Pages

Friday, August 31, 2018

મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, પહેલી વખત OBCને આ રીતે આપશે ન્યાય

મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, પહેલી વખત OBCને આ રીતે આપશે ન્યાય


કેન્દ્રની મોદી સરકારે OBC(અન્ય પછાત વર્ગ) માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઇ રહી છે. જેમાં કેન્દ્ર સરકારે 2021ની વસ્તીગણતરીમાં OBCની માહિતી માટે અલગથી પ્રસ્તાવ લાવવામાં આવશે અને તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અન્ય પછાત વર્ગની વસ્તીના આંકડા જાહેર કરવાની માંગણી લાંબા સમયથી વિવિધ નેતાઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જેને જોતાં મોદી સરકારનો નિર્ણય તે દિશામાં મહત્વ પૂર્ણ સાબિત થઇ શકે છે.
મોદી સરકારનો આ નિર્ણય 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ OBC મતદારોને મનાવવા માટે કારગર સાબિત થઇ શકે છે. એટલું જ નહીં મોદી સરકારે વસ્તી ગણતરીના નવા આંકડા જાહેર કરવા માટેનો સમય પણ 5 વર્ષથી ઓછો કરીને ત્રણ વર્ષનો કરી દીધો છે. એટલે કે 2021ની વસ્તીગણતરીના આંકડા 2024માં સામે આવશે.

અત્રે નોંધનીય છે કે ભારતની આઝાદીથી અત્યાર સુધીમાં ક્યારેય દેશની OBC જાતિના ડેટા જાહેર કરવામાં આવ્યા નથી અને તેને મેળવવામાં આવ્યા નથી. લાલુ પ્રસાદ યાદવ જેવા નેતા લાંબા સમયથી અન્ય પછાત વર્ગ માટે લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે. જેમાં તેમને વસ્તીને અનુરૂપ આરક્ષણની માંગણી કરી રહ્યા છે. એવી સ્થિતિમાં આ પગલાંથી આ પ્રકારની માંગણીને નવું બળ મળી શકે છે. જેની માહિતી પણ ત્રણ જ વર્ષમાં સામે આવી જશે.
આ માટે ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે સેન્સસ કમિશ્નર અને ઓફિસ ઓફ રજીસ્ટ્રાર જનરલના કામની પણ સમીક્ષા કરી છે. જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરેન રિજિજુ થી લઇ વરિષ્ઠ નેતાઓ હાજર હતા. આ સાથે જ 2021માં વસ્તી ગણતરી સમયે ઘરોનું જિયો ટેગિંગ કરવા માટેનો પણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં સંસદના ગત સત્રમાં OBC પંચને બંધારણીય દરજ્જો આપવાની 55 વર્ષ જુની માંગણી પૂર્ણ કરવામાં આવ્યો છે.
Source Sandesh News.
Read More »

સ્વચ્છતા પખવાડિયું ઉજવણી ૨૦૧૮

સ્વચ્છતા પખવાડિયું ઉજવણી ૨૦૧૮

સ્વચ્છતા પખવાડિયું ઉજવણી ૨૦૧૮

PDF ફાઈલ  CLICK HERE






Read More »

