Pages

Saturday, September 28, 2019

NMMS ની તૈયારી કરો અહીંથી

NMMS

Image result for NMMS

નમસ્કાર મિત્રો,

આ વિભાગમાં પ્રાથમિક વિભાગ માટે ખૂબ જ ઉપયોગી એવી NMMS એટલે કે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા માટેનું મટીરીયલ મૂકવા જઈ રહ્યો છું. ફોર્મ ભરવાથી માંડીને બાળકોને તૈયાર કરાવવા માટેનું તમામ મટીરીયલની સાથે સાથે તેનું પરિણામ પણ કઈ સાઈટ ઉપરથી જોઈ શકાશે તે તમામ માહિતી તમને નીચેની લિંક ઉપરથી મળી રહેશે.











Read More »

Monday, August 12, 2019

રિલાયન્સે કર્યો ધડાકો, જિયો ગિગાફાઇબરના માત્ર 700 રૂપિયાના પ્લાનમાં મળશે અઢળક સુવિધા

રિલાયન્સે કર્યો ધડાકો, જિયો ગિગાફાઇબરના માત્ર 700 રૂપિયાના પ્લાનમાં મળશે અઢળક સુવિધા




રિલાયન્સે આજે થયેલી પોતાની એન્યૂઅલ જનરલ મીટિંગમાં જિયો ગીગાફાયબરના લોન્ચની જાહેરાત કરી દીધી છે. કંપની આ સર્વિસની શરૂઆતમાં ભારતનાં 1100 શહેરોમાં ઉપલબ્ધ કરાવશે. કંપનીને આશા છે કે જિયો ગીગાફાયબર ભારતના બ્રોડબેન્ડ સેક્ટરને સમગ્ર રીતે બદલી નાંખશે.

5 સપ્ટેમ્બરે જિયોના ત્રણ વર્ષ પુરા થવાના છે. આ ત્રણ વર્ષમાં જિયોના 340 મિલિયન યૂઝર્સ થઈ ગયા છે. જિયોના નેટવર્ક પર દર મહીને 1 કરોડ નવા ગ્રાહક જોડાઈ રહ્યાં છે. આ આંકડાઓની સાથે જિયો દુનિયાનું બીજું સૌથી મોટું ઓપરેટર બની ગયું છે. જિયોના અત્યારે લગભગ બધા નેટવર્ક 5G સપોર્ટ કરે છે. તેની સાથે જ જિયોએ હવે 4G+ સર્વિસ આપવાની શરૂ કરી દીધી છે.

ગીગાફાયબર કનેક્શન લેનાર સબસ્ક્રાઈબરને હાઈ સ્પીડ બ્રોડબેન્ડની સિવાય લેન્ડલાઈન કોલિંગ, જિયો આઈપીટીવીની સાથે સ્માર્ટ હોમ સોલ્યૂશનનો અનુભવ થશે. કંપની ગત કેટલાક મહીનાઓથી દેશના કેટલાક શહેરોમાં તેનું ટેસ્ટિંગ કરી રહી હતી. થોડા દિવસ પહેલા એક ઈવેન્ટમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ પણ કહ્યું હતુ કે ગીગાફાયબરનું ટ્રાયલ પૂરું થઈ ચૂક્યું છે અને હવે ભારતના 5 કરોડ યૂઝર્સને સ્માર્ટહોમ સોલ્યૂશન આપવા માટે સમગ્ર રીતે તૈયાર છે.


જિયો ગીગાફાયબરના પ્લાનની કિંમત 700 રૂપિયાથી 10,000 હજાર રૂપિયા વચ્ચે હશે. કંપની આ કિંમતની વચ્ચે અલગ-અલગ યૂઝર્સ માટે ઘણા પ્લામ ઓફર કરાવશે. જિયો ગીગાફાયબરના સૌથી ઓછી કિંમતવાળા પ્લાનમાં યૂઝર્સને 100Mbpsની સ્પીડ આપવામાં આવશે. તો તેના પ્રીમિયમ પેકમાં આ સ્પીડ 1Gbps સુધીની રહેશે.

જિયો ગીગાફાયબર સબસ્ક્રાઈબરને હાઈસ્પીડ ઈન્ટરનેટની સાથે શાનદાર કોલિંગ બેનિફિટ પણ મળશે. કંપનીએ આજે જણાવ્યું કે ગીગાફાયબર યૂઝર્સને વોઈસ કોલ કે ડેટામાં કોઈપણ એકને જ ચૂકવણી કરવાની રહેશે. ફિક્ડ લાઈન પર કંપની યૂઝર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગની સાથે કંપનીએ ઈન્ટરનેશનલ કોલિંગ માટે નવો પ્લાન પણ લોન્ચ કર્યો છે. 500 રૂપિયાના આ પ્લાનમાં યૂએસ અને કેનેડા માટે અનલિમિટેડ કોલિંગ આપવામાં આવશે.
Source Sandesh News
Read More »

Saturday, August 10, 2019

૩૦૦૦ રૂપિયા પ્રતિ માસ પેન્શન માટે આવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન, જાણો તેની પૂરી પ્રોસેસ વિશે.

