Pages

Search This Website

Wednesday, July 17, 2019

ફોનમાં હજારો ફોટોઝ સેવ કરવા પર પણ નહીં થાય સ્પેસ ફુલ, અપનાવો આ રીત


ફોનમાં હજારો ફોટોઝ સેવ કરવા પર પણ નહીં થાય સ્પેસ ફુલ, અપનાવો આ રીત




સ્માર્ટફોન બે વસ્તુ વગર કોઈ કામનો હોતો નથી, પહેલું ઈન્ટરનેટ અને બીજું ફોનની સ્ટોરેજ. જેમ-જેમ ફોનનું સ્ટોરેજ ફુલ થતી જાય છે તેમ દરેક વસ્તુ સેવ કરવામાં તકલીફ થવા લાગ્યા છે. હાઈ રેઝોલ્યુશન વાળા ફોટા અને વીડિયો વધુ જગ્યા રોકે છે. તે માટે ફોનની સ્પેસ ખાલી કરવા માટે વારંવાર ફાઈલ, ફોટોઝ અને લેપટોપમાં ટ્રાન્સફર કરવું પડે છે, અથવા જગ્યા કરવા માટે ડિલીટ કરવું પડે છે.


આ સમસ્યાને હલ કરવા માટે એક વિકલ્પ એ પણ છે કે તેને કલાઉડ સ્ટોરેજમાં અપલોડ કરી દો. જોકે મોટાભાગના ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ પ્રોવાઈડર્સ લિમિટેડ ફ્રીમાં આપે છે, અને વધુ સ્પેસનો ઉપયોગ કરવા માટે પૈસા આપવા પડે છે. એક વિકલ્પ છે, જેમાં તમે સરળતાથી ફોટાઝ અને વીડિયોઝ શેર કરી શકો છો.




તમે તમારા ગૂગલ ફોટોઝમાં સ્ટોર કરી શકો છો. તે યુઝર્સને હાઈ રેઝોલ્યુશન ઈમેજ અને વીડિયોઝ સ્ટોર કરવાની તક આપે છે, પરંતુ આમાં પણ તમને લિમિટમાં સ્પેસ મળે છે, પણ એક રીતે તમારા ફોનની સ્પેસ વધારી શકો છો. તો જાણીયે કેવી રીતે તમે અનલિમિટેડ સ્ટોરેજ મેળવી શકો છો. ગૂગલમાં ફોટો અને વીડિયો હાઈ રેઝોલ્યુશનમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. ગૂગલ ફોટોઝ એપ ઓટોમેટિકલી બધા ફોટોઝ અપલોડ કરશે અને તેને હાઈ રેઝોલ્યુશનમાં કન્વર્ટ કરશે.


આ ઉપરાંત હાઈ રેઝોલ્યુશન ફોટોઝ, ફોટોની ક્વોલિટીને અસર નહીં કરે. જોકે તેનાથી તમારી સ્પેસ જરૂર બચશે. અનલિમિટેડ સ્ટોરેજ મેળવવા માટે ફોનમાં ગૂગલ ફોટોઝ એપનું લેટેસ્ટ વર્ઝનવાળી એપ અને ઈન્ટરનેટ કનેક્શન જરૂરી છે.
સ્ટોરેજને વધારવા માટે ફોલો કરો સ્ટેપ
-‘બેકઅપ મોડ’ મોડ પર ટેપ કરી હાઈ ક્વોલિટી ઓપ્શન પસંદ કરો.
-ગૂગલ ફોટાની એપ ખોલો.
-જમણી બાજુના આપેલા ત્રણ હોરીજોન્ટલ બાર પર ક્લીક કરો.
-ત્યારબાદ સેટિંગના ઓપ્શનમાં જાવ.
-Back & syncની સામે આપેલા ટોગલને ઓન કરો.


-ત્યાર બાદ‘Backup mode’પર ટેપ કરો અને ‘High quality’ઓપ્શન પસંદ કરો.
-ત્યારબાદ‘Back up device folders’પર જાવ અને એ બધા ફોલ્ડર્સને સિલેક્ટ કરો જેને તમે અપલોડ કરવા માગો છો.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment