Pages

Search This Website

Saturday, September 17, 2022

Jamin Mapani Araji online 2022

 જમીન માપણી અરજી ઓનલાઈન: રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રજાને કર્મચારી સાથે સીધા સંપર્ક વિના સેવાઓ મેળવી શકે તે અંગે ઓનલાઈન સેવાના ઉપયોગ થકી વિવિધ મહેસૂલી સેવાઓને ઓનલાઈન કરવામાં આવી રહી છે. મહેસુલી સેવાઓ ઓનલાઈન થવાથી કાર્યપધ્ધતી ઝડપી, સરળ અને પારદર્શક બનેલ છે.

જમીન માપણી અરજી ઓનલાઈન માહિતી

પોસ્ટ ટાઈટલજમીન માપણી અરજી કરો ઓનલાઈન
પોસ્ટ નામજમીન માપણી અરજી કરો ઘરબેઠા ઓનલાઈન
વિભાગમહેસુલ વિભાગ – ગુજરાત
સ્થળગુજરાત રાજ્ય
સત્તાવાર વેબ સાઈટhttps://iora.gujarat.gov.in
સેવા પ્રકારઓનલાઈન

Read Also: ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2022 પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2022 All Detail@digitalgujarat.gov.in

મોબાઈલથી જમીન માપણી અરજી કરો

જમીન દફતર ખાતાની કચેરીમાં માપણી માટેની અરજી કરવાની પ્રક્રિયા ઝડપથી અને અરજદાર દ્વારા કચેરીના સિદ્ધ સંપર્ક વગર હાથ ધરાય તે બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે સરકારશ્રી દ્વારા વધુ એક મહેસુલઈ સેવા “જમીન માપણી પૈકી જમીન હદ માપણી, હિસ્સા માપણી પૈકી માપણી કરાવવા માટેની અરજી” iORA પોર્ટલથી ઓનલાઈન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઓનલાઈન જમીન માપણી

જમીન માપણી અરજી કરો ઓનલાઈન : ગુજરાત સરકારે IORA Gujarat Jamin Mapani Online નામનો પોર્ટલ શરુ છે. જેના દ્વારા ગુજરાતની જમીનના રેકોર્ડ સરળતાથી મેળવી શકાય છે. આજે અમે તમને iORA (Online Jamin Mapani) પોર્ટલ વિશે માહિતી આપીશું. આ પોર્ટલ સહાયથી, તમે તમારી જમીનની માહિતી તમારા મોબાઈલમાં જ ઘર બેઠા જોઈ શકશો અને જમીન માપણી માટે અરજી કરી શકશો

માપણી માટેની ઓનલાઈન અરજી ગ્રામ પંચાયતમાંથી પણ પંચાયત વિભાગ દ્વારા નક્કી થયેલ દરે કરી શકાશે. જો કોઈ અરજદારને ઓનલાઈન અરજી કરવામાં અગવડતા હોય તો જીલ્લા નિરિક્ષક જમીન દફતર કચેરીમાં હેલ્પ ડેસ્કનો સંપર્ક કરીને તેઓની સહાયથી પણ ઓનલાઈન અરજી કરી શકાશે. આ માટે તમામ જીલ્લા નિરિક્ષક જમીન દફતરની કચેરીમાં હેલ્પ ડેસ્કની સુવિધા માટે એક કર્મચારીને અરજદારને મદદરૂપ થવાની કામગીરી ફાળવવાની રહેશે.

જમીન માપણી ના પ્રકાર

જમીન માપણી બે પ્રકારની હોય છે
સાદી માપણી : જેનો નિકાલ પેમેન્ટ રીસીપ્ટ જનરેટ થયેથી 60 દિવસમાં કરવામાં આવે છે.
અરજન્ટ માપણી : જેનો નિકાલ પેમેન્ટ રીસીપ્ટ જનરેટ થયેથી ૩૦ દિવસમાં કરવામાં આવશે.
જમીન માપણી અરજી કરો ઘરબેઠા મોબાઇલથી
જમીન માપણી અરજીઓ અરજદાર iORA પોર્ટલ (iORA : Integrated Online Revenue Application – gujarat.gov.in) પરથી ઓનલાઈન ઘર બેઠા કરી શકાશે.

પહેલા જમીન માપણી pdf માટે ઓફલાઈન અરજી કરવામાં આવતી તે માટે DILRની કચેરીએ અરજી કરવા માટે જવું પડતું


જમીન માપણી અરજી કરો ઓનલાઈન સ્ટેપ બાય સ્ટેપ

  • નવી અરજી કરવા માટે iORA પોર્ટલ (https://iora.gujarat.gov.in) પર જાઓ. iORA પોર્ટલના મુખ્ય પેજ પર આવેલ મેનુમાં “Online Applications” પર ક્લિક કરો
  • અરજીનો હેતુ “જમીન માપણી સંબંધિત અરજી” પસંદ કરો. (અરજી માટેની વિગતવાર સૂચનાઓ અને કાર્યપદ્ધતિ આ સાથે પરિશિષ્ટ 1 માં સામેલ છે)
  • અરજીમાં જણાવેલ તમામ વિગતો શ્રુતિ ફોન્ટમાં દાખલ કરવાની રહેશે.
  • અરજી વિગતો ભર્યા બાદ અરજી તથા સોગંધનામાની પ્રિન્ટ કરી તેમાં સબંધિત વ્યક્તિઓની સહી કરી, વાંચી શકાય તેવી ક્વોલીટીમાં સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. ગામ નમુના નંબર 7 અને ગામ નમુના નંબર 8ને અપલોડ કરવાના રહેતા નથી.
  • અરજી અપલોડ કર્ય બાદ માપણી ફીનું પેમેન્ટ ઓનલાઈન / NEFT ચલણથી કરવાનું રહેશે. પેમેન્ટ કર્યા બાદ પેમેન્ટની રિસીપ્ટ પોર્ટલ પરથી ફરજીયાત જનરેટ કરવાની રહેશે, અન્યથા અરજીની કામગીરી પૂર્ણ થયેલ ગણાશે નહી.
  • નોંધ : NEFT ચલણથી પેમેન્ટ કરેલ હોય તો જે તે બેંક દ્વારા પેમેન્ટ પ્રોસેસ થયા બાદ ચલણ પર સહી – સિક્કા કરી ટ્રાન્ઝેક્શન નંબર લખી તેને પરત કરવામાં આવે છે. આ પરત કરેલ ચલણ પેમેન્ટ રીસીપ્ટ નથી. પેમેન્ટ રીસીપ્ટ જે તે બેંક પેમેન્ટ પ્રોસેસ કરે ત્યાર બાદ iORA પોર્ટલ પરથી જ જનરેટ કરવાની રહેશે.
જમીન માપણી અરજી ઓનલાઈન લીંકઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
જમીન માપણી અરજી ઓનલાઈન
જમીન માપણી અરજી ઓનલાઈન

No comments:

Post a Comment