LICની આ 4 પોલિસી આપશે ડબલ બેનિફિટ, માત્ર એકવાર રોકવાના રહેશે પૈસા
નવી દિલ્હીઃ LIC દેશની સૌથી મોટી જીવન વીમા કંપની છે. જોકે તેના કેટલાક પ્લાન એવા છે જેમાં ડબલ ફાયદો થાય છે. એક તો તેના રોકાણ પર ઈન્કમ ટેકસ બચે છે, બીજો ફાયદો તે છે તેમાં એક વાર જ રોકાણ કરવાનું હોય છે. તેના કારણે LICના આ પ્લાન ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યાં છે. LICના કાનપુર ક્ષેત્રના ડેવલોપમેન્ટ ઓફિસર અવધેશ કુમાર રાજપૂતના જણાવ્યા અનુસાર, 31 માર્ચ પહેલા લોગ ઈન સિંગલ પ્રીમયમ પ્લાનમાં રોકાણ કરીને સંપૂર્ણ ફાયદો ઉઠાવી શકાય છે.
સિંગલ ડાઉનપેમેન્ટ પ્લાન
LICની આ યોજનામાં માત્ર એક જ વાર પ્રીમયમ આપવાનું હોય છે. આ યોજનાને 90 દિવસના બાળકથી લઈને 65 વર્ષની ઉંમરના લોકો લઈ શકે છે. આ પ્લાન 10 વર્ષ માટે મળે છે. તેમાં ન્યુનતમ 50 હજાર રૂપિયાનો વીમો લઈ શકાય છે. જોકે અધિકતમની કોઈ સીમા નથી. જો કોઈ વ્યક્તિ ન્યુનતમ 50 હજારનો વીમો લે છે તો તેને 40 હજાર રૂપિયા પ્રીમયમ આપવાનું રહેશે. બાદમાં પોલિસી પુરી થવા પર 75થી 80 હજાર રૂપિયા જેટલા તેમને પરત મળી જાય છે. જો વચ્ચે વીમો ધરાવનાર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો નોમિનીને 50 હજાર રૂપિયા મળશે.
જીવન અક્ષય પેન્શન પ્લાન
આ પ્લાન અંતર્ગત જીવનભર પેન્શન મેળવી શકાય છે અને બાદમાં નોમિનીને પ્રીમયમના રૂપમાં જમા પૈસા પરત મળી જશે. આ અંગેની વધુ વિગતો એલઆઈસીની ઓફિશિયલ સાઈટ પર જઈને જોઈ શકાય છે.
સિંગલ મની બેક પોલિસી
એલઆઈસીની આ યોજનામાં ત્રણ વિકલ્પની સાથે રોકાણ કરી શકાય છે. તેમાં રોકાણકારને 9 વર્ષ, 12 વર્ષ અને 15 વર્ષનો વિકલ્પ મળે છે. આ તમામ વિકલ્પોમાં ન્યુનતમ વિમો લેવો જરૂરી હોય છે. જોકે અધિકતમની કોઈ સીમા નથી.
9 વર્ષનું વિકલ્પનું વિવરણ
આ વિકલ્પમાં રોકાણ કરનારે ન્યુનતમ 28 હજાર રૂપિયાનું પ્રીમયમ આપવું પડશે અને 40 હજાર રૂપિયાનો વીમો મળે છે. આ યોજના અંતર્ગત ત્રીજા અને છઠ્ઠા વર્ષમાં 15-15 ટકા પૈસા મની બેકના રૂપમાં પરત મળે છે. આ પૈસા લગભગ 6-6 હજાર રૂપિયા હોય છે. 9 વર્ષમાં 16 હજાર રૂપિયા અને બોનસ મળે છે. સરેરાશ આ વીમો લેનારને કુલ બધુ થઈને લગભગ 45 હજાર રૂપિયા પરત મળે છે.
12 વર્ષનો વિકલ્પ
આ વિકલ્પમાં ન્યુનતમ 50 હજાર રૂપિયાનો વીમો મળે છે. જેના માટે 40 હજાર રૂપિયા પ્રીમયમ આપવાનું હોય છે. તેમાં 3-6-9માં વર્ષમાં મની બેકના રૂપમાં 15 ટકા પૈસા પરત મળે છે. 12માં વર્ષ બધા જ પૈસા પરત મળે છે.
15 વર્ષનો વિકલ્પ
આ યોજનામાં ન્યુનતમ 70 હજાર રૂપિયાનો વીમા લેવાનો હોય છે. જેના માટે 50 હજાર રૂપિયાનું પ્રીમયમ આપવાનું હોય છે. આ યોજનામાં 3-6-9 અને 12માં વર્ષમાં દરેક વખતે 15-15 ટકા પૈસા પરત મળે છે. અંતમાં 15 વર્ષમાં બચેલા પૈસા પરત મળી જાય છે. રોકાણકારને કુલ મેળવીને અંત સુધીમાં લગભગ 1.40 લાખ રૂપિયા મળી જાય છે.
No comments:
Post a Comment