Thursday, August 30, 2018

ગુજરાત સરકારના કર્મચારીઓને ડીએમાં વધારા માટે યોગ્ય સમયની રાહ જોવી પડશે

ગુજરાત સરકારના કર્મચારીઓને ડીએમાં વધારા માટે યોગ્ય સમયની રાહ જોવી પડશે

  • ગુજરાત સરકારના કર્મચારીઓને ડીએમાં વધારા માટે યોગ્ય સમયની રાહ જોવી પડશે
મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: રાજ્યના કર્મચારીઓ ધ્વારા ગયા જાન્યુઆરીથી બાકી રહેલા ડીએમાં બે ટકાના વધારા સાથે કુલ ચાર ટકાના વધારાની સત્વરે જાહેરાત કરવા માંગણી કરવામાં આવી છે. આ અંગે ગુજરાતના નાણા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં સાતમાં પગાર પંચનો કર્મચારીઓને સર્વપ્રથમ લાભ આપનાર ગુજરાત રાજ્ય છે. ત્યારે કેન્દ્રે જાહેર કરેલા ડીએમાં રાજ્ય સરકાર ધ્વારા તેની અનુકુળતાએ યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓના ડીએ તેમજ કેન્દ્રીય પેન્શનરોના ડીઆરમાં ગઈકાલે બે ટકાનો વધારો કરવામાં આવતા ગુજરાતના કર્મીઓએ આ માંગ કરી છે.
કેન્દ્ર સરકાર ધ્વારા તેના કર્મચારીઓના ડીએમાં બે ટકાના કરાયેલા વધારાથી સરકાર પર વર્ષે ૬૧૧૨.૨૦ કરોડ અને પેન્શનરોના ડીઆરના વધારાથી રૂપિયા ૪૦૭૪.૮૦ કરોડનો બોજ વધશે. કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં મળતા સાત ટકા ડીએમાં બે ટકા વધારો થતાં હવે બેઝિક પગાર-પેન્શનમાં નવ ટકા ડીએ તરીકે મળશે.આ વધારાથી ૪૮.૪૧ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૨.૦૩ લાખ પેન્શનરને ફાયદો થશે.
સાતમા પગાર પંચે કરેલી ભલામણ અનુસાર કેન્દ્ર સરકાર ડીએ-ડીઆરમાં વધારો કરવામાં આવતો હોય છે. જેમાં ૨૦૧૮ના વર્ષમાં કેન્દ્ર સરકાર ધ્વારા ગયા જાન્યુઆરીમાં બે ટકાના અપાયેલા વધારા બાદ આ જુલાઈ મહિનાથી ડીએમાં બીજી વખત બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જયારે ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓને હજુ સુધી જાન્યુઆરી-૨૦૧૮થી મળવાપાત્ર બે ટકાનો વધારો અપાયો નથી. તેમાં કેન્દ્રએ હવે જુલાઈથી ફરી બે ટકાનો વધારો આપતા રાજ્યના કર્મચારીઓ માટે ચાર ટકા વધારો આપવાનો બાકી રહે છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ અને ફેડરેશન ધ્વારા જાન્યુઆરી-૧૮થી બે ટકા ડીએના વધારા માટે અનેકવાર માંગ કરી છે. છેલ્લે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી ડીએ સહિતના પડતર પ્રશ્નો ઉકેલવામાં નહિ આવે તો ૧૨ સપ્ટેમ્બરથી આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ત્યારે રાજ્યના કર્મચારીઓ સાથે વિપક્ષ કોંગ્રેસ ધ્વારા પણ કુલ ચાર ટકા ડીએનો વધારો સત્વરે આપવા માંગણી કરવામાં આવી છે. તેની સામે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, સાતમાં પગાર પંચનો પ્રથમ લાભ આપનાર જ ગુજરાત રાજ્ય છે. જ્યારે ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓને ઘણા લાભો આપ્યા છે. જેમાં ડીએનો વધારો રાજ્ય સરકાર પોતાની અનુકુળતા પ્રમાણે આપતી જ હોય છે. આથી કેન્દ્રે આ જાહેર કરેલા ડીએના વધારા અંગે રાજ્ય સરકાર ધ્વારા યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે જ.
Read More »

