Pages

Thursday, November 29, 2018

જનરલ નોલેજ , ગુજરાતી ઈ-બુક, સ્પર્ધાત્મક પરીક્ષા બુક

સ્પર્ધાત્મક પરીક્ષા બુક, સામાન્ય જ્ઞાન બુક

નીચે આપેલી તમામ બુક જનરલ નોલેજ વધારવા તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા માં પૂછાતા પ્રશ્નોની તૈયારી કરવા માટે ઉપયોગી ઈ-બુકોનું કલેક્શન કરવામાં આવે છે. જે તમામ સરકારી નોકરીની પરીક્ષા માં ઉપયોગી બનશે. તથા આ પેજને સેવ કરી રાખો સમયાંતરે આ પેજમાં અપડેટ આવતું રહેશે.


• ગુજરાતી ક્વિઝ 1500 પ્રશ્ન પુસ્તીકા :ડાઉનલોડ

• ગુજરાતી ક્વિઝ 500 પ્રશ્ન પુસ્તીકા : ડાઉનલોડ
• ગુજરાત ક્વિઝ પ્રવેશિકા : ડાઉનલોડ
• સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર : 2012 :ડાઉનલોડ
• સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર : 2013 :ડાઉનલોડ
• સ્વર્ણિમ ગુજરાત ક્વિઝ કોર્નર : 2014 :ડાઉનલોડ
• જનરલ નોલેજ બુક : ડાઉનલોડ
• ગુજરાતનો ઈતિહાસ : ડાઉનલોડ
• GST વિષે ગુજરાતીમાં : ડાઉનલોડ
• ગુજરાત વિષે માહિતી : ડાઉનલોડ
• આવો ગુજરાતને જાણીએ : ડાઉનલોડ
• 5000 હિન્દી પ્રશ્નો : ડાઉનલોડ
• ભારતનું બંધારણ : ડાઉનલોડ
• ડાયાબિટીસ વિષે સંપૂર્ણ માહિતી : ડાઉનલોડ
• પ્રાથમિક સારવાર બુક : ડાઉનલોડ
• સ્વાઈન ફ્લુ વિષે તમામ માહિતી : ડાઉનલોડ
• GPSC વિષે બુક : ડાઉનલોડ
• ભારતનો રાષ્ટ્રધ્વજ : ડાઉનલોડ
• વિશ્વવ્યાપી ગુજરાત ક્વિઝ : ડાઉનલોડ
• ગુજરાતની માહિતી : ડાઉનલોડ
• ગુજરાતનું પ્રથમ તથા સૌથી મોટું : ડાઉનલોડ
• ગુજરાત દર્શન : ડાઉનલોડ
• ગુજરાતના જિલ્લાઓ : ડાઉનલોડ
• ગુજરાતની એક ઝલક : ડાઉનલોડ
• ગુજરાતનું ભુગોળ : ડાઉનલોડ
• ગુજરાતનો યોજનાઓ : ડાઉનલોડ
• ગુજરાત સ્પેશિયલ : ડાઉનલોડ
• બૃહદ ગુજરાતની અસ્મિતા : ડાઉનલોડ
• ગુજરાતની નદીઓ : ડાઉનલોડ
Read More »

Saturday, November 10, 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સરકારે કરી બંધ, કારણ જાણી રહેશો દંગ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સરકારે કરી બંધ, કારણ જાણી રહેશો દંગ


સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત સોમવાર સુધી બંધ રહેશે. પ્રવાસીઓના ધસારાને લઈ સરકારે આ નિર્ણય લિધો છે. તેમજ પ્રવાસીઓને મુલાકાતનું આયોજન ન કરવા સૂચના આપવામાં આવી છે. 12 નવેમ્બર બાદ મુલાકાતનું આયોજન કરવા લોકોને સૂચના આપવામાં આવી છે.
31મી ઓક્ટોબરે દેશ-દુનિયા સામે વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું, અને ત્યારબાદ ફરવાના શોખીન ગુજરાતીઓ સહિત દેશભરના લોકો અહીં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે ગઈકાલે એટલે કે ગુરુવારે નવા વર્ષે સરદારની વિશાળ પ્રતિમા જોવા માટે એક દિવસમાં 20 હજારથી વધુ લોકોએ અહીં મુલાકાત કરી હતી.


