Pages

Search This Website

Wednesday, April 25, 2018

હવે 'આ' લોકો નહીં ચલાવી શકે WHATSAPP, કંપનીએ કર્યા બે મોટા બદલાવ

હવે 'આ' લોકો નહીં ચલાવી શકે WHATSAPP, કંપનીએ કર્યા બે મોટા બદલાવ


હવે 'આ' લોકો નહીં ચલાવી શકે Whatsapp, કંપનીએ કર્યા બે મોટા બદલાવ

વોટ્સએપ પોતાના ફિચર્સમાં સતત ફેરફાર કરતું રહે છે

નવી દિલ્હી : વોટ્સએપ નિયમિત સમયાંતરે પોતાના ફિચર્સમાં ફેરફાર કરતું રહે છે. હાલમાં કંપનીએ બે મોટા બદલાવ કર્યા છે તેમજ પ્રાઇવસીને મજબૂત બનાવવા માટે પગલાં લીધા છે. ફેસબુક ડેટા લીક પછી યુરોપમાં આવતા મહિનાથી જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR) લાગુ થવાનું છે. આ 25 મેથી લાગુ થઈ શકે છે.  આ પહેલાં વોટ્સએપે પોતાની ટર્મ અને પ્રાઇવેસી પોલીસી અપડેટ કરી છે. કંપનીએ પોતાની બ્લોગ પોસ્ટમાં આ વાતની જાણકારી આપી છે. વોટ્સએપે આપેલી માહિતી પ્રમાણે આ અપડેટ પછી યુઝર પછી કોઈ પર્સનલ માહિતી કે નવો અધિકાર માગવામાં નહીં આવે. 
ઉંમરમાં બદલાવ
વોટ્સએપે પ્રાઇવસી સેટિંગ સિવાય બીજા બે બદલાવ કર્યા છે. યુરોપના દેશોમાં વોટ્સએપે યુઝરની ન્યુનતમ વયમર્યાદા 16 વર્ષ કરી દેવામાં આવી છે. આ સિવાય પહેલીવાર હવે યુઝર એ ડેટાને ડાઉનલોડ કરી શકશે જે વોટ્સએપ સાથે શેયર કરી રહ્યો છે. આવતા કેટલાક અઠવાડિયામાં વોટ્સએપનું આ ફિચર તમામ યુઝર સુધી પહોંચી જશે. આ સિવાય કંપનીના વેબપેજ પર વોટ્સએપ પર તમારો ડેટા સલામત રાખવાની ટિપ્સ પણ આપવામાં આવી છે.
ક્યો ડેટા સેવ કરે છે વોટ્સએપ?
વોટ્સએપે ઉલ્લેખ કર્યો છે કે એ યુઝર્સના એ ડેટાને ભેગો કરે છે જે એની સર્વિસ સાથે જોડાયેલો હોય છે. વોટ્સએપ યુઝરના મેસેજ કે ફાઇલ સેવ નથી કરતું અને કોલ લોગ પણ સ્ટોર નથી કરવામાં આવતો. વોટ્સએપ યુઝરનેમ, રિપોર્ટનો સમય, ઓનલાઇનનો સમય, ઓફલાઇનનો સમય, આઇપી એડ્રેસ, ફોન ટાઇપ, ગ્રૂપના નામ, ટર્મ ઓફ સર્વિસ તેમજ બ્લોક યુઝરની જાણકારી સ્ટોર થતી હોય છે.
થશે બીજા બદલાવ
વોટ્સએપ હવે એન્ડ્રોઇડ યુઝર માટે નવું ફિચર લાવવાનું છે. આ ફિચરને વોટ્સએપ બીટા વર્ઝન પર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે વોટ્સએપ બીટા વર્ઝન 2.18.123 પર સેવ્ડ વોઇસ મેસેજનું ફિચર ટેસ્ટ કરી રહ્યું છે. આ ફિચર વોઇસ મેસેજને સેવ કરવા માટે છે. આ ફિચરની મદદથી તમે વોઇસ મેસેજ કોઈને મોકલતા પહેલાં સેવ કરી શકશો.

No comments:

Post a Comment