1 સપ્ટે.થી કાર બાઈકનો વીમો ઉતરાવનાર માટે અગત્યના સમાચાર, નિયમમાં થયા ફેરફાર

1 સપ્ટે.થી કાર બાઈકનો વીમો ઉતરાવનાર માટે અગત્યના સમાચાર, નિયમમાં થયા ફેરફાર


આ વર્ષે સપ્ટેમ્બરથી નવી કાર કે બાઈક જેવા વાહનો ખરીદનારને ફરજિયાત પણે વીમો લેવાનો રહેશે. લાંબા સમય માટેના પ્રિમિયમ પેમેન્ટ કરવાથી નવી ગાડીની કિંમતમાં વધારો થશે. જો કે આની સાથે સાથે ગ્રાહકોને ફાયદો એ થશે કે તેમને દર વર્ષે વીમાને રીન્યૂઅલ કરવાની ઝંઝટમાંથી છુટકારો મળશે.
1500સીસીથી વધારે ક્ષમતાવાળી નવી પ્રાઇવેટ કાર માટે શરૂઆતનું વીમા કવચ ઓછામાં ઓછુ 24,305 રૂપિયા હશે, જે અત્યારે 7,890 રૂપિયા છે. એજ રીતે 350 સીસીથી વધારે ક્ષમતાવાળા બાઈક માટે 13,024 ચુકવવા પડશે જે અત્યારે 2,323 ચુકવાતા હતો. વીમાનું પ્રિમિયમ દરેક મૉડલ પર અલગ અલગ હશે.
સુપ્રીમ કોર્ટે 20 જુલાઈએ આદેશ કર્યો છે કે નવી કારમાટે થર્ડપાર્ટી ઈન્સ્યોરન્સ કવર 3 વર્ષમાટે અને બાઈક માટે 5 વર્ષનો વીમો લેવો જરૂરી છે. આ આદેશનું પાલન 1 સપ્ટેમ્બરથી થશે. કોર્ટે તમામ વીમા કંપનીઓને લોન્ગ ટર્મ થર્ડ પાર્ટી વીમા કવરની ઓફર કરવાનો આદેશ કર્યો છે.
કંપનીઓ યાતો ઓનડેમેઝ અથવા થર્ડ પાર્ટી કવર કરવાના પેકેજ લાવશે અથવા લોન્ગ ટર્મ થર્ડ પાર્ટી અને એક વર્ષમાટે ડેમેઝ કવર કરવાની ઓફર કરી શકે છે.
મૂળ સ્ત્રોત વાંચો
Read More »

Pay Later :આ બેન્ક પાસેથી વગર વ્યાજે મેળવો નાણા, નહી ચુકવવો પડે કોઇ ચાર્જ

Pay Later :આ બેન્ક પાસેથી વગર વ્યાજે મેળવો નાણા, નહી ચુકવવો પડે કોઇ ચાર્જ


જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નથી કરતા અને તમારે પૈસાની જરૂર છે, તો તમે 30 દિવસ માટે ICICI બેન્કમાંથી નાણા ઉધાર લઈ શકો છો. તે પણ કોઈ વ્યાજ ચૂકવ્યા વિના. જો કે, આ માટે ચોક્કસ નિયમો અને શરતો છે.
PayLater શું છે?
આઈસીઆઈસીઆઈ બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, પેલેટર એકાઉન્ટ ડિજિટલ ક્રેડિટ પ્રોડક્ટ છે. તે ક્રેડિટ કાર્ડ જેવું જ છે, જ્યાં તમે પહેલા ખર્ચ કરો છો અને પછી તેની ચૂકવણી કરો છો.
PayLater કેવી રીતે કામ કરે છે?
PayLater હેઠળ, તમને વ્યાજ-મુક્ત ક્રેડિટ અથવા લોન 30 દિવસ માટે મળે છે. આ ક્રેડિટ સાથે તમે બિલની ચુકવણી કરી શકો છો. તમે ખરીદી કરી શકો છો, અથવા તમે UPI ID દ્વારા દુકાનદારને ચૂકવણી કરી શકો છો.
ક્યાં નહી કરી શકો યુઝ
તમે ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવા માટે તેનો ઉપયોગ કરી નહી શકો. આ ઉપરાંત, તમે તેનો ઉપયોગ ફંડ ટ્રાન્સફર કરવા માટે પણ કરી શકશો નહી.
કેવી રીતે મળશે આ સુવિધા
બેંકે જણાવ્યા મુજબ, આ સુવિધા ‘ઈનવાઇટ-ઓનલી’ આધારે ઉપલબ્ધ છે. આનો અર્થ એ થયો કે જો બેન્કને લાગે કે તમને આ સુવિધા આપવી જોઈએ, તો તેનું પોપ-અપ તમારા પોકેટ વોલેટ, iMobile અને ઈન્ટરનેટ બેન્કિંગ એપ્લિકેશન પર દર્શાવવામાં આવશે.
શું કોઇ ચાર્જ ચુકવવાનો છે?
આ સુવિધાનો લાભ લેવા માટે, તમારે કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવાની જરૂર નથી. પરંતુ જો તમે નિશ્વિત મુદત સુધી તમારું બિલ નહી ભરો, તો તમારે ફિક્સ્ડ લેટ પેમેન્ટ ચાર્જ આપવો પડશે. જ્યાં સુધી તમે તમારી ડ્યૂ ક્લીઅર નહી કરો ત્યાં સુધી આ ચાર્જ ચુકવવો પડશે.
મર્યાદા કેટલી છે?
પેલેટર એકાઉન્ટ પર તમને 10 હજારથી 25 હજારની રેન્જમાં ક્રેડિટ મળે છે. તમને મળેલી રકમ મળશે તે તેના પર આધાર રાખે છે કે, બેન્કના હિસાબે તમે કેટલી રકમ મેળવવા માટે એલિજીબલ છો.
પૈસા પરત કેવી રીતે કરશો?
PayLater એકાઉન્ટમાંથી તમે જે રકમ પ્રાપ્ત કરી છે તે રકમ, નિશ્નિત ડેટ બાદ આપના એકાઉન્ટમાંથી આપોઆપ કાપી લેવામાં આવશે. પરંતુ જો તમારા ખાતામાં પૈસા નહી હોય તો, તમારે લેટ પેમેન્ટ ચાર્જ ચૂકવવો પડશે.
મૂળ સ્ત્રોત વાંચો
Read More »