પ્રવાસીઓના મોટો ઘસારો જોતા રાજ્ય સરકારે જણાવ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરીમાં જવા માટેની લિફ્ટમાં એક દિવસમાં 5000 લોકો જઇ શકે છે. એટલે મુલાકાતીઓને વિનંતી છે કે અહીં હવેથી દિવસમાં પાંચ હજાર લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. જાહેર જનતા માટે આ પ્રતિમા સવારે 9થી સાંજના 5 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે.
Read More »

Saturday, October 27, 2018

વેકેશન સ્પેશિયલ : 3 થી 6 વર્ષના બાળકોને ઉપયોગી,રસપ્રદ અને પ્રવૃત્તિલક્ષી મટીરીયલ્સ.


વેકેશન સ્પેશિયલ : 3 થી 6 વર્ષના બાળકોને ઉપયોગી,રસપ્રદ અને પ્રવૃત્તિલક્ષી મટીરીયલ્સ.
વેકેશન દરમિયાન બાળકો શાળામાં શીખેલી બાબતો ભૂલી ન જાય તે માટે અલગ અલગ ટેસ્ટ પેપરો અને પ્રેક્ટિસ પેપરો માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

ABCD રંગપૂરણી   

ગુજરાતી કક્કો - રંગપૂરણી    

ગુજરાતી એકડી - રંગપૂરણી      

ગુજરાતી ટેસ્ટ પેપર   

કોમન ટેસ્ટ પેપર   

ABCD ડોટેડ  

1 to 20 EKDI DOTTED  

ABCD લેખન મહાવરો  

ગુજરાતી એકડી - લેખન મહાવરો  

ગુજરાતી કક્કો - લેખન મહાવરો  
Read More »

Thursday, October 4, 2018

Kutch new paripatra of Bharti 2018


Read More »

Monday, October 1, 2018

ગાંધી જયંતિ નિમિત્તે ઉપયોગી સંદેશની ગાંધી પૂર્તિ અવશ્ય ડાઉનલોડ કરશો...

ગાંધી જયંતિ નિમિત્તે ઉપયોગી સંદેશની ગાંધી પૂર્તિ અવશ્ય ડાઉનલોડ કરશો...

📚  *_ગાંધી જયંતિ નિમિત્તે ઉપયોગી મહત્વની પોસ્ટ_*
--->*નિબંધ સ્પર્ધા*
1. મારા સ્વપ્નનું ભારત
--->*કાવ્ય લેખન*
--->*_ગાંધી જયંતિ નિમિત્તે ઉપયોગી સંદેશની ગાંધી પૂર્તિ અવશ્ય ડાઉનલોડ કરશો......કરો ડાઉનલોડ....
🙋🏻‍♂ *આ મેસેજ તમામને મોકલવા નમ્ર વિનંતી, જેથી દરેકને લાભ મળી શકે...*
Read More »

Friday, August 31, 2018

મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, પહેલી વખત OBCને આ રીતે આપશે ન્યાય

મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક, પહેલી વખત OBCને આ રીતે આપશે ન્યાય


કેન્દ્રની મોદી સરકારે OBC(અન્ય પછાત વર્ગ) માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઇ રહી છે. જેમાં કેન્દ્ર સરકારે 2021ની વસ્તીગણતરીમાં OBCની માહિતી માટે અલગથી પ્રસ્તાવ લાવવામાં આવશે અને તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અન્ય પછાત વર્ગની વસ્તીના આંકડા જાહેર કરવાની માંગણી લાંબા સમયથી વિવિધ નેતાઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જેને જોતાં મોદી સરકારનો નિર્ણય તે દિશામાં મહત્વ પૂર્ણ સાબિત થઇ શકે છે.
મોદી સરકારનો આ નિર્ણય 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ OBC મતદારોને મનાવવા માટે કારગર સાબિત થઇ શકે છે. એટલું જ નહીં મોદી સરકારે વસ્તી ગણતરીના નવા આંકડા જાહેર કરવા માટેનો સમય પણ 5 વર્ષથી ઓછો કરીને ત્રણ વર્ષનો કરી દીધો છે. એટલે કે 2021ની વસ્તીગણતરીના આંકડા 2024માં સામે આવશે.