૩૦૦૦ રૂપિયા પ્રતિ માસ પેન્શન માટે આવી રીતે કરાવવું રજીસ્ટ્રેશન, જાણો તેની પૂરી પ્રોસેસ વિશે.

google
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના હેઠળ મજદૂરો માટે પેન્શન યોજના માટે નજીકના કોમન સર્વિસ સેન્ટરમાં આવેદન કરી શકાય છે. જણાવી દઈએ કે સરકાર ૧૫ હઝાર રૂપિયા થી ઓછી આવક વાળા મજૂરો ને ૬૦ વર્ષની ઉંમર પછી ૩૦૦૦ રૂપિયા પ્રતિ માસ પેન્શન આપે છે. સરકાર તરફ થી આ યોજનાની સૂચનાઓ રજુ કરાઈ ચુકી છે. આ સ્કીમ ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૯ થી લાગુ થઇ ચુકી છે.
google
છેલ્લા ૫ વર્ષોમાં ૧૦ કરોડ મજુરોને જોડવાનું લક્ષ:
સરકાર આ યોજના દ્વારા આગલા ૫ વર્ષોમાં અસંગઠિત ક્ષેત્રના ૧૦ કરોડ મજૂરોને તેમાં જોડવા ઈચ્છે છે. અ યોજના દ્વારા સરકાર સીએસસી સેન્ટર ઈ-ગવર્નેસ સર્વિસ હેઠળ રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ કરી ચુકી છે. દેશભરમાં ૩.૧૩ લાખ સીએસસી સેન્ટરના નેટવર્ક છે. તેમાંથી ૨.૧૩ લાખ ગ્રામ પંચાયત સ્તર પર કામ કરે છે. એવામાં મજુર પોતાના નજીકના સીએસસી સેન્ટર પર જઈને રજીસ્ટ્રેશન કરવી શકે છે.

google
કેવી રીતે મળે છે આ યોજનાનો લાભ?
અ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજુરો માટે છે. તેમાં ઘરમાં કામ કરતા, લારી ચલાવતા દુકાનદાર, ડ્રાઈવર, પ્લમ્બર, દરજી, મિલ વર્કર, રીક્ષા ચાલક, નિર્માણ કાર્ય કરનાર મજુર, કચરો વીણતા મજુર, બીડી બનાવનાર, મોચી, ધોબી, વગેરેને આમાં શામિલ કરવામાં આવેલ છે. તેથી એ લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.
google

આ યોજનાના નિયમો:
  • આ યોજના માટે મજુરની આવક ૧૫૦૦૦ રૂપિયાથી વધુ ના હોવી જોઈએ.
  • બચત ખાતાની પાસબુક અથવા જંધન ખાતાનો પાસપોર્ટ અથવા આધાર નંબર હોવો જરૂરી છે.
  • તેની ઉંમર ૧૮ વર્ષથી ઓછી અને ૪૦ વર્ષથી વધુ ના હોવી જોઈએ.
  • પહેલેથી કેન્દ્ર સરકારની કોઈ પણ પેન્શન યોજનાનો લાભ પ્રાપ્ત થયેલ ના હોવો જોઈએ.
google
શું છે તેની શરતો?
  • પોતાના હિસ્સાનું યોગદાન કરવામાં અસમર્થ થવાથી પત્ર સદસ્યને વ્યાજની સાથે ચુકવવું પડે છે. અને એ વ્યાજ સરકાર નક્કી કરે છે.
  • યોજના સાથે જોડાવાની તારીખ થી ૧૦ વર્ષની અંદર સ્કીમમાંથી નીકળવાની છૂટ આપવામાં આવે છે. અને એ માટે પોતાના હિસ્સાનું યોગદાન બચત ખાતાના વ્યાજ દર પર તેને પરત આપવામાં આવે છે.
  • જો પેન્શનભોગી સ્કીમ માંથી ૧૦ વર્ષ પછી પરંતુ ૬૦ વર્ષની ઉંમર પહેલા નીકળી જાય તો તેને પેન્શન સ્કીમમાં કમાયેલા વાસ્તવિક વ્યાજ સાથે તેના ભાગનું યોગદાન વ્યાજ સાથે પરત આપવામાં આવે છે.
  • કોઈ પણ કારણથી સદસ્યનું મૃત્યુ થઇ જાય તો તેના જીવનસાથીને આ સ્કીમ ચાલુ રાખવાનો વિકલ્પ આપવામાં આવે છે. તેના માટે તેને નિયમિત યોગદાન આપવાનું રહે છે.
  • પેન્શનભોગી અને તેના જીવન સાથી બંનેના મૃત્યુ બાદ રકમને પાછી ફંડમાં ક્રેડીટ કરી દેવામાં આવે છે.
  • ૬૦ વર્ષની ઉંમર પહેલા અસ્થાયી રૂપ થી વિકલાંગ થઇ જવા પર સ્કીમમાં યોગદાન કરવા સમર્થ છે તો તેની પાસેથી સ્કીમના વાસ્તવિક વ્યાજ સાથે પોતાના હિસ્સાનું યોગદાન લઈને સ્કીમ માંથી નીકળી જવાનો પણ વિકલ્પ હોય છે.
Read More »