અનામત મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો આ મહત્વપૂર્ણ નિર્ણય

અનામત મામલે સુપ્રીમ કોર્ટે આપ્યો આ મહત્વપૂર્ણ નિર્ણય


અનામતના મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એસસી-એસટી લિસ્ટમાં રાજ્ય ફેરફાર કરી શકે નહીં. જો રાજ્યોને એસસી-એસટી લિસ્ટમાં ફેરફાર કરવો હોય તો તેના મટે સંસદની મંજૂરી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દિલ્હીમાં કેન્દ્રીય યાદી મુજબ અનામત મળશે. તેની સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ ક્હ્યું છે કે વ્યક્તિ કોઈ એક જ રાજ્યમાં અનામતનો લાભ મેળવી શકે અને બીજા રાજ્યમાં તેને અનામતનો લાભ મળી શકે નહીં.
Read More »

Wednesday, August 29, 2018

કેન્દ્રીય કર્મીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરાયો

કેન્દ્રીય કર્મીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરાયો


નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના લાખ્ખો કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આજે મોદી સરકારે ખુશખબર જાહેર કરી છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાં (ડીએ)માં બે ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો છે. મોંઘવારી ભથ્થા માટે કેબિનેટમાં પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આમ હાલમાં કેન્દ્રના કર્મચારીઓને મળી રહ્યું છે 7% મોંઘવારી ભથ્થુ જે વધતા 9%એ મોંઘવારી ભથ્થુ પહોંચ્યું છે.


કેન્દ્રીય કર્મચારીઓનેે બે ટકા મોંઘવારી ભથ્થું આપવાના નિર્ણયને કેબિનેટમાં મંજૂરી આપવામાં આવ્યો છે અને તેનો ૧ જુલાઇ ર૦૧૮ની પશ્ચાતવર્તી અસરથી અમલ કરવામાં આવશે.
Read More »

Tuesday, August 28, 2018

સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના માં જૂથ વર્ગીકરણ નિયત કરવા અંગે તારીખ 28/08/2018

સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના માં જૂથ વર્ગીકરણ નિયત કરવા અંગે તારીખ 28/08/2018



Read More »

Monday, August 27, 2018

વિજ્ઞાન મેળામાં ઉપયોગી કૃતિઓ

વિજ્ઞાન મેળામાં ઉપયોગી કૃતિઓ જેનો અભ્યાસ કરીને કઈ નવીન બનાવીએ .. અહી  વિજ્ઞાન મેળામાં ઉપયોગી થાય તેવી કુલ ૧૩ ફાઈલ મુકવામાં આવેલ છે.. 

વિજ્ઞાન મેળો
વિજ્ઞાન મેળામાં ઉપયોગી કૃતિઓ જેનો અભ્યાસ કરીને કઈ નવીન બનાવીએ ..
અહી  વિજ્ઞાન મેળામાં ઉપયોગી થાય તેવી કુલ ૧૩ ફાઈલ મુકવામાં આવેલ છે.
આ પીડીએફ ફાઈલના અભ્યાસથી આપને ઘણું માર્ગદર્શન મળી રહેશે ..
Read More »

Saturday, August 25, 2018

26મી ઓગસ્ટે રક્ષાબંધન, જાણો ક્યાં મુહૂર્તમાં ભાઈને બાંધવી રાખડી

26મી ઓગસ્ટે રક્ષાબંધન, જાણો ક્યાં મુહૂર્તમાં ભાઈને બાંધવી રાખડી



રક્ષાબંધન 26મી ઓગસ્ટે મનાવવામાં આવશે. જો કે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પુનમ ભાંગી તિથિ છે. તેથી રક્ષાબંધન 25મીની બપોરથી શરૂ થઈ જશે. જોકે આપણે ત્યાં તે 26મી તારીખે મનાવવામાં આવશે.  જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જો વાત કરીએ તો પુનમ તિથિ 25 ઓગસ્ટે બપોરના 3:16 મિનિટે શરૂ થશે. 26 ઓગસ્ટ સાંજે 5:25 મિનિટ સુધી રહશે. આ દિવસે, ધનિષ્ઠ નક્ષત્ર 12.35 વાગ્યા સુધી રહેશે.
એવું માનવામાં આવે છે કે પંચકમાં શુભ કાર્યનો નિષેદ નથી.  રક્ષાબંધનના દિવસે ધનિષ્ઠા નક્ષત્ર  અને પંચક છે છતાં રાખડી બાંધવામાં કોઈ અવજોગ નથી.
રક્ષાબંધનના દિવસે નથી ભદ્રા
સામાન્ય રીતે ભદ્રા એ અતિ ખરાબ સમયગાળો માનવામાં આવે છે તે પછી ગુલી અને વિગેરે. જોકે આ દિવસે ભદ્રા ન હોવાથી સામાન્ય રીતે દિવસમાં કોઈ વિશેષ અવજોગ નથી.
રક્ષાબંધનનું શુભ મૂર્હુતઃ-
ભાઈને રક્ષા બાંધવા માટે 26 ઓગસ્ટના સવારે 7:43થી બપોરે 12:28 સુધીનો સમય સારો છે. આ મૂર્હુત 2.03 વાગ્યાથી 3.38 વાગ્યા સુધી ચાલશે. સાંજે 5.25 પર પૂર્ણિમાં તિથિ પૂર્ણ થઇ જશે. જો કે, સૂર્યોદય વ્યાપિની તિથિ મનાવાને કારણે રાત્રે પણ રાખડી બાંધી શકાય છે.
સવારે 9.18 થી 10.53 સુધી લાભ
અમૃત 10.53 થી 12.28 કલાકે
બપોરે: 2.03 થી 3.38 શુભ
શુભ સાંજ: 6.48 થી 8.13
અમૃત સાંજે: 8.13 થી 9.38
રાત્રે: 9.38 થી 11.03 ચલ
આ સમયે ન બાંધવી જોઈએ રક્ષા
રાહુ કાળ સવારે: 5.13 થી 6.48
યમ બપોરે 12.28 થી 2.03
કાળ બપોરે 12.28 થી 2.03
Read More »

નાપાસ થયેલાં ૪૦૦૦ શિક્ષકો નોકરી ગુમાવે તેવી શક્યતાઓ..

નાપાસ થયેલાં ૪૦૦૦ શિક્ષકો નોકરી ગુમાવે તેવી શક્યતાઓ..
ઉપરનો ફોટો ખોલીને આપ વધુ માહીતી મેળવી શકશો અથવા તો નીચેની લિંક ખોલી જોઇ શકો છો.
અહી ક્લિક કરો.
Read More »

Sunday, August 19, 2018

સરકારે આખરે ATM સાથે સંબંધિત નવા નિયમો બહાર પાડ્યા

સરકારે આખરે ATM સાથે સંબંધિત નવા નિયમો બહાર પાડ્યા
સરકારે આખરે ATM સાથે સબંધિત નિયમો બહાર પાડયા છે. તેમાં કહેવાયું છે કે શહેરી વિસ્તારોમાં રાત્રે 9 વાગ્યા પછી ATMમાં કેશ નહીં ભરાય અને એક કેશ વેનમાં સિંગલ ટ્રીપમાં 5 કરોડ રૂપિયાથી વધુ નહીં હોય. એ ઉપરાંત કેશ વાન પર તહેનાત કર્મચારીઓને હુમલા, ગુનાખોરોના વાહનોનો પીછો કરવો અને અન્ય જોખમને પહોંચી વળવા માટે તાલીમ અપાશે.
ગૃહમંત્રાલય તરફથી બહાર પડાયેલા આદેશમાં કહેવાયું છે કે રોકડની હેરફેર સાથે જોડાયેલા તમામ કર્મચારીઓની પૃષ્ઠભૂમિની તપાસ માટે તેમનો આધાર વેરિફિકેશન પણ કરાવવું પડશે. નિયમોમાં કહેવાયું છે કે ગ્રામીણ વિસ્તારોમાં સાંજે 6 પછી ATMમાં નાણાં ભરવામાં નહીં આવે અને એક ATMમાં લોડ કરવા માટે રોકડને આગલા દિવસે કે દિવસની શરૂઆતમાં બેન્કમાંથી એકત્ર કરી લેવાશે.
કેશવાન પણ વધુ સુરિક્ષત બનાવવા આદેશ
તમામ કેશ વાનમાં જીએસએમ આધારિત ઓટો ડાયલરની સાથે સિક્યોરિટી એલાર્મ અને મોટરાઇઝડ સાયરન લગાવાશે.એસઆઇએસના એમડી રિતુરાજસિંહાએ કહ્યું કે આ નિયમ ચોક્કસ રીતે ઇન્ડસ્ટ્રીને બદલી નાંખે એવા નિયમ છે.
Read More »

વાલીઓ માટે ખુશીના સમાચાર: પ્રાઇવેટ શાળાઓને FRCએ આપ્યો મોટો ફટકો

વાલીઓ માટે ખુશીના સમાચાર: પ્રાઇવેટ શાળાઓને FRCએ આપ્યો મોટો ફટકો


રાજ્યમાં મનફાવે તેમ મોટી મોટી ફી ઉઘરાવતી શાળાઓની મનમાની હવે ચાલશે નહીં. પ્રાઇવેટ શાળાઓમાં ઈત્તર પ્રવૃતિના નામે વાલીઓ પાસેથી મોટી મોટી ફી ઉઘરાવવામાં આવતી હતી પરતું હવે પ્રાઇવેટ શાળાના સંચાલકો પોતાની મનમાની ચલાવી શકશે નહીં. કારણકે પ્રાઇવેટ શાળાના સંચાલકોને રાજ્ય સરકાર અને ફી રેગ્યુલેટરી કમિટી(FRC) તરફથી મોટો ફટકો મળ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રાઇવેટ શાળાઓને FRCએ નક્કી કરેલી ઈત્તર પ્રવૃત્તિની ફી લેવા માટે અને ઈત્તર પ્રવૃતિને વૈકલ્પિક રાખવા માટે પણ આદેશ કર્યો છે.
FRCનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલે સુનવણી કરતા રાજ્ય સરકારને નિર્દેશ કર્યા હતા કે રાજ્ય રસકારે બનાવેલી FRC કમિટી દ્વારા ઈત્તર પ્રવૃતિની એક લિસ્ટ તૈયાર કરવામાં આવે અને આ લિસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવેલી તમામ પ્રવૃતિઓને વૈકલ્પિક જાહેર કરવાની શાળાઓને જાણ કરવામાં આવે. આ બાબતે રાજ્ય સરકારે શાળામાં કરાવવામાં આવતી 10 જેટલી ઈત્તર પ્રવૃતિનો સમાવેશ કર્યો હતો અને રાજ્યની તમામ શાળાઓને આ 10 પ્રવૃતિની ફી FRC નક્કી કરે એ મુજબ લેવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રાઇવેટશાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી સ્વિમિંગ, ડાન્સ, ઘોડેસવારી, વાહન વ્યવસ્થા, ફૂડ જેવી ઈત્તર પ્રવૃતિના માટે મનફાવે તેમ ફીની વસૂલાત કરવામાં આવતી હતી. પરતું રાજ્ય સરકારના આદેશના કારણે આ પ્રવૃતિઓને વૈકલ્પિક જાહેર કરાવી પડશે. રાજ્ય સરકારના આ આદેશના કારણે શાળામાં ફીના નામે ચાલતી લૂંટ બંધ થશે અને વાલીઓને મોટી મોટી ફી ભરવામાંથી રાહત મળશે.
Read More »