અત્રે નોંધનીય છે કે ભારતની આઝાદીથી અત્યાર સુધીમાં ક્યારેય દેશની OBC જાતિના ડેટા જાહેર કરવામાં આવ્યા નથી અને તેને મેળવવામાં આવ્યા નથી. લાલુ પ્રસાદ યાદવ જેવા નેતા લાંબા સમયથી અન્ય પછાત વર્ગ માટે લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે. જેમાં તેમને વસ્તીને અનુરૂપ આરક્ષણની માંગણી કરી રહ્યા છે. એવી સ્થિતિમાં આ પગલાંથી આ પ્રકારની માંગણીને નવું બળ મળી શકે છે. જેની માહિતી પણ ત્રણ જ વર્ષમાં સામે આવી જશે.
આ માટે ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે સેન્સસ કમિશ્નર અને ઓફિસ ઓફ રજીસ્ટ્રાર જનરલના કામની પણ સમીક્ષા કરી છે. જેમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી કિરેન રિજિજુ થી લઇ વરિષ્ઠ નેતાઓ હાજર હતા. આ સાથે જ 2021માં વસ્તી ગણતરી સમયે ઘરોનું જિયો ટેગિંગ કરવા માટેનો પણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. એટલું જ નહીં સંસદના ગત સત્રમાં OBC પંચને બંધારણીય દરજ્જો આપવાની 55 વર્ષ જુની માંગણી પૂર્ણ કરવામાં આવ્યો છે.
Source Sandesh News.
Read More »

સ્વચ્છતા પખવાડિયું ઉજવણી ૨૦૧૮

સ્વચ્છતા પખવાડિયું ઉજવણી ૨૦૧૮

સ્વચ્છતા પખવાડિયું ઉજવણી ૨૦૧૮

PDF ફાઈલ  CLICK HERE






Read More »

Thursday, August 30, 2018

ગુજરાત સરકારના કર્મચારીઓને ડીએમાં વધારા માટે યોગ્ય સમયની રાહ જોવી પડશે

ગુજરાત સરકારના કર્મચારીઓને ડીએમાં વધારા માટે યોગ્ય સમયની રાહ જોવી પડશે

  • ગુજરાત સરકારના કર્મચારીઓને ડીએમાં વધારા માટે યોગ્ય સમયની રાહ જોવી પડશે
મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: રાજ્યના કર્મચારીઓ ધ્વારા ગયા જાન્યુઆરીથી બાકી રહેલા ડીએમાં બે ટકાના વધારા સાથે કુલ ચાર ટકાના વધારાની સત્વરે જાહેરાત કરવા માંગણી કરવામાં આવી છે. આ અંગે ગુજરાતના નાણા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, સમગ્ર દેશમાં સાતમાં પગાર પંચનો કર્મચારીઓને સર્વપ્રથમ લાભ આપનાર ગુજરાત રાજ્ય છે. ત્યારે કેન્દ્રે જાહેર કરેલા ડીએમાં રાજ્ય સરકાર ધ્વારા તેની અનુકુળતાએ યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે. કેન્દ્રીય કર્મચારીઓના ડીએ તેમજ કેન્દ્રીય પેન્શનરોના ડીઆરમાં ગઈકાલે બે ટકાનો વધારો કરવામાં આવતા ગુજરાતના કર્મીઓએ આ માંગ કરી છે.
કેન્દ્ર સરકાર ધ્વારા તેના કર્મચારીઓના ડીએમાં બે ટકાના કરાયેલા વધારાથી સરકાર પર વર્ષે ૬૧૧૨.૨૦ કરોડ અને પેન્શનરોના ડીઆરના વધારાથી રૂપિયા ૪૦૭૪.૮૦ કરોડનો બોજ વધશે. કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં મળતા સાત ટકા ડીએમાં બે ટકા વધારો થતાં હવે બેઝિક પગાર-પેન્શનમાં નવ ટકા ડીએ તરીકે મળશે.આ વધારાથી ૪૮.૪૧ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને ૬૨.૦૩ લાખ પેન્શનરને ફાયદો થશે.
સાતમા પગાર પંચે કરેલી ભલામણ અનુસાર કેન્દ્ર સરકાર ડીએ-ડીઆરમાં વધારો કરવામાં આવતો હોય છે. જેમાં ૨૦૧૮ના વર્ષમાં કેન્દ્ર સરકાર ધ્વારા ગયા જાન્યુઆરીમાં બે ટકાના અપાયેલા વધારા બાદ આ જુલાઈ મહિનાથી ડીએમાં બીજી વખત બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જયારે ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓને હજુ સુધી જાન્યુઆરી-૨૦૧૮થી મળવાપાત્ર બે ટકાનો વધારો અપાયો નથી. તેમાં કેન્દ્રએ હવે જુલાઈથી ફરી બે ટકાનો વધારો આપતા રાજ્યના કર્મચારીઓ માટે ચાર ટકા વધારો આપવાનો બાકી રહે છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ અને ફેડરેશન ધ્વારા જાન્યુઆરી-૧૮થી બે ટકા ડીએના વધારા માટે અનેકવાર માંગ કરી છે. છેલ્લે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી ડીએ સહિતના પડતર પ્રશ્નો ઉકેલવામાં નહિ આવે તો ૧૨ સપ્ટેમ્બરથી આંદોલન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ત્યારે રાજ્યના કર્મચારીઓ સાથે વિપક્ષ કોંગ્રેસ ધ્વારા પણ કુલ ચાર ટકા ડીએનો વધારો સત્વરે આપવા માંગણી કરવામાં આવી છે. તેની સામે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, સાતમાં પગાર પંચનો પ્રથમ લાભ આપનાર જ ગુજરાત રાજ્ય છે. જ્યારે ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓને ઘણા લાભો આપ્યા છે. જેમાં ડીએનો વધારો રાજ્ય સરકાર પોતાની અનુકુળતા પ્રમાણે આપતી જ હોય છે. આથી કેન્દ્રે આ જાહેર કરેલા ડીએના વધારા અંગે રાજ્ય સરકાર ધ્વારા યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે જ.
Read More »

1 સપ્ટે.થી કાર બાઈકનો વીમો ઉતરાવનાર માટે અગત્યના સમાચાર, નિયમમાં થયા ફેરફાર

1 સપ્ટે.થી કાર બાઈકનો વીમો ઉતરાવનાર માટે અગત્યના સમાચાર, નિયમમાં થયા ફેરફાર


આ વર્ષે સપ્ટેમ્બરથી નવી કાર કે બાઈક જેવા વાહનો ખરીદનારને ફરજિયાત પણે વીમો લેવાનો રહેશે. લાંબા સમય માટેના પ્રિમિયમ પેમેન્ટ કરવાથી નવી ગાડીની કિંમતમાં વધારો થશે. જો કે આની સાથે સાથે ગ્રાહકોને ફાયદો એ થશે કે તેમને દર વર્ષે વીમાને રીન્યૂઅલ કરવાની ઝંઝટમાંથી છુટકારો મળશે.
1500સીસીથી વધારે ક્ષમતાવાળી નવી પ્રાઇવેટ કાર માટે શરૂઆતનું વીમા કવચ ઓછામાં ઓછુ 24,305 રૂપિયા હશે, જે અત્યારે 7,890 રૂપિયા છે. એજ રીતે 350 સીસીથી વધારે ક્ષમતાવાળા બાઈક માટે 13,024 ચુકવવા પડશે જે અત્યારે 2,323 ચુકવાતા હતો. વીમાનું પ્રિમિયમ દરેક મૉડલ પર અલગ અલગ હશે.
સુપ્રીમ કોર્ટે 20 જુલાઈએ આદેશ કર્યો છે કે નવી કારમાટે થર્ડપાર્ટી ઈન્સ્યોરન્સ કવર 3 વર્ષમાટે અને બાઈક માટે 5 વર્ષનો વીમો લેવો જરૂરી છે. આ આદેશનું પાલન 1 સપ્ટેમ્બરથી થશે. કોર્ટે તમામ વીમા કંપનીઓને લોન્ગ ટર્મ થર્ડ પાર્ટી વીમા કવરની ઓફર કરવાનો આદેશ કર્યો છે.
કંપનીઓ યાતો ઓનડેમેઝ અથવા થર્ડ પાર્ટી કવર કરવાના પેકેજ લાવશે અથવા લોન્ગ ટર્મ થર્ડ પાર્ટી અને એક વર્ષમાટે ડેમેઝ કવર કરવાની ઓફર કરી શકે છે.
મૂળ સ્ત્રોત વાંચો
Read More »