Wednesday, July 31, 2019

રાહત / અંશકાલીન કર્મચારી આનંદો, ફિક્સ વેતને વર્ગ-4માં નોકરીમાં કરાશે સમાવેશ

રાહત / અંશકાલીન કર્મચારી આનંદો, ફિક્સ વેતને વર્ગ-4માં નોકરીમાં કરાશે સમાવેશ


રાજ્યમાં અંશકાલીન કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવેથી રાજ્યના અંશકાલીન કર્મચારીઓને ફિક્સ વેતને વર્ગ 4માં નોકરીમાં રખાશે. નિવૃત્ત ન થયા હોવા તેવા કર્મચાકીઓને 14500ના ફિક્સ પગારે સરકારી સેવામાં પરત લેવાનું જાણવા મળ્યું છે.

ગાંધીનગર: ગુજરાતમાં ફરજ બજાવતા અંશકાલીન કર્મચારીઓને છેવટે ગુજરાત સરકારે ફિક્સ વેતનથી વર્ગ-4ની નોકરીમાં સમાવવા માટે નિર્ણય લીધો છે. આ કાર્યવાહી માત્ર એક જ સપ્તાહમાં પૂર્ણ કરવા માટે નાણા વિભાગે તમામ વિભાગો, કર્મચારીઓના વડાઓને આદેશ જાહેર કર્યો છે.
મળતી માહિતી અનુસાર એક સમયે આ કર્મચારીઓને 110 અને 220 રૂપિયા દૈનિક હાજરી આપવામાં આવતી હતી. જેના સ્થાને હવે આ અંશકાલીન કર્મચારીઓને 14,500 રૂપિયા ફિક્સ વેતન આપવામાં આવશે. છ વર્ષ પૂર્વે 25 એપ્રિલ 2012ના રોજ સરકારી વિભાગો, કચેરીઓમાં ફરજ બજાવતા સેંકડો અંશકાલિન કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા. જે મામલે કર્મચારીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

હાઈકોર્ટે 2018માં આ કર્મચારીઓને વર્ગ-4ના કર્મચારીને મળવાપાત્ર લઘુત્તમ પે સ્કેલનો પગાર 1 જાન્યુઆરી 2019થી આપવા આદેશ કર્યો હતો. સરકારે આ ચુકાદાને અમલી ન કરતાં કર્મચારીઓએ કોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પિટિશન કરી હતી.

કોર્ટે 8 જુલાઈએ 2018ના ચુકાદાનો તત્કાલ અમલ કરવા આદેશ કર્યો હતો. જેથી હવે નાણા વિભાગે પરિપત્ર બહાર પાડીને આ કર્મચારીઓને વર્ગ-4ના પે સ્કેલ મુજબ પગાર આપવા નિર્ણય કર્યો છે. જેમાં વય નિવૃત્તિની મર્યાદા ન વટાવી હોય તેવા કર્મચારીઓને સેવામાં પરત લેવા પણ આદેશ કર્યો છે.
Read More »

Friday, July 19, 2019

ગેસ સબસિડી ને લાગતી ગ્રાહકને ઉપયોગી થઈ શકે તેવી માહિતી

જેના નામે ગેસ, તેને જ મળશે સબસિડી

સબસિડીમાં પારદર્શકતા લાવવા માટે વેબસાઈટ પર તમામ માહિતી અપલોડ કરાશે
- ગેસ સબસિડીમાં પારદર્શકતા લાવવા માટે વેબસાઈટ પર તમામ માહિતી અપલોડ કરાશે

સરકાર દ્વારા  ભારતના નાગરિકોને આપવામાં આવતી વિવિધ સબસીડી, સ્કોલરશિપ છેવટના લાભાર્થી સુધી પહોંચતી નહીં હોવાથી કેન્દ્ર  સરકાર  દ્વારા આધારકાર્ડ અને બેંક ખાતાને સંલગ્ન બનાવી તમામ સબસિડી, સ્કોલરશિપ અને અન્ય સરકારી આર્થિક લાભ સીધા લાભાર્થી સુધી પહોંચાડવાની પારદર્શક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. પરંતુ જો ગેસ ધારક કોઈ અન્યના નામથી ગેસ કનેકશનનો વપરાશ કરતા હશે તો સબસીડીનો લાભ તેઓને મળી શકશે નહીં.

