | 139 | 67 | 36 | 17 | 77 | 37 |
શરતી (2) | 1278 | 353 | 173 | 86 | 41 | 232 | 113 | 60 | 29 | 128 | 63 |
કુલ | 3342 | 872 | 428 | 338 | 164 | 572 | 278 | 148 | 71 | 317 | 154 |
- ઉપર દર્શાવેલ ભરતી જગ્યાઓ પૈકી શરતી (1) અને શરતી (2) જગ્યાઓ સરકારશ્રીની મંજુરી ની અપેક્ષાએ કરવામા આવશે.
ગુજરાત એસ.ટી. મા કંડકટર ની આ ભરતી માટે નીચે મુજબના લાયકાત ના ધોરણો નક્કી કરવામા આવ્યા છે.
વય મર્યાદા
કંડકટરની આ ભરતી માટે લઘુતમ વયમર્યાદા 18 વર્ષ જ્યારે મહતમ વયમર્યાદા 33+1 = 34 વર્ષ નિયત કરવામા આવી છે. અનામત કક્ષાના ઉમેદવારોને મહતમ વયમર્યાદામા નિયમાનુસાર છુટછાટ મળવાપાત્ર છે.
શૈક્ષણિક લાયકાત
કંડકટરની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ નિયત કરવામા આવી છે. ઉમેદવાર ધોરણ 12 પાસ કરેલ હોવા જોઇએ.
લાયસન્સ
પ્રાદેશીક વાહનવ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવા જરૂરી છે.
વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટી. ધરાવતા હોવા જોઇએ.
સીલેકશન પ્રોસેસ
એસ.ટી. મા કંડકટરની આ ભરતી લેખીત ઓ.એમ.આર. બેઝ પરીક્ષાથી કરવામા આવનાર છે. જેમા 10 ગુણનુ પેપર લેવામા આવશે. ભરતી માટે આ પરીક્ષાના માર્કનુ 100 % વેઇટેજ રહેશે.
પરીક્ષા માળખુ
આ ભરતીની પરીક્ષા માટે નીચે મુજબના ગુણભાર ધરાવતુ પેપર પૂછવામા આવશે.
ટોપીક | ગુણભાર |
સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભુગોળ / ગુજરાતના વર્તમાન બનાવો (ધો.૧૨ કક્ષાનું) | 20 ગુણ |
રોડ સેફટી | 10 ગુણ |
ગુજરાતી વ્યાકરણ (ધો. ૧૨ કક્ષાનું) | 10 ગુણ |
અંગ્રેજી વ્યાકરણ (ધો. ૧૨ કક્ષાનું) | 10 ગુણ |
ક્વોન્ટીટેટીવ એપ્ટીટયુટ અને ટેસ્ટ ઓફ રીઝનીંગ | 10 ગુણ |
નિગમ ને લગતી માહિતી / ટીકીટ અને ભાડાના દર | 10 ગુણ |
મોટર વ્હીકલ એકટની પ્રાથમિક જાણકારી, કંડકટરની ફરજો | 10 ગુણ |
કોમ્પ્યુટર ઉપયોગી પાયાની જાણકારી ના પ્રશ્નો | 20 ગુણ |
પગારધોરણ
કંડકટરની આ ભરતી માટે 5 વર્ષ સુધી ફીકસ પગાર રૂ.18500 મળૅવાપાત્ર છે. ત્યારબાદ સંતોષકારક સેવાઓ બદલ કંડકટર સંવર્ગનો નિગમમા જે મૂળ પગાર અમલમા હોય તેમા નિયમિત નિમણૂંક મળવાપાત્ર થશે.
અગત્યની લીંક
કંડકટર ભરતી ડીટેઇલ નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી | અહિં ક્લીક કરો |
No comments:
Post a Comment