Pages

Friday, July 19, 2019

ગેસ સબસિડી ને લાગતી ગ્રાહકને ઉપયોગી થઈ શકે તેવી માહિતી

જેના નામે ગેસ, તેને જ મળશે સબસિડી

સબસિડીમાં પારદર્શકતા લાવવા માટે વેબસાઈટ પર તમામ માહિતી અપલોડ કરાશે
- ગેસ સબસિડીમાં પારદર્શકતા લાવવા માટે વેબસાઈટ પર તમામ માહિતી અપલોડ કરાશે

સરકાર દ્વારા  ભારતના નાગરિકોને આપવામાં આવતી વિવિધ સબસીડી, સ્કોલરશિપ છેવટના લાભાર્થી સુધી પહોંચતી નહીં હોવાથી કેન્દ્ર  સરકાર  દ્વારા આધારકાર્ડ અને બેંક ખાતાને સંલગ્ન બનાવી તમામ સબસિડી, સ્કોલરશિપ અને અન્ય સરકારી આર્થિક લાભ સીધા લાભાર્થી સુધી પહોંચાડવાની પારદર્શક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પરંતુ જો ગેસ ધારક કોઈ અન્યના નામથી ગેસ કનેકશનનો વપરાશ કરતા હશે તો સબસીડીનો લાભ તેઓને મળી શકશે નહીં.

આધારકાર્ડમાં દર્શાવેલ નંબર દ્વારા સીધા ઉપભોગકર્તાના બેંક ખાતામાં ગેસની સબસીડી જમા કરાવવાની હોવાથી જેના નામનું ગેસ કનેકશન હશે તેઓનો બેંક ખાતા નંબર આધાર સાથે જોડવામાં આવશે. ગેસની સબસીડી મેળવવા માટે જો અન્યના નામથી ગેસ કનેકશન ચાલતું હોય તો તેઓના નામે ગેસ ટ્રાન્સફર કરાવવો આવશ્યક છે. એક અનુમાન મુજબ ભાવનગર જિલ્લામાં ૧૧,૫૦૦ ગેસધારકો કોઈ અન્યના નામે ગેસના બાટલા વાપરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર અને સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા ગેસધારકો દ્વારા એક વર્ષમાં કેટલા સબસિડીવાળા બાટલાનો વપરાશ કરવામાં આવ્યો છે અને ગ્રાહકના ખાતામાં સબસીડીવાળા કેટલા બાટલા બાકી છે. સબસીડીની રકમ બેંકના ખાતામાં જમા થઈ કે નહીં, કઈ તારીખે કઈ બેંકમાં સબસીડી જમા થઈ જતા તમામ માહિતી નાગરિકો વેબસાઈટના માધ્યમથી જાણી શકાશે.

ડાયરેકટ સબસિડી કેશ ટ્રાન્સફર સ્કીમને પારદર્શક તથા સામાન્ય નાગરિકો માટે સુવિધાજનક બનાવવા માટે સરકાર દ્વારા વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. ભારત ગેસ, એચપી ગેસ, ઈન્ડિયન ઓઈલ દ્વારા પોતપોતાના પોર્ટલ અપડેટ કરી લેવામાં આવ્યા છે.

- નામ ટ્રાન્સફર માટે શું કરવું ?

ગ્રાહક જે વ્યક્તિના નામનું ગેસ કનેકશન વાપરતા હોય તેઓની પાસેથી રૂ.૧૦૦ના સ્ટેમ્પ પેપર પર કનેકશન ટ્રાન્સફર કરાવવા માટેનું સહમતીપત્ર લખાવી લે. બાદમાં ગેસ એજન્સી પાસે નામ ટ્રાન્સફરનું ફોર્મ જરૂરી દસ્તાવેજ, સહમતી પત્ર સાથે જમા કરાવવું પડશે. મૂળ કનેકશન અને વર્તમાન કનેકશનની સિક્યુરીટી ડિપોઝીટની રકમના તફાવતની રકમ પણ જમા કરાવવી પડશે

- શહેર બદલાવવાની પ્રક્રિયા

જો ગેસ ધારક એક શહેરમાંથી અન્ય શહેરમાં બદલી થઈને અન્ય કારણોસર વસવાટ કરવા જઈ રહ્યા હય તો, એજન્સી પર ગેસ સિલીન્ડર  જમા કરાવવું પડશે. ત્યાંથી આવા લોકોને ટર્મિનેશન વાઉચર આપવામાં આવે છે, જેને અન્ય શહેરની ગેસ એજન્સી સમક્ષ રજુ કરવાનું હોય છે.

- ગેસ  ધારકનું  મૃત્યુ   થાય તો  સિક્યુરીટી  રકમ  નહીં  લાગે...

ગેસ ધારકનું અવસાન થાય તેવી સ્થિતિમાં પરિવારના કોઈ અન્ય સભ્યના નામે ગેસ કનેકશન કરાવવા માટે નોટરી સમક્ષ સોગંદનામુ રજુ કરવું પડે છે. અને તેને બાદમાં ગેસ એજન્સીએ જમા કરાવવું પડે છે. જોકે નામ ટ્રાન્સફર કરાવવાની આ પ્રક્રિયામાં  વધારાની કોઈ સિક્યુરીટી ડિપોઝીટ આપવાની જરૂરત રહેતી નથી.

- એજન્સી બદલાવવા શું કરશો ?

શહેરમાં એક વિસ્તારમાંથી અન્ય વિસ્તારમાં મકાન બદલાવવામાં આવે ત્યારે પણ વપરાશકોર ગેસ એજન્સી ખાતે જઈ અને દસ્તાવેજ બતાવવા પડે છે. ગેસ એજન્સી દ્વારા આવા ગ્રાહકોને કસ્ટમર ટ્રાન્સફર એડવાઈઝ  (સીટીએ) બનાવી આપવામાં આવે છે અને તેને નવી એજન્સી સમક્ષ રજુ કરવાની રહે છે.

- કેવી રીતે જાણકારી મેળવી શકાશે...?

hp gas transparacy portal
indian oil transparancy portal
bharat gas transparancy portal
સામાન્ય સર્ચ પર કવીક કરો. રાજ્ય, જિલ્લા અને ડિલર પર કલીક કરો. ગ્રાહકના નંબર અથવા નામ પર સર્ચ કરાવો. ગ્રાહકે કેટલા સિલીન્ડરનો વપરાશ કર્યો છે તેની માહિતી પર કલીક કરો. તેમાં ગ્રાહકને  ખબર પડી જશે કે તેઓના કવોટામાં હવે કેટલા સિલીન્ડર બાકી છે. સબસીડીની રકમ કઈ બેંકમાં અને કેટલી પહોંચી છે. તેની તમામ માહિતી ઉપલબ્ધ છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment