Pages

Friday, February 7, 2020

એક દેશ-એક કાર્ડઃ દેશમાં કોઇ પણ સ્થળેથી રાશન મેળવી શકાશે, ભ્રષ્ટાચાર અટકશે

એક દેશ, એક રેશનકાર્ડ લાગૂ કરવા કેન્દ્રએ રાજ્યને આપી 1 વર્ષની સમયમર્યાદા    

કેન્દ્ર સરકારે દેશમાં 'એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ' વ્યવસ્થા લાગૂ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 30 જુન 2020 સુધી એક વર્ષનો સમયગાળો આપ્યો છે. આ વ્યવસ્થા હેઠળ કોઇ પણ લાભાર્થી દેશભરમાં ક્યાંયથી પણ સસ્તા ભાવે અનાજ ખરીદી શકે છે. ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, દસ રાજ્ય પહેલાંથી જ જાહેર વિતરણ પ્રણાલીના પાત્રતા મામલે પોર્ટેબિલિટી ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. જેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણાં અને ત્રિપુરા સામેલ છે.

તેમણે કહ્યું કે, આગામી વર્ષ 30 જુન 2020 સુધી સમગ્ર દેશમાં 'એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ' વ્યવસ્થાને લાગૂ કરવામાં આવશે. અમે આ વિશે રાજ્યોને ઝડપથી કામ આગળ વધારવા માટે પત્ર લખ્યો છે. નવી પ્રણાલીથી તે સુનિશ્ચિત થઇ શકે છે કે જો કોઇ પણ ગરીબ વ્યક્તિ એક સ્થાનથી બીજા સ્થાન પર જાય છે કો તેને રાશન મળવામાં કોઇ પ્રકારની પરેશાની થવી જોઇએ નહી. નવી સિસ્ટમથી બોગસ રાશનકાર્ડ સમાપ્ત થઇ જશે.

પાસવાને આગળ કહ્યું કે, તમિલનાડૂ, પંજાબ, ઓડિશા અને મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યોમાં રાશનકાર્ડ ધારકો માટે રાજ્યમાં એક સ્થાન પરથી અન્ય સ્થાન પર જવાની સ્થિતીમાં સસ્તુ રાશન મળવું સરળ થશે. આ રાજ્યોમાં રાશનની દુકાનમાં પોઈન્ટ ઓફ સેલ મશીનો પહેલાંથી જ લાગૂ થયેલી છે.

ખાદ્ય મંત્રીએ કહ્યું કે, મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસના એજન્ડામાં સામેલ કાર્યક્રમોમાં આ કાર્યક્રમ પણ છે. સરકાર નવેમ્બર 2016 બાદથી દેશમાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો અમલમાં લાવવા માટે પ્રયત્નશીલ છે. આ કાયદા હેઠળ દેશના 80 કરોડ લોકોને સસ્તા ભાવે એકથી ત્રણ રુપિયા કિલોના ભાવે રાશન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.


નવી દિલ્હીઃ દેશમાં જ્યાં હજુ પણ એક દેશ, એક ચૂંટણીની વાતો ચાલી રહી છે આ દરમ્યાન મોદી સરકાર એક દેશ, એક રેશનિંગ કાર્ડ લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉપભોક્તા બાબત અને ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગના કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું કે સરકાર આ દિશામાં આગળ વધી રહી છે. 

પાસવાન જણાવે છે કે રેશનિંગ કાર્ડની દેશ ભરમાં પોર્ટેબિલિટી સુવિધા શરૂ કરવામાં આવશે જેનાથી એ સુનિશ્ચિત થઈ શકે કે તમામ લાભાર્થી ખાસ કરીને પ્રવાસી લોકોને દેશમાં ક્યાંય પણ સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS) હેઠળ જરૂરી ખાદ્ય સામગ્રી મળી શકે. કેન્દ્રીય મંત્રી પાસવાને રાજ્યોને ખાદ્ય સચિવ અને સરકારી અધિકારીઓની એક બેઠકમાં સંબોધિત કરતા આ વાત કહી. તેમણે કહ્યું કે પીડીએસના ઇંટીગ્રેટેટ મેનેજમેન્ટ હેઠળ રેશનિંગ કાર્ડોની એક સેંટ્રલ રિપોઝિટરી (કેન્દ્રીય સંગ્રહ કેન્દ્ર) બનાવવામાં આવશે જેથી રાષ્ટ્રીય સ્તર પર બેવડાધોરણોથી દૂર રહી શકાય. 

આ કાર્યક્રમને સંબોધિત કરતા ઉપભોક્તા બાબતે અને ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગના રાજ્ય મંત્રી દાનવે રાવસાહબ દાદારાવે રાજ્યોને આગ્રહ કર્યો છે કે તે રેશનિંગ કાર્ડના ડિજિટાઈઝેશન પર કામ કરે. આ નવી વ્યવસ્થા મુજબ તમામ લોકો દેશભરમાં એક જ રેશનિંગ કાર્ડનો ઉપયોગ કરી શકશે. જો કે આ રેશનિંગ કાર્ડમાં જે લોકો ગેરરીતિ આચરી રહ્યા હોય તેમના વિરુદ્ધ સરકાર કડક પગલા લેશે. સરકાર આધારકાર્ડની જેમ રેશનિંગ કાર્ડને એક વિશિષ્ટ યુનિક ઓળખ નંબર આપશે જેથી ફ્રોડથી બચી શકાય. 

સરકાર આ નવા વન રેશનિંગ કાર્ડ માટે એવી વ્યવસ્થા કરશે જેમાં એક ઓનલાઈન એકીકૃત (ઇંટેગ્રેટેડ) સિસ્ટમ બનાવવામાં આવશે અને જેમાં તેના ડેટા સ્ટોર કરવામાં આવશે. આ વ્યવસ્થા બાદ દેશમાં કોઈપણ વ્યક્તિ ગમે તે જગ્યાએ ખોટી રીતે રેશનિંગ કાર્ડ બનાવવાનો પ્રયાસ કરશે તો સિસ્ટમ દ્વારા જલ્દી ધ્યાનમાં આવી જશે.

No comments:

Post a Comment