Pages

Thursday, May 3, 2018

રાજ્યમાં ૧ લાખ યુવાનોને રૂ.૩ હજારથી ૪૫૦૦ સ્ટાઇપેન્ડ ચૂકવાશે : રૂપાણી

રાજ્યમાં ૧ લાખ યુવાનોને રૂ.૩ હજારથી ૪૫૦૦ સ્ટાઇપેન્ડ ચૂકવાશે : રૂપાણી

ભરૂચમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે મુખ્ય મંત્રી એપ્રેન્ટિસશીપ યોજનાનું લોન્ચિંગ કરવામાં આપ્યું છે. એપ્રિન્ટિસશીપ યોજના હેઠળ રાજ્યના યુવાઓને રોજગારી મળે તે રહે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડિઝીટલ પોર્ટલનું પણ લોકાર્પણ કર્યુ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ કે, રાજ્યમાં યુવાનોને ૩ હજારથી ૪૫૦૦ રૂપિયાનું સ્ટાયપેન્ડ આપવામાં આવશે. રાજ્યના ૧ લાખ યુવાઓને યોજનાનો લાભ મળશે. યોજનાનો લાભ લેવા માટે યુવાનો ઓનલાઈન નોંધણી કરાવી શકશે. સરકારે યોજના માટે ઓનલાઈન વેબ પોર્ટલ પણ શરૂ કર્યું છે. પોર્ટલના આધારે ઉમેદવાર પોતાની પંસદગી પ્રમાંણે નોકરી પસંદ કરશે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યુ કે, અમારા પર આરોપ મુકનારાઓએ જીભ સંભાળીને વાત કરવી જોઈએ. કોંગ્રેસના શાસનમાં બેરોજગારીનો રાફડો ફાટ્યો હતો. કોંગ્રેસે યુવાનોને રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ આ વાયદાને કોંગ્રેસે પુરો કર્યો નથી. મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યુ કે, સરકારે અયોધ્યામાં રામ, યુવાનોને કામ અને ખેડૂતોને દામ આપવાનો નવો નારો આપ્યો છે. ત્યારે આ નારાને પુરો કરવા સરકાર કટ્ટીબદ્ધ છે.
Dailyhunt

No comments:

Post a Comment