મોબાઈલમાં ઇન્ટરનેટની સ્પીડમાં થશે જોરદાર વધારો, સરકારે લીધો આ નિર્ણય

ઈસરો દેશના સૌથી ભારે સેટેલાઈટ જીસેટ-11ને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જે અંતિમ તબક્કામાં છે. આ સેટેલાઈટ જીસેટ-11ને યુરોપના એરિયન-5 રોકેટ દ્વારા બુધવારે સવારે ફ્રેંચ ગયાનાથી પ્રક્ષેપણ કરાશે. યુરોપિયન સ્પેસ ટ્રાંસપોર્ટર એરિયનસ્પેસે પોતાની વેબસાઈટ પર લખ્યું છે કે લોન્ચિંગ 5 ડિસેમ્બરે સવારે 2.07 થી 3.23 કલાક વચ્ચે હશે. આ કોમ્યુનિકેશન સેટેલાઈટનું વજન 5,854 કિલોગ્રામ છે. જેના દ્વારા દેશમાં ઈન્ટરનેટની સ્પીડને વધારવામાં મદદ મળશે.

ઈસરોના ચેરમેન કે.સિવને જણાવ્યું હતું કે ચાર ઉચ્ચ ક્ષમતા વાળા થ્રોપુટ સેટેલાઈટ આવનારા વર્ષમાં દેશમાં દર સેકંડે 100 ગીગાબાઈટથી ઉપરની બ્રોડબેંડ કનેક્ટિવિટી આપશે. ચારમાંથી સેટેલાઈટ જીસેટ-19 લોન્ચ થઈ ચૂક્યો છે. જીસેટ-11 બુધવારે લોન્ચ થશે. જ્યારે જીસેટ-20 આવનારા વર્ષમાં પ્રક્ષેપિત થશે.
જીસેટ-11 ગ્રામીણ અને નજીકના દ્વીપ વિસ્તારોમાં મલ્ટી સ્પોટ બીમ કવરેજ આપવા માટે તૈયાર કરાયો છે. આ દેશમાં હાલની ઈનસેટ અથવા જીસેટ સેટેલાઈટ સિસ્ટમની તુલનામાં યુઝર્સને વધુ સ્પીડ આપશે. આ નવી પેઢીના એપ્લિકેસનને પ્રદર્શિત કરવા માટે પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ કરાવશે.

ભારી ભરખમ સેટેલાઈટ એટલો મોટો છે કે પ્રત્યેક સોલર પેનલ ચાર મીટરથી વધુ લાંબા છે. જે એક મોટા રૂમની બરાબર છે. મહત્વનું છે કે આ સેટેલાઈટનું લોન્ચિંગ આ વર્ષની શરૂઆતમાં થવાનું હતું. પરંતુ ઈસરોએ તેના સિસ્ટમમાં તકનીકી ખામી જોતાં તેને ફ્રેંચ ગુયાનાથી તપાસ માટે પરત મંગાવ્યો હતો.
No comments:
Post a Comment