google
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ મજદૂરો માટે પેન્શન યોજના માટે નજીકના કોમન સર્વિસ સેન્ટરમાં આવેદન કરી શકાય છે. જણાવી દઈએ કે સરકાર ૧૫ હઝાર રૂપિયા થી ઓછી આવક વાળા મજૂરો ને ૬૦ વર્ષની ઉંમર પછી ૩૦૦૦ રૂપિયા પ્રતિ માસ પેન્શન આપે છે. સરકાર તરફ થી આ યોજનાની સૂચનાઓ રજુ કરાઈ ચુકી છે. આ સ્કીમ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ થી લાગુ થઇ ચુકી છે.
google
છેલ્લા ૫ વર્ષોમાં ૧૦ કરોડ મજુરોને જોડવાનું લક્ષ:
સરકાર આ યોજના દ્વારા આગલા ૫ વર્ષોમાં અસંગઠિત ક્ષેત્રના ૧૦ કરોડ મજૂરોને તેમાં જોડવા ઈચ્છે છે. અ યોજના દ્વારા સરકાર સીએસસી સેન્ટર ઈ-ગવર્નેસ સર્વિસ હેઠળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરી ચુકી છે. દેશભરમાં ૩.૧૩ લાખ સીએસસી સેન્ટરના નેટવર્ક છે. તેમાંથી ૨.૧૩ લાખ ગ્રામ પંચાયત સ્તર પર કામ કરે છે. એવામાં મજુર પોતાના નજીકના સીએસસી સેન્ટર પર જઈને રજીસ્ટ્રેશન કરવી શકે છે.

google
કેવી રીતે મળે છે આ યોજનાનો લાભ?
અ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજુરો માટે છે. તેમાં ઘરમાં કામ કરતા, લારી ચલાવતા દુકાનદાર, ડ્રાઈવર, પ્લમ્બર, દરજી, મિલ વર્કર, રીક્ષા ચાલક, નિર્માણ કાર્ય કરનાર મજુર, કચરો વીણતા મજુર, બીડી બનાવનાર, મોચી, ધોબી, વગેરેને આમાં શામિલ કરવામાં આવેલ છે. તેથી એ લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.
google

આ યોજનાના નિયમો:
  • આ યોજના માટે મજુરની આવક ૧૫૦૦૦ રૂપિયાથી વધુ ના હોવી જોઈએ.
  • બચત ખાતાની પાસબુક અથવા જંધન ખાતાનો પાસપોર્ટ અથવા આધાર નંબર હોવો જરૂરી છે.
  • તેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૪૦ વર્ષથી વધુ ના હોવી જોઈએ.
  • પહેલેથી કેન્દ્ર સરકારની કોઈ પણ પેન્શન યોજનાનો લાભ પ્રાપ્ત થયેલ ના હોવો જોઈએ.
google
શું છે તેની શરતો?
  • પોતાના હિસ્સાનું યોગદાન કરવામાં અસમર્થ થવાથી પત્ર સદસ્યને વ્યાજની સાથે ચુકવવું પડે છે. અને એ વ્યાજ સરકાર નક્કી કરે છે.
  • યોજના સાથે જોડાવાની તારીખ થી ૧૦ વર્ષની અંદર સ્કીમમાંથી નીકળવાની છૂટ આપવામાં આવે છે. અને એ માટે પોતાના હિસ્સાનું યોગદાન બચત ખાતાના વ્યાજ દર પર તેને પરત આપવામાં આવે છે.
  • જો પેન્શનભોગી સ્કીમ માંથી ૧૦ વર્ષ પછી પરંતુ ૬૦ વર્ષની ઉંમર પહેલા નીકળી જાય તો તેને પેન્શન સ્કીમમાં કમાયેલા વાસ્તવિક વ્યાજ સાથે તેના ભાગનું યોગદાન વ્યાજ સાથે પરત આપવામાં આવે છે.
  • કોઈ પણ કારણથી સદસ્યનું મૃત્યુ થઇ જાય તો તેના જીવનસાથીને આ સ્કીમ ચાલુ રાખવાનો વિકલ્પ આપવામાં આવે છે. તેના માટે તેને નિયમિત યોગદાન આપવાનું રહે છે.
  • પેન્શનભોગી અને તેના જીવન સાથી બંનેના મૃત્યુ બાદ રકમને પાછી ફંડમાં ક્રેડીટ કરી દેવામાં આવે છે.
  • ૬૦ વર્ષની ઉંમર પહેલા અસ્થાયી રૂપ થી વિકલાંગ થઇ જવા પર સ્કીમમાં યોગદાન કરવા સમર્થ છે તો તેની પાસેથી સ્કીમના વાસ્તવિક વ્યાજ સાથે પોતાના હિસ્સાનું યોગદાન લઈને સ્કીમ માંથી નીકળી જવાનો પણ વિકલ્પ હોય છે.