સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સરકારે કરી બંધ, કારણ જાણી રહેશો દંગ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સોમવાર સુધી બંધ રહેશે. પ્રવાસીઓના ધસારાને લઈ સરકારે આ નિર્ણય લિધો છે. તેમજ પ્રવાસીઓને મુલાકાતનું આયોજન ન કરવા સૂચના આપવામાં આવી છે. 12 નવેમ્બર બાદ મુલાકાતનું આયોજન કરવા લોકોને સૂચના આપવામાં આવી છે.
31મી ઓક્ટોબરે દેશ-દુનિયા સામે વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું, અને ત્યારબાદ ફરવાના શોખીન ગુજરાતીઓ સહિત દેશભરના લોકો અહીં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે ગઈકાલે એટલે કે ગુરુવારે નવા વર્ષે સરદારની વિશાળ પ્રતિમા જોવા માટે એક દિવસમાં 20 હજારથી વધુ લોકોએ અહીં મુલાકાત કરી હતી.
પ્રવાસીઓના મોટો ઘસારો જોતા રાજ્ય સરકારે જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરીમાં જવા માટેની લિફ્ટમાં એક દિવસમાં 5000 લોકો જઇ શકે છે. એટલે મુલાકાતીઓને વિનંતી છે કે અહીં હવેથી દિવસમાં પાંચ હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જાહેર જનતા માટે આ પ્રતિમા સવારે 9થી સાંજના 5 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે.
No comments:
Post a Comment