30 વર્ષ સુધી આ બ્રાન્ડેડ AC ફ્રીમાં આપશે ઠંડી હવા, નહિ આવે 1 રૂપિયો વીજળી બિલ | VIDEOCON SOLAR AC DETAIL
30 વર્ષ સુધી આ બ્રાન્ડેડ AC ફ્રીમાં આપશે ઠંડી હવા, નહિ આવે 1 રૂપિયો વીજળી બિલ | VIDEOCON SOLAR ACDETAIL
યુટિલિટી ડેસ્કઃ હાલના દિવસોમાં એર કન્ડીશનર(AC)ની મોટી રેન્જ આવી રહી છે. તેમાં ઘણ કંપનીઓ સામેલ છે. તેમાં 2 સ્ટારથી 5 સ્ટાર સુધીના AC સામેલ છે. એર કન્ડીશનરના ઉપયોગથી વિજળીનું બિલ સૌથી વધુ આવે છે. જો એસીનું રેટિંગ 5 સ્ટાર પણ હોય તો પણ વિજળીના બિલમાં કોઈખાસ ફરક પડતો નથી. ઈલેકટ્રિક ACની વચ્ચે વિડિયોકોન તેનું હાઈબ્રિડ સોલર એસી લઈને આવ્યું છે. કંપનીનો દાવો છે કે તેમાં કોઈ પણ પ્રકારનું વિજળીનું બિલ આવતું નથી.

🔹નહિ આવે વિજળીનું બિલ
કંપનીન એવા દાવો છે કે એર કન્ડીશનર સંપૂર્ણ રીતે હાઈબ્રિડ અને સોલર એનર્જીથી ચાલે છે. એટલે કે એસીથી વિજળીનું બિલ નહિ આવે. કંપની એસીની સાથે સોલર પેનેલ પ્લેટ અને DC અને AC કન્વર્ટર સાથે આપશે. એટલે કે તમારે તેના માટે અલગથી પૈસા ખર્ચ કરવા પડશે નહિ. આ પેનેલ કોઈ પણ કલાયમેટ કન્ડીશનમાં કામ કરશે અને તેનું મેન્ટેનન્સ પણ ખૂબ જ ઓછું છે. કંપનીએ આ કન્ડીશનરને 2 અલગ-અલગ કેપેસિટીમાં નીકાળ્યું છે. તેમાં 1 ટન અને 1.5 ટન AC સામેલછે.
🔹આટલી છે કિંમત:
વિડિયોકોને 1 ટન અને 1.5 ટન કેપેસિટી વાળું AC નીકાળ્યું છે. તેમાં 1 ટન વાળું કન્ડીશનરની કિંમત 1.39 લાખ રૂપિયા છે. કંપની આ કિંમતમાં તમને સોલર પેનલ પ્લેટ અને DCમાંથી AC કન્વર્ટર આપે છે. આ AC તે જ સમયે કામ કરશે જયારે સૂર્ય પ્રકાશ હશે. રાતે તે કામ કરશે નહિ. એવામાં તેના માટે તમારે 1 લાખ રૂપિયાની બેટરી અલગથી ખરીદવાની રહેશે. જે આખી રાત તમારા એર કન્ડીશનરને ચાલુ રાખશે. કંપનીનું કહેવું છે કે આટલા ખર્ચમાં તમે 25થી 30 વર્ષ સુધી ફ્રીમાં ઠંડી હવા લઈ શકો છો.
No comments:
Post a Comment