Pay Later :આ બેન્ક પાસેથી વગર વ્યાજે મેળવો નાણા, નહી ચુકવવો પડે કોઇ ચાર્જ

Pay Later :આ બેન્ક પાસેથી વગર વ્યાજે મેળવો નાણા, નહી ચુકવવો પડે કોઇ ચાર્જ


જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નથી કરતા અને તમારે પૈસાની જરૂર છે, તો તમે 30 દિવસ માટે ICICI બેન્કમાંથી નાણા ઉધાર લઈ શકો છો. તે પણ કોઈ વ્યાજ ચૂકવ્યા વિના. જો કે, આ માટે ચોક્કસ નિયમો અને શરતો છે.
PayLater શું છે?
આઈસીઆઈસીઆઈ બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, પેલેટર એકાઉન્ટ ડિજિટલ ક્રેડિટ પ્રોડક્ટ છે. તે ક્રેડિટ કાર્ડ જેવું જ છે, જ્યાં તમે પહેલા ખર્ચ કરો છો અને પછી તેની ચૂકવણી કરો છો.
PayLater કેવી રીતે કામ કરે છે?
PayLater હેઠળ, તમને વ્યાજ-મુક્ત ક્રેડિટ અથવા લોન 30 દિવસ માટે મળે છે. આ ક્રેડિટ સાથે તમે બિલની ચુકવણી કરી શકો છો. તમે ખરીદી કરી શકો છો, અથવા તમે UPI ID દ્વારા દુકાનદારને ચૂકવણી કરી શકો છો.
ક્યાં નહી કરી શકો યુઝ
તમે ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવા માટે તેનો ઉપયોગ કરી નહી શકો. આ ઉપરાંત, તમે તેનો ઉપયોગ ફંડ ટ્રાન્સફર કરવા માટે પણ કરી શકશો નહી.
કેવી રીતે મળશે આ સુવિધા
બેંકે જણાવ્યા મુજબ, આ સુવિધા ‘ઈનવાઇટ-ઓનલી’ આધારે ઉપલબ્ધ છે. આનો અર્થ એ થયો કે જો બેન્કને લાગે કે તમને આ સુવિધા આપવી જોઈએ, તો તેનું પોપ-અપ તમારા પોકેટ વોલેટ, iMobile અને ઈન્ટરનેટ બેન્કિંગ એપ્લિકેશન પર દર્શાવવામાં આવશે.
શું કોઇ ચાર્જ ચુકવવાનો છે?
આ સુવિધાનો લાભ લેવા માટે, તમારે કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવાની જરૂર નથી. પરંતુ જો તમે નિશ્વિત મુદત સુધી તમારું બિલ નહી ભરો, તો તમારે ફિક્સ્ડ લેટ પેમેન્ટ ચાર્જ આપવો પડશે. જ્યાં સુધી તમે તમારી ડ્યૂ ક્લીઅર નહી કરો ત્યાં સુધી આ ચાર્જ ચુકવવો પડશે.
મર્યાદા કેટલી છે?
પેલેટર એકાઉન્ટ પર તમને 10 હજારથી 25 હજારની રેન્જમાં ક્રેડિટ મળે છે. તમને મળેલી રકમ મળશે તે તેના પર આધાર રાખે છે કે, બેન્કના હિસાબે તમે કેટલી રકમ મેળવવા માટે એલિજીબલ છો.
પૈસા પરત કેવી રીતે કરશો?
PayLater એકાઉન્ટમાંથી તમે જે રકમ પ્રાપ્ત કરી છે તે રકમ, નિશ્નિત ડેટ બાદ આપના એકાઉન્ટમાંથી આપોઆપ કાપી લેવામાં આવશે. પરંતુ જો તમારા ખાતામાં પૈસા નહી હોય તો, તમારે લેટ પેમેન્ટ ચાર્જ ચૂકવવો પડશે.
મૂળ સ્ત્રોત વાંચો
Read More »