Saturday, August 18, 2018

હવે ATMમાં ભૂલથી પણ કેશ કાઢવા સવારે ન જતા, નહીંતર પસ્તાશો

હવે ATMમાં ભૂલથી પણ કેશ કાઢવા સવારે ન જતા, નહીંતર પસ્તાશો


કેન્દ્ર સરકારે ATM સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં જણાવાયું છે કે શહેરી વિસ્તારમાં રાત્રે 9 વાગ્યા બાદ ATMમાં કેશ નહીં ભરવામાં આવે. એક કેશ વાનમાં સિંગલ ટ્રિપમાં 5 કરોડથી વધારે રૂપિયા નહીં હોય. આ સિવાય કેશ વાનમાં તૈનાત કર્મચારીઓ પર હુમલા, કેશ વાનનો પીછો કરતાં ગુંડાતત્વો અને અન્ય ભયનો સામનો કરવા માટે કર્મચારીઓને ટ્રેનિંગ અપાશે.
  • કેશ વાનમાં હવે CCTV, લાઈવ GPS ટ્રેકિંગ અને બંદૂક સાથે ઓછામાં ઓછા બે સિક્યુરિટી ગાર્ડ જરૂરી
  • દરેક કર્મચારીઓના બેકગ્રાઉંડની તપાસ કરવા માટે તેમના આધાર કાર્ડનું વેરિફિકેશન કરવામાં આવશે
  • ગુંડાતત્વો અને અન્ય ભયનો સામનો કરવા માટે કર્મચારીઓને ટ્રેનિંગ અપાશે

ગૃહ મંત્રાલય તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે કેશ ટ્રાંસપોર્ટ સાથે જોડાયેલા દરેક કર્મચારીઓના બેકગ્રાઉંડની તપાસ કરવા માટે તેમના આધાર કાર્ડનું વેરિફિકેશન કરવામાં આવશે. નવા નિયમો પ્રમાણે, ગ્રામીણ ક્ષેત્રોમાં સાંજે 6 વાગ્યા બાદ કોઈપણ ATMમાં કેશ નહીં ભરવામાં આવે. દરેક કેશ વાનમાં હવે CCTV, લાઈવ GPS ટ્રેકિંગ અને બંદૂક સાથે ઓછામાં ઓછા બે સિક્યુરિટી ગાર્ડ જરૂરી છે.
Read More »

