ચીનમાં ભરડો લઈ રહેલા કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી, જાણો કેવા છે લક્ષણો અને કેવી રીતે કરવો બચાવ
ચીનમાં ભરડો લઈ રહેલ કોરોના વાયરસ હવે ધીમે-ધીમે એક વિષય બની ગયો છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં પણ કોરોના વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ બંને શંકાસ્પદ દર્દીઓને કસ્તૂરબા હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જો કે, હાલમાં તો આ બેને વ્યક્તિઓની તપાસ ચાલી રહી છે. આ વચ્ચે કોરોના વાયરસથી ચીનમાં 26 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 830 લોકોને ચેપ લાગ્યો છે.

ખરેખર ભારતીય સ્વાસ્થ મંત્રાલયે દિલ્હી, મુંબઈ અને કોલકતા એરપોર્ટ પર ચીનથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોના થર્મલ સ્કેનર થકી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સંબંધમાં વિમાનોની જાહેરાત પણ કરવામાં આવી રહી છે. ચીન જતા આવતા મુસાફરો માટે એક પરામર્શ જાહેર કરવામાં આવ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવા પર જલ્દી જ નિર્ણય લેવામાં આવી શકે છે. કારણ કે, આ રીતની જાહેરાત પર કોરોના વાયરસના પ્રકોપથી બચવાના આંતરરાષ્ટ્રીય પ્રયાસ વધારી દેવામાં આવ્યા છે.

શું છે કોરોના વાયરસ?
કોરોના વાયરસ વિષાણુઓના પરિવારનો છે. આ વાયરસ ઉંટ, બિલાડી અને ચમગાદડ સહિત ઘણા પશુઓમાં પણ પ્રવેશ કરી શકે છે. WHO ના જણાવ્યા પ્રમાણે, કોરોના વાયરસ C ફૂડ સાથે જોડાયેલો છે.
કોરોના વાયરસના લક્ષણો
કોરોના વાયરસના દર્દીઓમાં શરદી, ખાંસી, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવા શરૂઆતી લક્ષણ જોવા મળે છે. ત્યારબાદ આ લક્ષણ ન્યૂમોનિયામાં બદલી જાય છે અને કિડનીને પણ નુકસાન પહોંચાડે છે. સાથે તેના ફેફસામાં પણ ખતરનાક પ્રકારના સંક્રમણ થઈ જાય છે.
અત્યાર સુધીમાં આ વાયરસથી છુટકારો મેળવવા માટે કોઈ રસી બનાવવામાં આવી નથી, પરંતુ તેના લક્ષણોના આધાર પર ડૉક્ટર આ રોગના ઈલાજમાં બીજી જરૂરી દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે, હવે આ રોગની દવા પણ શોધવામાં આવી રહી છે.
આ છે બચાવના લક્ષણો
- તમારા હાથને સાબુ, પાણી અને આલ્કોહલ યુક્ત હેન્ડ રબરથી સાફ કરો.
- ખાંસી અને છીંકો આવતી વખતે તમારા નાક અને મોંઢાને ટિશ્યુ અને રૂમાલથી ઢાંકેલ રાખો
- જે લોકોને શરદી અથવા ફ્લૂ જેવા લક્ષણો હોય તેમની વધારે નજીક જવાથી બચો
- તે સિવાય જમવાનું બનાવતી વખતે તેને વધુ સારી રીતે પકાવો, મીટ અને ઈંડાને પણ રાંધીને જ ખાવું જોઈએ. સાથે જ જાનવરોના સંપર્કમાં ઓછા આવજો.
- એક રિપોર્ટ પ્રમાણે, જર્મનીમાં કેટલાક વૈજ્ઞાનિકોએ આ રોગની રસી તૈયાર કરવાના ફોર્મ્યુલાના પ્રથમ પડાવને પાર કરી લીધો છે. જેથી જલ્દીજ આ રોગની સત્તાવાર દવાની જાહેરાત કરવામા આવશે.

ભારતની સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સૂદને જણાવ્યું કે, WHOના જણાવ્યા પ્રમાણે, સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. આ વાયરસ માનવથી માનવ સંક્રમણ વૈશ્વિક સ્તર પર ઓછું છે. તેથી જ સીમિત માનવથી માનવ સંક્રમણ તથ્યને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.
No comments:
Post a Comment