Pages

Sunday, August 19, 2018

વાલીઓ માટે ખુશીના સમાચાર: પ્રાઇવેટ શાળાઓને FRCએ આપ્યો મોટો ફટકો

વાલીઓ માટે ખુશીના સમાચાર: પ્રાઇવેટ શાળાઓને FRCએ આપ્યો મોટો ફટકો


રાજ્યમાં મનફાવે તેમ મોટી મોટી ફી ઉઘરાવતી શાળાઓની મનમાની હવે ચાલશે નહીં. પ્રાઇવેટ શાળાઓમાં ઈત્તર પ્રવૃતિના નામે વાલીઓ પાસેથી મોટી મોટી ફી ઉઘરાવવામાં આવતી હતી પરતું હવે પ્રાઇવેટ શાળાના સંચાલકો પોતાની મનમાની ચલાવી શકશે નહીં. કારણકે પ્રાઇવેટ શાળાના સંચાલકોને રાજ્ય સરકાર અને ફી રેગ્યુલેટરી કમિટી(FRC) તરફથી મોટો ફટકો મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રાઇવેટ શાળાઓને FRCએ નક્કી કરેલી ઈત્તર પ્રવૃત્તિની ફી લેવા માટે અને ઈત્તર પ્રવૃતિને વૈકલ્પિક રાખવા માટે પણ આદેશ કર્યો છે.
FRCનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનવણી કરતા રાજ્ય સરકારને નિર્દેશ કર્યા હતા કે રાજ્ય રસકારે બનાવેલી FRC કમિટી દ્વારા ઈત્તર પ્રવૃતિની એક લિસ્ટ તૈયાર કરવામાં આવે અને આ લિસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવેલી તમામ પ્રવૃતિઓને વૈકલ્પિક જાહેર કરવાની શાળાઓને જાણ કરવામાં આવે. આ બાબતે રાજ્ય સરકારે શાળામાં કરાવવામાં આવતી 10 જેટલી ઈત્તર પ્રવૃતિનો સમાવેશ કર્યો હતો અને રાજ્યની તમામ શાળાઓને આ 10 પ્રવૃતિની ફી FRC નક્કી કરે એ મુજબ લેવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રાઇવેટશાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી સ્વિમિંગ, ડાન્સ, ઘોડેસવારી, વાહન વ્યવસ્થા, ફૂડ જેવી ઈત્તર પ્રવૃતિના માટે મનફાવે તેમ ફીની વસૂલાત કરવામાં આવતી હતી. પરતું રાજ્ય સરકારના આદેશના કારણે આ પ્રવૃતિઓને વૈકલ્પિક જાહેર કરાવી પડશે. રાજ્ય સરકારના આ આદેશના કારણે શાળામાં ફીના નામે ચાલતી લૂંટ બંધ થશે અને વાલીઓને મોટી મોટી ફી ભરવામાંથી રાહત મળશે.

No comments:

Post a Comment