Thursday, August 16, 2018

તમને LPG સિલિન્ડરની સબસિડી મળી રહી છે કે કેમ ? આ રીતે કરો ચેક

તમને LPG સિલિન્ડરની સબસિડી મળી રહી છે કે કેમ ? આ રીતે કરો ચેક


યુટિલિટી ડેસ્કઃ LPG સિલિન્ડર પર સરકાર સબસિડી આપે છે. આ પૈસા તમારા બેન્ક એકાઉન્ટમાં થોડા દિવસો બાદ આવી જાય છે. જોકે આજે પણ કેટલાક લોકો એવા છે જેમને એ વાતનો ખ્યાલ નથી કે પૈસા તેમના એકાઉન્ટમાં આવી રહ્યાં છે કે નહિ. આ સિવાય તેમને એ વાતની પણ જાણ હોતી નથી કે પૈસા જમા થઈ રહ્યાં છે તો કયાં એકાઉન્ટમાં જમા થઈ રહ્યાં છે. ઘણાં લોકોની સબસિડી જમા થઈ હોતી નથી તો તેમને એ બાબતની પણ માહિતી હોતી નથી. આવા સંજોગોમાં તમે સિલિન્ડર પર મળનારી સબસિડીને ઓનલાઈન પોતાના મોબાઈલથી ચેક કરી શકો છો.
સબસિડી ચેક કરવાની પ્રોસેસ
1 સૌ પ્રથમ www.mylpg.in વેબસાઈટને ફોન કરીને ઓપન કરો.
2 હવે તમે જે કંપનીનો સિલિન્ડર લો છો તેના ફોટા પર ક્લીક કરો.
3 અહીં ઘણાં બધા ઓપ્શન આવશે, તમારે Audit Distributor પર ક્લીક કરવાનું છે.
4 તમે પોતાનું State, District અને Distributor Agency Nameને સિલેકટ કરી લો.
5 હવે સિક્યુરીટી કોડ નાખીને Proceed પર ક્લિક કરો.
6 હવે પેજમાં નીચેની તરફ Cash Consumption Transfer Details પર ક્લીક કરો.
7 અહીં Security Code નાંખીને Proceed પર ક્લીક કરો.
8 તમારા સિલિન્ડરની સબસિડી સાથે જોડાયેલી ડિટેલ આવી જશે.
આગળ જાણો તમને સબસિડી નથી મળી રહી તો કયાં કરી શકો છો ફરીયાદ...

તમારા માંથી ઘણા બધા લોકો એવા હશે કે રસોઇ ગેસ સિલેન્ડર પર સબ્સિડી લઇ રહ્યા હશે. સબ્સિડી સ્કીમ હેઠળ ગ્રાહકોને નક્કી કિંમત પર રસોઇ ગેસ સિલેન્ડર મળે છે અને પછી બાદમાં કેટલીક રકમ સબ્સિડી તરીકે બેંક ખાતામાં પાછી કરી દેવામાં આવે છે. 

સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણને ખબર હોતી નથી કે અકાઉન્ટમાં પૈસા આવી રહ્યા છે કે નહીં અને આવી રહ્યા છે તો કેટલા આવી રહ્યા છે? ચલો તો આજે અમને તમને એક રીત જણાવીએ છીએ. 

સૌથી પહેલા સ્માર્ટફોનના બ્રાઉઝરમાં www.mylpg.in ટાઇપ કરો. હવે તમને ડાબી બાજુ ગેસ કંપનીઓના નામ મળશે એમાંથી પોતાની સર્વિસ પ્રોવાઇડરના નામ પર ક્લિક કરો. ત્યારબાદ તમને LPG આઇડી અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર માંગવામાં આવશે. ત્યારબાદ ઓકે કરવા પર તમને નાણાંકીય વર્ષ જેમ કે 2016 17 અથવા 2017 18 નાંખવું પડશે. ત્યારબાદ તમને સબ્સિડીની ડિટેલ મળી જશે. 

આમાં તમને ક્યારે ક્યારે કેટલી રકમ સબ્સિડીના રૂપમાં તમારા અકાઉન્ટમાં નાંખવામાં આવી છે એની જાણકારી મળી જશે. જો તમારા અકાઉન્ટમાં સબ્સિડીના રૂપિયા આવી રહ્યા નથી તો તમે ફીડબેક વાળા બટન પર ક્લિક કરીને ફરીયાદ કરી શકો છો. 

તમને સિલિન્ડર પર મળનારી સબસિડી નથી મળી રહી તો તમે ઓનલાઈન ફરીયાદ પણ કરી શકો છો. તેના માટે www.mylpg.in પર જઈને Give your feedback online પર જઈને ફરિયાદ કરી શકો છો. આ સિવાય 18002333555 ટોલ ફ્રી નંબર પર પણ ફરિયાદ કરી શકાય છે.
Read More »