આધારકાર્ડમાં દર્શાવેલ નંબર દ્વારા સીધા ઉપભોગકર્તાના બેંક ખાતામાં ગેસની સબસીડી જમા કરાવવાની હોવાથી જેના નામનું ગેસ કનેકશન હશે તેઓનો બેંક ખાતા નંબર આધાર સાથે જોડવામાં આવશે. ગેસની સબસીડી મેળવવા માટે જો અન્યના નામથી ગેસ કનેકશન ચાલતું હોય તો તેઓના નામે ગેસ ટ્રાન્સફર કરાવવો આવશ્યક છે. એક અનુમાન મુજબ ભાવનગર જિલ્લામાં ૧૧,૫૦૦ ગેસધારકો કોઈ અન્યના નામે ગેસના બાટલા વાપરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર અને સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા ગેસધારકો દ્વારા એક વર્ષમાં કેટલા સબસિડીવાળા બાટલાનો વપરાશ કરવામાં આવ્યો છે અને ગ્રાહકના ખાતામાં સબસીડીવાળા કેટલા બાટલા બાકી છે. સબસીડીની રકમ બેંકના ખાતામાં જમા થઈ કે નહીં, કઈ તારીખે કઈ બેંકમાં સબસીડી જમા થઈ જતા તમામ માહિતી નાગરિકો વેબસાઈટના માધ્યમથી જાણી શકાશે.

ડાયરેકટ સબસિડી કેશ ટ્રાન્સફર સ્કીમને પારદર્શક તથા સામાન્ય નાગરિકો માટે સુવિધાજનક બનાવવા માટે સરકાર દ્વારા વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. ભારત ગેસ, એચપી ગેસ, ઈન્ડિયન ઓઈલ દ્વારા પોતપોતાના પોર્ટલ અપડેટ કરી લેવામાં આવ્યા છે.

- નામ ટ્રાન્સફર માટે શું કરવું ?

ગ્રાહક જે વ્યક્તિના નામનું ગેસ કનેકશન વાપરતા હોય તેઓની પાસેથી રૂ.૧૦૦ના સ્ટેમ્પ પેપર પર કનેકશન ટ્રાન્સફર કરાવવા માટેનું સહમતીપત્ર લખાવી લે. બાદમાં ગેસ એજન્સી પાસે નામ ટ્રાન્સફરનું ફોર્મ જરૂરી દસ્તાવેજ, સહમતી પત્ર સાથે જમા કરાવવું પડશે. મૂળ કનેકશન અને વર્તમાન કનેકશનની સિક્યુરીટી ડિપોઝીટની રકમના તફાવતની રકમ પણ જમા કરાવવી પડશે

- શહેર બદલાવવાની પ્રક્રિયા

જો ગેસ ધારક એક શહેરમાંથી અન્ય શહેરમાં બદલી થઈને અન્ય કારણોસર વસવાટ કરવા જઈ રહ્યા હય તો, એજન્સી પર ગેસ સિલીન્ડર  જમા કરાવવું પડશે. ત્યાંથી આવા લોકોને ટર્મિનેશન વાઉચર આપવામાં આવે છે, જેને અન્ય શહેરની ગેસ એજન્સી સમક્ષ રજુ કરવાનું હોય છે.

- ગેસ  ધારકનું  મૃત્યુ   થાય તો  સિક્યુરીટી  રકમ  નહીં  લાગે...

ગેસ ધારકનું અવસાન થાય તેવી સ્થિતિમાં પરિવારના કોઈ અન્ય સભ્યના નામે ગેસ કનેકશન કરાવવા માટે નોટરી સમક્ષ સોગંદનામુ રજુ કરવું પડે છે. અને તેને બાદમાં ગેસ એજન્સીએ જમા કરાવવું પડે છે. જોકે નામ ટ્રાન્સફર કરાવવાની આ પ્રક્રિયામાં  વધારાની કોઈ સિક્યુરીટી ડિપોઝીટ આપવાની જરૂરત રહેતી નથી.

- એજન્સી બદલાવવા શું કરશો ?

શહેરમાં એક વિસ્તારમાંથી અન્ય વિસ્તારમાં મકાન બદલાવવામાં આવે ત્યારે પણ વપરાશકોર ગેસ એજન્સી ખાતે જઈ અને દસ્તાવેજ બતાવવા પડે છે. ગેસ એજન્સી દ્વારા આવા ગ્રાહકોને કસ્ટમર ટ્રાન્સફર એડવાઈઝ  (સીટીએ) બનાવી આપવામાં આવે છે અને તેને નવી એજન્સી સમક્ષ રજુ કરવાની રહે છે.

- કેવી રીતે જાણકારી મેળવી શકાશે...?

hp gas transparacy portal
indian oil transparancy portal
bharat gas transparancy portal
સામાન્ય સર્ચ પર કવીક કરો. રાજ્ય, જિલ્લા અને ડિલર પર કલીક કરો. ગ્રાહકના નંબર અથવા નામ પર સર્ચ કરાવો. ગ્રાહકે કેટલા સિલીન્ડરનો વપરાશ કર્યો છે તેની માહિતી પર કલીક કરો. તેમાં ગ્રાહકને  ખબર પડી જશે કે તેઓના કવોટામાં હવે કેટલા સિલીન્ડર બાકી છે. સબસીડીની રકમ કઈ બેંકમાં અને કેટલી પહોંચી છે. તેની તમામ માહિતી ઉપલબ્ધ છે.
Read More »

Wednesday, July 17, 2019

ફોનમાં હજારો ફોટોઝ સેવ કરવા પર પણ નહીં થાય સ્પેસ ફુલ, અપનાવો આ રીત


ફોનમાં હજારો ફોટોઝ સેવ કરવા પર પણ નહીં થાય સ્પેસ ફુલ, અપનાવો આ રીત




સ્માર્ટફોન બે વસ્તુ વગર કોઈ કામનો હોતો નથી, પહેલું ઈન્ટરનેટ અને બીજું ફોનની સ્ટોરેજ. જેમ-જેમ ફોનનું સ્ટોરેજ ફુલ થતી જાય છે તેમ દરેક વસ્તુ સેવ કરવામાં તકલીફ થવા લાગ્યા છે. હાઈ રેઝોલ્યુશન વાળા ફોટા અને વીડિયો વધુ જગ્યા રોકે છે. તે માટે ફોનની સ્પેસ ખાલી કરવા માટે વારંવાર ફાઈલ, ફોટોઝ અને લેપટોપમાં ટ્રાન્સફર કરવું પડે છે, અથવા જગ્યા કરવા માટે ડિલીટ કરવું પડે છે.


આ સમસ્યાને હલ કરવા માટે એક વિકલ્પ એ પણ છે કે તેને કલાઉડ સ્ટોરેજમાં અપલોડ કરી દો. જોકે મોટાભાગના ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ પ્રોવાઈડર્સ લિમિટેડ ફ્રીમાં આપે છે, અને વધુ સ્પેસનો ઉપયોગ કરવા માટે પૈસા આપવા પડે છે. એક વિકલ્પ છે, જેમાં તમે સરળતાથી ફોટાઝ અને વીડિયોઝ શેર કરી શકો છો.




તમે તમારા ગૂગલ ફોટોઝમાં સ્ટોર કરી શકો છો. તે યુઝર્સને હાઈ રેઝોલ્યુશન ઈમેજ અને વીડિયોઝ સ્ટોર કરવાની તક આપે છે, પરંતુ આમાં પણ તમને લિમિટમાં સ્પેસ મળે છે, પણ એક રીતે તમારા ફોનની સ્પેસ વધારી શકો છો. તો જાણીયે કેવી રીતે તમે અનલિમિટેડ સ્ટોરેજ મેળવી શકો છો. ગૂગલમાં ફોટો અને વીડિયો હાઈ રેઝોલ્યુશનમાં કન્વર્ટ કરવાની જરૂર નથી. ગૂગલ ફોટોઝ એપ ઓટોમેટિકલી બધા ફોટોઝ અપલોડ કરશે અને તેને હાઈ રેઝોલ્યુશનમાં કન્વર્ટ કરશે.


આ ઉપરાંત હાઈ રેઝોલ્યુશન ફોટોઝ, ફોટોની ક્વોલિટીને અસર નહીં કરે. જોકે તેનાથી તમારી સ્પેસ જરૂર બચશે. અનલિમિટેડ સ્ટોરેજ મેળવવા માટે ફોનમાં ગૂગલ ફોટોઝ એપનું લેટેસ્ટ વર્ઝનવાળી એપ અને ઈન્ટરનેટ કનેક્શન જરૂરી છે.
સ્ટોરેજને વધારવા માટે ફોલો કરો સ્ટેપ
-‘બેકઅપ મોડ’ મોડ પર ટેપ કરી હાઈ ક્વોલિટી ઓપ્શન પસંદ કરો.
-ગૂગલ ફોટાની એપ ખોલો.
-જમણી બાજુના આપેલા ત્રણ હોરીજોન્ટલ બાર પર ક્લીક કરો.
-ત્યારબાદ સેટિંગના ઓપ્શનમાં જાવ.
-Back & syncની સામે આપેલા ટોગલને ઓન કરો.


-ત્યાર બાદ‘Backup mode’પર ટેપ કરો અને ‘High quality’ઓપ્શન પસંદ કરો.
-ત્યારબાદ‘Back up device folders’પર જાવ અને એ બધા ફોલ્ડર્સને સિલેક્ટ કરો જેને તમે અપલોડ કરવા માગો છો.
Read More »

Monday, July 15, 2019

વ્હાલી દીકરી યોજનાનો કઈ રીતે મળશે લાભ? દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય

વ્હાલી દીકરી યોજનાનો કઈ રીતે મળશે લાભ? દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય



વ્હાલી દીકરી યોજનાનો કઈ રીતે મળશે લાભ? દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની સહાય

બજેટમાં મહત્વની જાહેરાતઃ પરિવારમા પ્રથમ બે બાળકો પૈકી દીકરીઓને લાભઃ પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦ અપાશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દીકરીઓ માટે બજેટમાં ‘વ્હાલી દીકરી’ નામની મહત્વની જાહેરાત કરી છે.
મહિલાઓ, બાળકો, કિશોરીઓ તથા સગર્ભા-ધાત્રી માતાઓના સંકલિત  વિકાસ માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. સંકલિત બાળ વિકાસ યોજના મારફત પ૩.૦ર૯ આંગણવાડી કેન્દ્રો દ્વારા પ૯ લાખ  લાભાર્થીઓને પુરક પોષણ અને આરોગ્ય શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે.
 દિકરીઓના જન્મદરમાં વધારો કરવા, તેઓની આર્થિક-સામાજિક સ્થિતિ  મજબુત કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના હેતુથી અમારી સંવેદનશીલ સરકારની એક નવી યોજના વહાલી દીકરી યોજના અમલમાં મુકવાની હું જાહેરાત કરૂ છું જેમાં કુટુંબના પહેલા બે બાળકો પૈકીની દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.આ વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. ૪૦૦૦ નવમા ધોરણમાંં આવે ત્યારે બીજા રૂ.૬૦૦૦ તેમજ તે દીકરી ૧૮ વર્ષની વય વટાવે ત્યારે તને રૂપિયા એક લાખ આપવામાં આવશે. વહાલી દીકરી યોજનાથી સ્ત્રી ભુણ હત્યા અટકાવવામાં મદદ થશે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે અને દીકરી પુખ્ત વયની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે મોટી રકમ મળશે વહાલી દીકરી યોજનાનો લાભ વાર્ષિક રૂપિયા બે લાખ સુધીની આવક ધરાવતા પરિવારને મળશે. આ નવી યોજના માટે રૂ. ૧૩૩ કરોડની જોગવાઇ.
 આંગણવાડીમાં અપાતા પુરક પોષણ માટે રૂ.૭પ૧ કરોડની જોગવાઇ.

 નિરાધાર વિધવા મહિલાઓને પેન્શન આપવા માટેરૂ.૩૭૬ કરોડની જોગવાઇ.
પુર્ણ યોજનાના અમલથી કિશોરીઓમાં કુપોષણ, એનિમિયા, ઓછુ વજન જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થયેલ છે આ યોજના માટે રૂ.૮૭ કરોડની જોગવાઇ.  ૧ર૦૦ આંગણવાડી કેન્દ્રો-નંદઘરના નવા પાકા મકાનો બનાવવામાં આવશે જેનો  લાભ અંદાજે ૩પ હજાર બાળકોને થશે આ માટે રૂ. ર૪ કરોડની જોગવાઇ.
મહિલા અને બાળ વિકાસ – સરકારે નવી યોજના કરી લોન્ચ 
  • આંગણવાડીમાં પૂરક પોશાક માટે રૂ.751 કરોડની જોગવાઈ
  •  વિધવા મહિલાઓને પેંશન આપવા માટે રૂ.376 કરોડની જોગવાઈ
  •  પૂર્ણા યોજનામાટે રૂ.87 કરોડની જોગવાઈ
  •  1200 આંગણવાડી બનાવવા માટે રૂ.24 કરોડની જોગવાઈ
  •  સરકારે નવી યોજના વ્હાલી દીકરી લોન્ચ કરી
  • આ યોજના હેઠળ દીકરીને પ્રથમ ધોરણમાં રૂ.4000, નવમા ધોરણમાં રૂ.6000 અને 18 વર્ષની વય બાદ રૂ. 1 લાખ અપાશે
  • વ્હાલી દીકરી યોજના માટે રૂ.133 કરોડની જોગવાઈ
Read More »

Saturday, July 13, 2019

GOOD NEWS: આજથી સસ્તી થઇ હોમ લોન, કાર અને પર્સનલ લોન, SBI એ વ્યાજ દર ઘટાડ્યા

GOOD NEWS: આજથી સસ્તી થઇ હોમ લોન, કાર અને પર્સનલ લોન, SBI એ વ્યાજ દર ઘટાડ્યા



લોનધારકો માટે સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરાતાં આજથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન સસ્તી થશે

નવી દિલ્હી: RBI ગવર્નર શક્તિકાંત દાસે બેંકોને બે દિવસ પહેલા કહ્યું હતું કે, તે રેપો રેટ કટનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડે. એમની અપીલ બાદ જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક SBI એ MCLR માં 5 પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડાથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન સહિતના અન્ય ધિરાણ સસ્તા થશે. બેંકે બધી જ પ્રકારની લોન માટે વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડાને પગલે એક વર્ષની લોન માટે વ્યાજ દર 8.45 ટકાથી ઘટીને 8.40 ટકા થયો છે. 
એસબીઆઇનું કહેવું છે કે, આના પરિણામ સ્વરૂપ MCLR સાથે જોડાયેલ તમામ પ્રકારની લોન પર વ્યાજ દર 10 જુલાઇ 2019થી પાંચ પોઇન્ટ ઘટશે. નાણાકીય વર્ષ 2019-20માં આ ત્રીજી વખત વ્યાજ દરનો ઘટાડો છે. આ ઘટાડાને પગલે હોમ લોન 10 એપ્રિલથી 0.20 ટકા સુધી સસ્તી થઇ શકે છે. 
અહીં નોંધનિય છે કે, આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે, રેપો રેટમાં અત્યાર સુધી 75 પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ ગ્રાહકો સુધી આનો લાભ પુરતો પહોંચ્યો નથી. માંડ ત્રીજા ભાગનો જ લાભ પહોંચ્યો છે. એમણે એ પણ કહ્યું અગાઉની સરખામણીએ રેટ કટ ટ્રાન્સમિશનમાં હવે ઓછો સમય લાગે છે. અગાઉ આ કામ માટે ઓછામાં ઓછા છ મહિના લાગતા હતા. પરંતુ હવે માંડ 2-3 મહિનામાં જ ગ્રાહકોનો આ લાભ પહોંચાડી શકાય છે.
Read More »

7મું પગારપંચઃ કર્મચારીઓને 3 વર્ષમાં થશે સૌથી વધુ ફાયદો, મોંઘવારી ભથ્થું પણ વધશે

7મું પગારપંચઃ કર્મચારીઓને 3 વર્ષમાં થશે સૌથી વધુ ફાયદો, મોંઘવારી ભથ્થું પણ વધશે



મોદી સરકાર 2.0ના પ્રથમ બજેટ 2019માં સરકારી કર્મચારીઓ માટે કોઈ વિશેષ જાહેરાત થઈ નથી, જેમ કે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી કે, આવકવેરાની મર્યાદા પણ વધારવામાં આવી નથી

નવી દિલ્હીઃ મોદી સરકાર 2.0ના પ્રથમ બજેટ 2019માં સરકારી કર્મચારીઓ માટે કોઈ વિશેષ જાહેરાત થઈ નથી, જેમ કે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી કે, આવકવેરાની મર્યાદા પણ વધારવામાં આવી નથી. હવે સરકારી કર્મચારીઓ એ સમાચારની રાહ જોઈ રહ્યા છે જે તેમને દર છઠ્ઠા મહિને મળે છે, એટલે કે મોંઘવારી ભથ્થું (DA). સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ વખતે મોદી સરકાર મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરી શકે છે. 
DAની ગણતરી કરતી એજી ઓફિસ બ્રધરહૂડ, અલાહાબાદના પૂર્વ અધ્યક્ષ અને ઓલ ઈન્ડિયા ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ એસોસિએશનના આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ હરીશંકર તિવારીએ 'ઝી બિઝનેસ' સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો થવાની સંભાવના છે. કેમ કે, કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI)માં એપ્રિલ, 2019ના આંકડામાં મોંઘવારીમાં વધારો થયો છે. જોકે, જૂન 2019ના CPIના આંકડા હજુ આવ્યા નથી. 
3 વર્ષમાં સૌથી વધુ ફાયદો થશે

જો સરકાર આ નિર્ણય લેશે તો કર્મચારીઓનો DA વધીને 17 ટકા સુધી પહોંચી જશે. 2016માં 7મું પગારપંચ લાગુ થયા પછી DAમાં આ સૌથી મોટો વધારો હશે. એટલે કે કેન્દ્રીય કર્મચારીઓને 3 વર્ષમાં સૌથી વધુ ફાયદો થશે. રાજ્ય કર્મચારી સંયુક્ત પરિષદ, યુપીના સંયોજક આર.કે. વર્માએ પણ જણાવ્યું કે, આ વખતે DAમાં વધારો થવાની સંભાવના છે, કેમ કે કેન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના એપ્રિલના આંકડામાં મોંઘવારી વધી છે. 

એપ્રિલમાં 312 હતો AICPI
મે, 2019નો 'ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ'(AICPI) વધીને 314 થઈ ગયો છે, જે એપ્રિલ અને માર્ચ 2019માં ક્રમશઃ 312 અને 309 હતો. આ આંકડા મુજબ માસિક ધોરણે જાન્યુઆરીમાં DA 13.39 ટકા હતો, જે એપ્રિલમાં વધીને 15.49 ટકા પર પહોંચી ગયો હતો. હરિશંકર તિવારીએ જણાવ્યું કે, જો જૂનમાં AICPIમાં 1 પોઈન્ટનો પણ વધારો થયો અને તે 314 પર સ્થિર રહ્યો તો પણ DAમાં 5 ટકાનો વધારો થશે. જો, તેમાં ઘટાડો થશે તો DA ઘટીને 4 ટકા થઈ શકે છે. 
જાન્યુઆરીમાં 3 ટકા વધ્યો હતો DA
જાન્યુઆરી 2019માં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો હતો. એ સમયે AICPI 307 હતો. એટલે કે માસિક આધારે DA 13.39 ટકા હતો. આ અગાઉ જુલાઈ 2019માં DAમાં બે ટકાનો વધારો કરાયો હતો. એ સમયે AICPI 301 અને DA 10.36 ટકા હતો. નિષ્ણાતોના અુસાર જો આ ઈન્ડેક્સમાં એક મહિનામાં 2 પોઈન્ટનો વધારો થાય તો DAની ગણતરી 16થી 17 ટકાના આધારે થશે. 
શું છે આધાર વર્ષ? 
લેબર વિભાગની આધિકારિક વેબસાઈટ labourbureau.gov.in પર જણાવાયું છે કે, AICPI માટે આધાર વર્ષ 2001 છે. સરકાર ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના મે મહિનાના આંકડા 28 જુનના રોજ જાહેર કરશે. 
આવી રીતે થાય છે ગણતરી
મોંઘવારી ભથ્થાની ટકાવારી = {(છેલ્લા 12 મહિનાનો AICPI(બેઝ વર્ષ-2001=100)ની સરેરાશ - 115.76)/ 115.76} x 100
Read More »

ખેડૂતોને સરકાર દ્વારા મોટી ભેટ, સ્માર્ટફોન ખરીદવા માટે મળશે પૈસા

ખેડૂતોને સરકાર દ્વારા મોટી ભેટ, સ્માર્ટફોન ખરીદવા માટે મળશે પૈસા


ઝારખંડના ખેડૂત હવે કૃષિની ટેક્નોલોજીની સાથે-સાથે હવામાનનું પૂર્વાનુમાન સ્માર્ટફોન દ્વારા જાણી શકશે. ઝારખંડ સરકાર રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવ માટે રકમ આપવા જઇ રહી છે. ઝરખંડના કૃષિ વિભાગના એક અધિકારીએ ગુરૂવારે જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને ઝારખંડમાં 2000 રૂપિયાની એક વધારાની રકમ મળશે. આખા દેશમાં પીએમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતમાં બે-બે હજારની ત્રણ હપ્તા આપી રહી છે, જ્યારે ઝારખંડમાં તેમની સંખ્યા ચાર હશે. 


રાંચી: ઝારખંડના ખેડૂત હવે કૃષિની ટેક્નોલોજીની સાથે-સાથે હવામાનનું પૂર્વાનુમાન સ્માર્ટફોન દ્વારા જાણી શકશે. ઝારખંડ સરકાર રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવ માટે રકમ આપવા જઇ રહી છે. ઝરખંડના કૃષિ વિભાગના એક અધિકારીએ ગુરૂવારે જણાવ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને ઝારખંડમાં 2000 રૂપિયાની એક વધારાની રકમ મળશે. આખા દેશમાં પીએમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતમાં બે-બે હજારની ત્રણ હપ્તા આપી રહી છે, જ્યારે ઝારખંડમાં તેમની સંખ્યા ચાર હશે. 
સરકાર ઝારખંડ 50 હજારથી વધુ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે બ એ-બે હજાર રૂપિયાની રકમ તેમના બેંક એકાઉન્ટમાં નાખશે. સરકારે તેમના માટે રકમની પણ ફાળવણી કરી છે. આ લાભ તે ખેડૂતોને મળશે જેમણે રાષ્ટ્રીય કૃષિ બજાર (ઇ-નેમ)માં પોતાની નોંધણી કરાવી છે. રાજ્યના કૃષિ મંત્રી રંધીર કુમાર સિંહે જણાવ્યું કે સરકારનું માનવું છે કે ઝારખંડના ઘણા ખેડૂતો અત્યારે સ્માર્ટફોનથી દૂર છે. સરકાર દ્વારા સ્માર્ટફોન ઉપલબ્ધ થતાં ખેડૂતોને કૃષિથી સંબંધિત નવી ટેક્નોલોજી સાથે-સાથે હવામાનનું પૂર્વાનુમાન તથા કુદરતી આફતો સંબંધિત જાણકારી પ્રાપ્ત કરી શકશે.
તેમણે જણાવ્યું કે કૃષિ નિર્દેશાલ્ય અને ઝારખંડ રાજ્ય કૃષિ માર્કેટિંગ પરિષદ પરસ્પર સમન્વય કરીને યોજનાની રકમ ખેડૂતોને પુરી કરાવશે. કૃષિ નિર્દેશકના સ્તરથી પીએમ ખેડૂત સન્માન યોજનામાં નોંધણીની યાદી બજાર સમિતિને આપવામાં આવશે અને આવા ખેડૂતોને ઇ-નામમાં નોંધવામાં આવશે. તેમણે કહ્યું કે જેમ જેમ ખેડૂતોની નોંધણી થશે તેમના ખાતામાં રકમ મોકલી દેવામાં આવશે.
Read More »